Video_ ચોમાસામાં અહીં ફરવા જાઓઃ અસંખ્ય ઝરણા જોઈને જલસો પડી જશે!

ઘણા લોકોને એડવેન્ચર એક્ટિવિટી અને ટ્રેકિંગ કરવાનું ખૂબ જ ગમે છે. એવો મોકો મળતા જ ક્યાંક ને ક્યાંક ટ્રેકિંગ પર જવાનું પ્લાન બનાવે છે. ભારતમાં લદ્દાખના કઠિન ટ્રેક જેવા ચાદર ટ્રેક, હિમાચલ પ્રદેશના મનાલી અને ધર્મશાળાની આસપાસના સ્થળો પર ઘણા પ્રસિદ્ધ ટ્રેક છે. તેના ઉપરાંત મહારાષ્ટ્રમાં ટ્રેકિંગ માટે વિસાપુર કિલ્લો, લોનાવળા પાસેના કિલ્લાઓ, કલસુબાઈ પીક, હરિચંદ્રગઢ અને કલાવંટી કિલ્લો ખૂબ જ પ્રસિદ્ધ છે. મોટાભાગના લોકો સોલો અથવા પછી મિત્રો સાથે અહીં જવાનું પ્લાન બનાવે છે.

ટ્રેકિંગ દરમિયાન કુદરતી સૌંદર્યના સૌથી સુંદર નઝારા જોવા મળે છે. વાદળોથી ઘેરાયેલ આકાશ, હરિયાળી અને ઝરણાંનો નજારો જન્નતથી ઓછો નથી લાગતો. આવું જ અરૂણાચલ પ્રદેશના અનિનીમાં આવેલ આયો વેલી ટ્રેક ખૂબ જ પ્રસિદ્ધ છે, જ્યાં તમને રસ્તામાં અનેક ઝરણાં જોવા મળે છે.

આયો વેલી ટ્રેક

અરૂણાચલ પ્રદેશના દિબાંગ ઘાટીમાં આવેલ આ આયો વેલી ટ્રેકનો પ્રવાસ ખૂબ જ મનમોહક છે. આ સફર ઘના ઉષ્ણકટિબંધ જંગલો, રોડોડેન્ડ્રોન અને આયો નદીની તળાવો પરથી પસાર થાય છે, જે અહીંની સુંદરતા વધારવામાં ખાસ છે. આ ટ્રેક પર કેમ્પસાઇટ્સ પર ટેન્ટમાં રોકાઈ થોડો સમય પસાર પણ કરી શકાય છે. આ રસ્તો ઘના જંગલો પરથી પસાર થઈને આયો નદીના અનેક સ્ત્રોતો અને તળાવો સુધી પહોંચે છે. અહીં રસ્તામાં ઓછામાં ઓછા 42 ઝરણાં જોવા મળી શકે છે, ખાસ કરીને ચોમાસામાં અહીંનો નજારો ખૂબ જ આકર્ષક લાગે છે.

ડિબ્રુગઢથી રોઇંગ જવું પડે છે, જે દિબાંગ ઘાટીમાં પ્રવેશદ્વાર છે. ટ્રેકિંગ દરમિયાન લોહિત નદી પર બનેલા 9 કિલોમીટર લાંબા ભૂપેન હજારીકા સેતુ પરથી પસાર થવું પડે છે. આ સ્થળને મિશ્મી હિલ્સ કહેવામાં આવે છે. અહીં 6000 છોડની પ્રજાતિઓ અને 700 પક્ષીઓની પ્રજાતિઓ જોવા મળે છે. હરિયાળીથી ભરપૂર દિબાંગ ઘાટીની શરૂઆતથી જંગલોમાંથી પસાર થતી લાંબી યાત્રા કરવી પડે છે. આ ટ્રેકનો પ્રવાસ લાંબો છે પરંતુ નજારો અદભૂત છે.

ટ્રેક દરમિયાન તમને અનેક સ્થળોમાંથી પસાર થવું પડે છે જેમાં બ્રુઇનટ પણ ખૂબ પ્રસિદ્ધ છે. જ્યાં એક તરફ દ્રી નદી વહે છે, તો બીજી તરફ દિબાંગ વન્યજીવ અભ્યારણ્યના ઘના જંગલો છે. અહીં જરુ નદીનો સુંદર નજારો પણ જોવા મળે છે.

Share This Article
Translate »