10 લાખની ઓછી કિંમતની આ જોરદાર Cars: મળશે ગજબનો ડ્રાઈવિંગ Experience

એક સારી કાર લેવી એ દરેક વ્યક્તિનું સ્વપ્ન હોય છે. બજારમાં અનેક બેસ્ટ કાર્સ અવેલેબલ છે. પણ જો તમારે 10 લાખથી નીચેની કિંમતમાં સારી અને લક્ઝુરીયસ કાર ખરીદવી હોય તો અમે તમને અહીંયા બેસ્ટ કાર્સ વિશે ઈન્ફોર્મેશન આપી રહ્યા છીએ. આ 3 કાર બધી જ રીતે બેસ્ટ છે અને આ કાર્સનો ડ્રાઈવિંડ એક્સપિરીયન્સ પણ એકદમ જોરદાર છે. આમાં આપને 6 એરબેગ, બેસ્ટ એન્ફોટેનમેન્ટ સિસ્ટમ જેવા ફિચર્સ પણ મળવાના છે કે જે તમારી મુસાફરીને સુરક્ષીત અને મજેદાર બનાવી દેશે.

Tata Punch

ટાટા પંચ એ ટાટા કંપનીની એક બેસ્ટ સેલિંગ કાર છે. આ એક કોમ્પેક SUV સેગ્મેન્ટની મજેદાર કાર છે. આની કિંમત 6.20 લાખ રૂપીયાથી લઈને 10.17 લાખ રૂપીયા સુધીની છે. કારમાં 1.2L નું પેટ્રોલ એન્જિન આવે છે. તેમાં સીએનજીનો વિકલ્પ પણ મળે છે. સેફ્ટી માટે પંચમાં 6 એરબેગ્સ અને એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ આપવામાં આવી છે. પંચ એક સોલિડ ગાડી છે, જેને સેફ્ટીમાં 5 સ્ટાર રેટિંગ મળી ચૂક્યા છે.

Maruti Baleno

આ એક પ્રીમિયમ હેચબેક સેગમેન્ટની કાર છે. આ ખરેખર એક લાજવાબ કાર છે. ટોપ 10 બેસ્ટ સેલિંગ કારના લિસ્ટમાં બલેનો દર મહિને રહે છે. 10 લાખથી ઓછા બજેટમાં બલેનો તમારા માટે સારો વિકલ્પ બની શકે છે. બલેનોની એક્સ-શોરૂમ કિંમત 6.74 લાખથી 9.96 લાખ રૂપિયા સુધી છે. બલેનોમાં Sigma, Delta, Zeta  અને Alpha વેરિએન્ટ મળે છે. તેમાં 1.2L નું પેટ્રોલ એન્જિન લાગેલું છે અને સાથે સીએનજી વેરિએન્ટમાં પણ આ કાર મળે છે. સેફ્ટી માટે કારમાં 6 એરબેગ્સ અને એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ જેવા ફીચર્સ જોવા મળશે.

Hyundai Venue

કોમ્પેક્ટ એસયુવી સેગમેન્ટમાં હ્યુન્ડઈ વેન્યુ એક સ્ટાઇલિશ મોડલ છે. તેની એક્સ-શોરૂમ કિંમત 7.94 લાખ રૂપિયાથી શરૂ થાય છે. તેમાં તમને 1.0L ટર્બો, 1.2L પેટ્રોલ અને 1.5L ડીઝલ એન્જિનનો વિકલ્પ મળે છે. વેન્યુમાં સ્પેસ વધારે છે, ફીચર્સ પણ સારા છે. સેફ્ટી માટે વેન્યુમાં  ADAS, 6 એરબેગ્સ અને એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ જેવા ફીચર્સ જોવા મળે છે.

Share This Article
Translate »