અહીંયા ટ્રમ્પનું નહીં ચાલેઃ ચીન પર વધારે ટેરિફ લગાવતા કેમ ડરી રહ્યા છે ટ્રમ્પ?

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પદ ગ્રહણ કર્યા બાદથી કેટલાય દેશો પર ટેરિફ લગાવવાની જાહેરાત કરી છે. તાજેતરમાં જ તેમણે ભારત પર રશિયા પાસેથી કાચુ તેલ ખરીદવાને લઈને 25 ટકા જેટલો ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી. પરંતુ આને લાગુ કરવાની અવધીને 90 દિવસ વધારી દિધી હતી. ત્યારે હવે એક્સપર્ટ્સ એવી આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે, ટ્રમ્પ ચીન પર ટેરિફ લગાવવાથી ડરી રહ્યા છે.

અમેરિકા ચીન પર ટેરિફ લગાવવાથી કેમ ડરી રહ્યું છે અમેરિકા?
અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે કહ્યું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાથી તેલ ખરીદવા મામલે ચીન પર ટેરિફ લગાવવાનું વિચારી રહ્યા છે. સાથે તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિએ હાલ આ મુદ્દે કોઈ ઠોસ નિર્ણય લીધો નથી. “રાષ્ટ્રપતિએ કહ્યું છે કે તેઓ આ બાબતે વિચાર કરી રહ્યા છે, પરંતુ હજી કોઈ ઠોસ નિર્ણય નથી લીધો.” ઉપરાષ્ટ્રપતિની આ ટિપ્પણી એ પ્રશ્નના જવાબમાં આવી કે શું ટ્રમ્પ ભારતની જેમ ચીન પર પણ રશિયન તેલ ખરીદી બદલ ટેરિફ લગાવશે?

ભારત પર બમણો ટેરિફ
આપને જણાવી દઈએ કે ટ્રમ્પે 6 ઑગસ્ટ 2025ના રોજ રશિયન તેલની ખરીદી બદલ ભારત પર લાગુ શુલ્ક બમણું કરી 50 ટકા કરવાનું એલાન કર્યું હતું.જ્યારે ચીન બાબતે ઉપરાષ્ટ્રપતિએ કહ્યું, “ચીનનો મુદ્દો થોડો વધારે જટિલ છે, કારણ કે ચીન સાથેના અમારા સંબંધો અન્ય ઘણા મુદ્દાઓને અસર કરે છે, જેઓ રશિયન પરિસ્થિતિ સાથે સંબંધિત નથી.” વેન્સે કહ્યું કે હાલ ટ્રમ્પ પોતાના વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે અને નિર્ણય કર્યા બાદ જ પગલું લેશે.

ટેરિફ ક્યારે લાગુ પડશે?
અમેરિકાએ ભારત પર શરૂઆતમાં 25 ટકાનો રિસિપ્રોકલ ટેરિફ લગાવ્યો હતો, પરંતુ ત્યારબાદ રશિયન તેલ ખરીદી બદલ વધારાના 25 ટકાનો શુલ્ક લગાવ્યો, જેથી કુલ ટેરિફ હવે 50 ટકા થયો છે. ભારત અમેરિકા સાથે સૌથી વધુ વેપાર કરનારા દેશોમાંનો એક છે.25 ટકાનો વધારાનો ટેરિફ 27 ઑગસ્ટ 2025થી લાગુ પડશે. ભારતે અમેરિકાના આ પગલાની નિંદા કરી છે.

ભારત પર કેટલો ટેરિફ લાગ્યો છે?
ભારત પર રશિયાથી તેલ ખરીદી બદલ 50 ટકાનો ટેરિફ લાગ્યો છે, જે 27 ઑગસ્ટ 2025થી લાગુ પડશે.

શું અમેરિકા ચીન સાથેના સંબંધોને અસરથી બચાવવા માગે છે?
હા, અમેરિકા ચીન સાથેના સંબંધો ખરાબ કરવા નથી માંગતું કારણ કે,બંને દેશો વચ્ચે ઘણા અન્ય મુદ્દાઓ છે, જેના પર ધ્યાન આપવાની જરૂર છે. એટલે જો ટ્રમ્પ ચીન પર પણ વધારે ટેરિફ લગાવે તો એન્ય કેટલાય મોરચે ટ્રમ્પ અને અમેરિકાને નુકસાન થઈ શકે એમ છે. કારણ કે, ચીન વિરૂદ્ધ જો આવી કોઈ કાર્યવાહી ટ્રમ્પ કરશે તો ચીન શાંત નહીં બેસે. અને એનો જ ડર ડોનાલ્ડ ટ્રમ્પને સતાવી રહ્યો હોય એવું લાગી રહ્યું છે.

Share This Article
Translate »