તો શું નવરાત્રીમાં વરસાદ ગરબાની મઝા બગાડશે? જાણો શું છે આગાહી…

ચોમાસાની વિદાયની ઘડીઓ વચ્ચે હવામાન વિભાગે 23 સપ્ટેમ્બર સુધીની આગાહી કરી છે. રાજ્યમાં 17થી 23 સપ્ટેમ્બર વચ્ચે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. જો આ આગાહી સાચી પડે તો, પછી એકાદ બે દિવસને બાદ કરતા નવરાત્રીમાં વરસાદ ગરબાની મઝા નહીં બગાડે.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે 17થી 23 તારીખ સુધી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એ.ક. દાસે જણાવ્યુ કે 20 સપ્ટેમ્બર સુધી ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. અમદાવાદમાં 24 કલાક વાદળછાયું વાતાવરણ રહી શકે છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે 18 સપ્ટેમ્બર અરવલ્લી, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, સુરત, તાપી જેવા જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે 19 સપ્ટેમ્બરે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને સાબરકાંઠા સિવાયના દરેક જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

20 સપ્ટેમ્બરે પણ હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, ખેડા, પંચમહાલ, અમદાવાદ, દ્વારકા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, ભરૂચ, વડોદરા, વલસાદ, તાપી, સુરત જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે.

અંબાલાલ પટેલના મતે બંગાળના ઉપસાગરમાં એક નવી સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જેના કારણે ગુજરાતમાં વરસાદ આવી શકે છે. 22 સપ્ટેમ્બર સુધી: રાજ્યના અનેક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે. 27 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર: નવરાત્રિના દિવસોમાં દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદની આગાહી છે. 7 ઓક્ટોબર: આ દિવસે પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. નવેમ્બર મહિનામાં પણ હવામાનમાં પલટો આવી શકે છે.

Share This Article
Translate »