રશિયાનો યુક્રેન પર સૌથી મોટો હુમલોઃ યુક્રેને કહ્યું કે, રશિયા યુદ્ધ પૂરું કરવા નથી ઈચ્છતું!

અલાસ્કાથી લઈને વોશિંગ્ટન સુધી રશિયા-યુક્રેન વચ્ચે લગભગ 4 વર્ષથી ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવાના પ્રયત્નો ચાલી રહ્યા છે. પરંતુ બંન્ને દોશો પાછળ હટવા માટે તૈયાર નથી. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે અલાસ્કામાં મીટિંગ કરી હતી. જો કે, આ મીટિંગનું કોઈ સુખદ પરિણામ ન આવ્યું. બાદમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર જેલેન્સ્કીએ પણ યુરોપીય નેતાઓને સાથે લઈને વોશિંગ્ટનમાં ટ્રમ્પ સાથે મુલાકાત કરી હતી જેથી આ સંઘર્ષને રોકી શકાય. આમ છતા પણ આનું કોઈ પરફેક્ટ પરિણામ ન આવ્યું.

બીજી તરફ યુક્રેની એરફોર્સે આજે એક મોટો દાવો કર્યો છે. યુક્રેનના દાવા અનુસાર આ વર્ષે યુક્રેન પર રશિયાએ પોતાનો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો છે. આમાં 574 ડ્રોન અને 40 મિસાઈલો છોડવામાં આવી છે. એરફોર્સે દાવો કર્યો છે કે, મોટાભાગના હુમલા યુક્રેનના પશ્ચિમી વિસ્તારને નિશાન પર લઈને કરવામાં આવ્યા છે. અધિકારીઓ અનુસાર, આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે અને 15 જેટલા લોકો ઘાયલ થયા છે. યુક્રેનના રાષ્ટ્રપતિએ કહ્યું કે, રશિયા યુદ્ધ સમાપ્ત કરવા માટે તૈયાર છે તેવો કોઈ જ સંકેત અમને તેમના દ્વારા નથી મળ્યો.

યુક્રેનના પત્રકારો સાથેની વાતચીતમાં જેલેન્સ્કીએ કહ્યું કે, અમેરિકી કંપની પર થયેલા આ હુમલામાં 15 લોકો ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે, તેઓ યુરોપના કોઈ તટસ્થ ભાગમાં પુતિન સાથે મુલાકાત કરવા માંગે છે. આમાં સ્વિટ્ઝર્લેન્ડ, ઓસ્ટ્રીયા, અને તુર્કી જેવા દેશોનો સમાવેશ થઈ શકે છે. હંગેરી દ્વારા યુક્રેનનું સમર્થન કરવાનો વિરોધ કરવાની વાતનો હવાલો આપતા બુડાપેસ્ટ બેઠકમાં પ્રસ્તાવ રદ્દ કરી દેવામાં આવ્યો હતો.

Share This Article
Translate »