નવસારી જિલ્લાના બીલીમોરાનું સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર ખાતે મેળો ભરાયો હતો. આ દરમિયાન નવસારીના બીલીમોરામાં સોમનાથ મહાદેવના મેળામાં ટોરે ટોરા રાઈડ તૂટી જતાં નીચે પટકાતા દુર્ઘટના સર્જાઈ હતી, મેળામાં ચકડોળ તૂટી પડતા એક મહિલાને ઈજા થઈ છે. આ ઇજાગ્રસ્ત મહિલાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ દુર્ઘટનામાં 5 લોકોને ઇજા પહોંચી છે. દુર્ઘટનામાં 2 બાળકો, મહિલા અને રાઇડ ઓપરેટરને ઈજા પહોંચી છે. હાલ, ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. બીજી તરફ પોલીસ દ્વારા પણ તપાસ હાથ ધરાઈ છે. જો કે રાઇડ તૂટી પડતાં મેળાની રંગમાં ભંગ પડ્યો હતો અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
મળતી વિગતો અનુસાર બીલીમોરામાં આયોજિત લોકમેળામાં ચાલુ ટાવર રાઈડ તૂટી પડવાની ઘટના સર્જાય હતી, જેના કારણે લોકમેળામાં ભાગદોડ મચી જવા પામી હતી. વળી રાઈડ ચાલુ હતી તે દરમિયાન તૂટી પડી હતી. રાઈડ તૂટી પડવાની ઘટનામાં 2 બાળકો, મહિલા અને રાઈડ ઓપરેટર સહીત કુલ પાંચ લોકોને ઈજા પહોંચી હોવાના અહેવાલો છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાની સાથે જ ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને રાઈડ કઈ રીતે તૂટી પડી તે અંગે તપાસ આદરી હતી, જો કે રાઈડ તૂટી પડવા પાછળનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નહોતું. આ ઘટના મુદ્દે પોલીસે તપાસ શરૂ કરી હતી અને પોલીસ દ્વારા લોકમેળાની તમામ રાઇડને બંધ કરાવી દેવામાં આવી હતી.