કડવું પણ સત્ય છે! ખસી રહેલા પહાડો, હોનારતો અને માણસોની મોટી ભૂલો!

ઉત્તરાખંડના ઉત્તરકાશી જિલ્લામાં આવેલી એક સુંદર જગ્યા છે જે ભાગીરથી નદીના કિનારે 2745 મીટરની ઉંચાઈ પર આવેલી છે. આ ઘાટી પોતાની પ્રાકૃતિક સુંદરતા, સફરજનના બગીચાઓ અને ગંગોત્રી જેવા તીર્થ સ્થળના રસ્તાઓ માટે પ્રસિદ્ધ છે. આ જ જગ્યાએ મંગળવારે એક વાદળ ફાટવાના કારણે એક મોટી દુર્ઘટના સર્જાઈ અને અનેક લોકોએ જીવ ગુમાવ્યો જેમાં સૈન્યના જવાનો પણ લાપતા હોવાની માહિતી મળી રહી છે. ત્યારે વૈજ્ઞાનિક તથ્યો અને સંશોધનોના આધારે સમજીએ કે હર્ષિક ઘાટીની જિયોલોજી કેવી છે અને શાં માટે વારંવાર આપદા આવે છે.

હર્ષિલ ઘાટી એ હિમાલયનો જ એક ભાગ છે કે જે વિશ્વની સૌથી યુવા અને ભૂગર્ભીય રૂપથી સક્રીય પર્વત શ્રૃંખલાઓ પૈકી એક છે. હિમાલયનું નિર્માણ ભારતીય અને યુરેશિયન ટેક્ટોનિક પ્લેટોના ટકરાવથી થયું છે જે આજે પણ દર વર્ષે 40-50 કિલોમીટરની ગતિથી એકબીજા સાથે આગળ વધી રહી છે. આ ટકરાવથી પર્વતોમાં ભારે દબાણ સર્જાય છે અને તેના કારણે ભૂસ્ખલન અને ચટ્ટાનોનું તૂટવું એક સામાન્ય બાબત કહી શકાય.

54 કરોડ વર્ષ જૂની છે હર્ષિલ ઘાટીની માટી

હર્ષિલ ઘાટીની માટી અને ચટ્ટાનો મુખ્ય રૂપથી શિસ્ટોજ ફિલાઈટ, ફિલાઈટ અને સ્લેટી ફિલાઈટથી બનેલી છે કે જે કેમ્બ્રિયન યુગની છે. એટલે કે આશરે 54 કરોડ વર્ષ જૂની છે. આ સિવાય અહીંયા ચૂનો, પથ્થર, મેગ્નેસાઈટ અને કેટલીક અન્ય ધાતુઓના ભંડાર પણ મળી આવે છે. ભાગીરથી નદીના કિનારે રેત અને મોટા મોટા પથ્થર પણ મળી આવે છે. આ રેત, પથ્થરો અને નાની નાની કાંકરીઓ નદીના વહેણના કારણે જમા થઈ જાય છે. આ એલુવિયલ માટી અને ચટ્ટાનો ઢીલી એટલે કે નરમ હોય છે. આના કારણે ભૂસ્ખલન અને પૂરનો ખતરો વધી જાય છે.

આપદાઓ પાછળ માનવીય ગતિવીઓ પણ કારણભૂત!

એ સમજવું જરૂરી છે કે, આ પ્રકારની હોનારતો માત્ર પ્રાકૃતિક આપદા નથી હોતી પરંતુ આમાં માનવીય ગતિવીધીઓનો પણ એક મહત્વનો રોલ હોય છે.

અનિયોજીત નિર્માણઃ રોડ, સુરંગો અને જળ વિદ્યુત જેવી પરિયોજનાઓ માટે પહાડોમાં ડ્રિલીંગ અને વિસ્ફોટ કરવામાં આવે છે. આના કારણે ચટ્ટાનો કમજોર થઈ જાય છે. ઉદાહરણ તરીકે ઋષીકેશ કર્ણપ્રયાગ રેલ લાઈન માટે બનાવવામાં આવી રહેલી સુરંગો ભૂસ્ખલન માટે કારણભૂત હોઈ શકે છે.

વધતું જતું પર્યટનઃ હર્ષિલ અને ગંગોત્રી જેવા વિસ્તારોમાં દર વર્ષે લાખો પર્યટકો આવે છે. આનાથી જંગલોનું કપાણ, કચરો અને પ્રાકૃતિક સંસાધનો પર દબાવ વધે છે.

જળવાયુ પરિવર્તનઃ ગ્લેશિયરોનું તેજીથી પિગળવું અને અનિયમીત વરસાદની પેટર્ન હર્ષિલમાં ફ્લેશ ફ્લડને વેગ આપી રહી છે.

આ સિવાય આપણે મનુષ્યો સારી જગ્યા જોઈએ ત્યાં સીધું જ દબાણ કરવા ટેવાયેલા છીએ. આ પ્રકારની પ્રકૃતિના ખોળામાં આવેલી જગ્યાઓ પર લોકો સતત કંઈકને કંઈક કન્સ્ટ્રક્શન કરી રહ્યા છે. હવે મૂળ એ જગ્યાની માટી પોચી હોય છે અને દબાણ વધી જાય છે અને એટલે જ આ પ્રકારની સમસ્યાઓ સર્જાતી હોય છે.

Share This Article
Translate »