સુરત શહેરના પીપલોદ વિસ્તારમાં આવેલી એક જાણીતી રેસ્ટોરેન્ટમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. રેસ્ટોરેન્ટના મહિલાઓના વોશરુમમાં છૂપો મોબાઈલ કેમેરો મુકવામાં આવ્યો હતો, જેની જાણકારી એક સતર્ક મહિલાએ કરી. મહિલાએ આ બાબત મેનેજમેન્ટને જણાવતા હોબાળો મચ્યો અને ઘટના પોલીસ સુધી પહોંચી.
કેવી રીતે બહાર આવ્યું કૌભાંડ?
-
રેસ્ટોરેન્ટના મહિલા વોશરુમની વેન્ટીલેશન જાળીના પાછળ એક મોબાઈલ મુકેલો હતો.
-
એક મહિલાને તે મોબાઈલ દેખાતા જ તેણે તરત જ મેનેજમેન્ટને જાણ કરી.
-
મહિલાના વિરોધ બાદ અન્ય લોકોએ પણ ઘટનાની સામે અવાજ ઉઠાવ્યો.
પોલીસે ઝડપી પગલા ભરી
-
મામલો ઉમરા પોલીસ સ્ટેશન સુધી પહોંચતા જ આરોપી સુરેન્દ્ર રાણાને કે જે મૂળ ઝારખંડનો રહેવાસી છે તેની ધરપકડ કરવામાં આવી છે0.
-
સુરેન્દ્ર છેલ્લા 2 વર્ષથી રેસ્ટોરેન્ટમાં સફાઈ કામદાર તરીકે કાર્યરત હતો અને મહિલા વોશરુમની સફાઈની જવાબદારી પણ તેની પાસે હતી.
-
પોલીસે તેની પાસેથી કુલ 5 મોબાઇલ ફોન જપ્ત કર્યા.
ચોંકાવનારી વિગતો
-
સુરેન્દ્રએ પોલીસ સમક્ષ કબૂલ્યું કે તે ટોયલેટ સાફસફાઈના વીડિયો બનાવતો હતો.
-
પરંતુ તપાસ દરમ્યાન તેના ફોનમાંથી પોર્ન હિસ્ટ્રી અને સ્પાઈ કેમનું બોક્સ મળતા, પોલીસને તેની અશ્લીલ ઈરાદાની શંકા લાગી છે.
-
આરોપી સીમકાર્ડ વગરનો મોબાઈલ વાપરીને વીડિયો એક મોબાઈલમાંથી બીજામાં ટ્રાન્સફર કરતો હતો.
આગળની તપાસ
-
રેસ્ટોરેન્ટમાં કુલ 50 કર્મચારી કાર્યરત છે.
-
પોલીસે હવે તમામ શંકાસ્પદ કર્મચારીઓના મોબાઈલ FSLમાં મોકલવાના છે.
-
સાથે જ સુરેન્દ્રના મિત્ર વર્તુળ અને પૃષ્ઠભૂમિની પણ તપાસ શરૂ થઈ છે.
આ ઘટનાએ સુરત શહેરમાં મહિલાઓની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે. પોલીસ હવે આ મામલે વધુ ઊંડાણપૂર્વકની તપાસ કરી રહી છે. આ તો રહી એક રેસ્ટોરન્ટની વાત કે જ્યાંથી આ સામે આવ્યું, પરંતુ ગુજરાતભરમાં અને દેશભરમાં આવા કેટલા રેસ્ટોરન્ટ્સ કે હોટલ્સ હશે જ્યાં આ રીતે કેમેરા લાગેલા હશે તે તપાસનો વિષય છે. એટલે મુદ્દો એટલો જ છે કે જો આનાથી મહિલાઓએ બચવું હોય તો અંગત રીતે સાવધાની રાખવી પડે.