શુભમન ગીલે રચ્યો ઈતિહાસઃ ICC તરફથી ખાસ અવોર્ડનું મળ્યું સન્માન

ભારતીય ટીમનો ટેસ્ટ કૅપ્ટન શુભમન ગિલ માટે છેલ્લા કેટલાક મહિનાથી અદ્ભુત પ્રદર્શન કરી રહ્યો છે. IPL 2025માં કૅપ્ટન તરીકે પોતાને સાબિત કરવા સાથે તેમણે બેટથી પણ જોરદાર રન બનાવ્યા. તેના પછી તેમને ભારતીય ટેસ્ટ ટીમની કૅપ્ટન્સી મળી. એન્ડરસન-તેન્ડુલકર ટ્રોફી 2025માં પણ ગિલે સારી કૅપ્ટન્સી કરવા ઉપરાંત બેટથી ધમાલ મચાવી છે. હવે કૅપ્ટન ગિલને ICCએ મોટું સન્માન આપ્યું છે, જેના સાથે જ ગિલે ઈતિહાસ રચી દીધો છે.

ગિલનો અનોખો રેકોર્ડ
ભારતીય ટીમના કૅપ્ટન શુભમન ગિલને એન્ડરસન-તેન્ડુલકર ટ્રોફીમાં ઉત્તમ પ્રદર્શનનું ફળ મળ્યું છે. ગિલે જુલાઈ મહિનામાં 94.50ની સરસ સરેરાશ સાથે 3 મેચોમાં કુલ 567 રન બનાવ્યા હતા. તેના કારણે જ તેમને ICC પ્લેયર ઓફ ધ મંથ માટે પસંદ કરવામાં આવ્યા હતા. ગિલે બેન સ્ટોક્સ અને વિયાન મુલ્ડરને પાછળ છોડીને જુલાઈ મહિનાનો ICC પ્લેયર ઓફ ધ મંત એવોર્ડ જીત્યો છે.

ગિલે કૅપ્ટન તરીકે પણ જુલાઈમાં પોતાને સાબિત કર્યા છે. આ તેમની કૅપ્ટન તરીકેની પહેલી સીરિઝ હતી. સાથે જ તેઓ પહેલો પુરૂષ ક્રિકેટર બન્યો છે જેણે 4 વાર આ એવોર્ડ પોતાના નામે કર્યો છે.

કૅપ્ટન ગિલે વ્યક્ત કરી ખુશી

ICC તરફથી મળેલા આ સન્માન અંગે શુભમન ગિલે જણાવ્યું, કે “જુલાઈ માટે ICC પ્લેયર ઓફ ધ મંત તરીકે પસંદ થવું ખરેખર ખૂબ સારું લાગે છે. આ વખતે આ એવોર્ડ વધુ ખાસ છે, કારણ કે કૅપ્ટન તરીકે મારી પહેલી ટેસ્ટ સિરીઝમાં કરેલા પ્રદર્શન માટે આ પુરસ્કાર મળ્યો છે. બર્મિંઘમમાં બનાવેલો ડબલ સેન્ટુરી નિશ્ચિત રૂપે એવી વસ્તુ છે જેને હું હંમેશાં યાદ રાખીશ અને તે મારા ઇંગ્લૅન્ડ પ્રવાસના મુખ્ય આકર્ષણોમાંનું એક રહેશે.”

એન્ડરસન-તેંડુલકર ટ્રોફી અંગે કૅપ્ટન શુભમન ગિલનું નિવેદન

શુભમન ગિલે જણાવ્યું કે, “ઇંગ્લૅન્ડ સામેની ટેસ્ટ સીરિઝ કૅપ્ટન તરીકે મારા માટે એક શીખવાનો અનુભવ હતો અને બંને ટીમોએ કેટલીક ઉત્તમ પ્રસ્તુતિ આપી, જે મને ખાતરી છે કે બંને ટીમોના ખેલાડીઓ લાંબા સમય સુધી યાદ રાખશે. આ એવોર્ડ માટે મને પસંદ કરવા બદલ હું જ્યુરી સભ્યોનો અને આ રોમાંચક સીરિઝ દરમિયાન મારા સાથે રહેલા મારા સાથીઓનો આભાર માનું છું. હું આવનારા સીઝનમાં પણ મારું ઉત્તમ પ્રદર્શન ચાલુ રાખવા અને દેશ માટે વધુ સન્માન લાવવા આતુર છું.”

Share This Article
Translate »