ભારત-પાક મેચ પહેલા શાહિદ આફ્રીદીએ ભારત વિરૂદ્ધ ઝેર ઓક્યું!

એક તો પાકિસ્તાન ભારત સામે પૂર્ણ રીતે વાંકમાં છે, પહેલગામ જેવા હુમલાઓ કર્યા અથવા તો કરાવ્યા છે અને પાછા તેના ક્રીકેટરો હોશિયારી મારવામાંથી ઉંચા આવી રહ્યા નથી. ફરી એક વાર એશિયા કપમાં ભારત-પાકિસ્તાન વચ્ચેના મેચ પહેલાં આફ્રિદીનું એક વિવાદાસ્પદ નિવેદન વાયરલ થઈ રહ્યું છે. આફ્રિદી એક વાયરલ વીડિયોમાં એવું કહેતા જોવા મળી રહ્યા છે કે ભારતમાં ખેલાડીઓને ઘર સળગાવી દેવાની ધમકી આપવામાં આવે છે.

ભારત સામે પાકિસ્તાન મેચના બહિષ્કારની માંગ ઉઠી રહી હતી કારણ કે પાહેલગામ હુમલાના તાર પાકિસ્તાન સાથે જોડાયેલા હતા, જેમાં આતંકવાદીઓએ 26 ભારતીયોને મારી નાખ્યા હતા. તેના પછી પણ શાહિદ આફ્રિદીએ ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું હતું. હવે જ્યારે ભારત-પાકિસ્તાન મેચ થવામાં થોડા દિવસ બાકી છે, ત્યારે ફરી એકવાર તેમણે એવું જ ઝેરી નિવેદન આપ્યું છે.

આફ્રિદીએ આ વાતો પાકિસ્તાનના મીડિયા ચેનલ સમા ટીવી પર કરી હતી, જેના એક ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. તેમાં તેઓ વાહિયાત વાતો કરતા કહે છે કે ભારતમાં ખેલાડીઓને ઘર સળગાવવાની ધમકી આપવામાં આવે છે. તેઓ અહીં જ અટક્યા નહીં, તેમણે આગળ કહ્યું કે કેટલાક ખેલાડીઓ તો જન્મથી પોતાને હિંદુસ્તાની સાબિત કરવા માંડ્યા છે અને હવે એશિયા કપ 2025માં જઈને કોમેન્ટરી પણ કરી રહ્યા છે.

શાહિદ આફ્રિદીએ શું કહ્યું

“ત્યાં લોકો ઘરો સુધી પહોંચી જાય છે, ઘર સળગાવવાની ધમકીઓ આપે છે તે પ્લેયર્સને, તો હવે હું શું કહું? કેટલાક એવા છે જે આજ સુધી સાબિત કરી રહ્યા છે કે અમે હિંદુસ્તાની છીએ. જ્યારેથી તેઓ જન્મ્યા છે એ જ સાબિત કરી રહ્યા છે કે અમે હિંદુસ્તાની છીએ. અને પછી એશિયા કપમાં જઈને કોમેન્ટરી પણ કરી રહ્યા છે.”

દુબઈમાં ભારત-પાકિસ્તાન મેચનો ક્રેઝ ઓછો દેખાઈ રહ્યો છે!
પહેલગામ હુમલા પછી ભારતમાં પાકિસ્તાન વિરુદ્ધ મેચના બહિષ્કારની માંગ ઉઠી હતી, જોકે સરકારે સ્પષ્ટ કર્યું હતું કે અમે તેમના સાથે કોઈપણ રમતમાં દ્વિપક્ષીય મુકાબલો નહીં રમીએ, પરંતુ મલ્ટી-ટીમ ટૂર્નામેન્ટ (ઇન્ટરનેશનલ અથવા એશિયા કપ)માં રમશું. જોકે 14 સપ્ટેમ્બરે થનારી મેચને લઈને ફેન્સમાં પહેલો જેવો ક્રેઝ જોવા મળી રહ્યો નથી. મીડિયા રિપોર્ટ્સ મુજબ, સમાચાર લખાયા ત્યારે સ્ટેડિયમના તમામ સ્ટેન્ડમાં ટિકિટ ઉપલબ્ધ હતી, જ્યારે આ જ વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફીમાં જ્યારે બંને ટીમો દુબઈમાં ભીડાઈ હતી, ત્યારે એ મેચની ટિકિટો થોડા જ કલાકોમાં વેચાઈ ગઈ હતી.

Share This Article
Translate »