ગુજરાતમાં લાંબા વિરામ બાદ ફરીથી મેઘરાજાનું આગમન!

ગુજરાતમાં લાંબા વિરામ બાદ એકવાર ફરીથી મેઘરાજાનું આગમન થયું છે. આજે નવસારીના વાતાવરણમાં પલટો આવ્યો છે. અમલસાડ, સરીબુજરંગ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. વરસાદી માહોલ જામતા ગરમી અને બફારાથી લોકોને આંશિક રાહત મળી છે. જો કે આગામી દિવસોમાં વરસાદ પડે તેવી હવામાન વિભાગે અને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે.

આજે વહેલી સવારથી જ વલસાડમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી રહ્યાં છે. વલસાડના MG રોડ, છીપવાડ હનુમાન મંદિર, દાણા બજારમાં પાણી ભરાયા છે. વહેલી સવારથી વરસાદના કારણે પાણી ભરાતા વાહનચાલકોને પરેશાની ભારે વરસાદના કારણે રસ્તાઓ જળમગ્ન થયા છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે. આજે વહેલી સવારથી વલસાડ અને નવસારી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આજે વરસાદી માહોલ જોવા મળશે. તો રાજ્યમાં હાલ ભારે વરસાદની કોઇ જ શક્યતા નથી. જોકે આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસી શકે છે. તો આજથી 12 ઓગ્સટ સુધી માછીમારો માટે કોઈ જ સૂચના નથી.

જોકે વરસાદી ઝાપટા વચ્ચે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે. જ્યારે અમદાવાદમાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે હળવા વરસાદની શક્યતા સેવવામાં આવી રહી છે. તો વરસાદી વિરામ વચ્ચે ગરમીના પ્રકોપની શક્યતા છે. અમદાવાદ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી વધે તેવી શક્યતાઓ પણ છે.

Share This Article
Translate »