વોટબેંક માટે ઘુસણખોરોને બચાવી રહ્યા છે રાહુલ ગાંધીઃ ભાજપનો વિપક્ષ પર પ્રહાર!

ભારતીય જનતા પાર્ટી (BJP) ના રાષ્ટ્રીય પ્રવક્તા સંબિત પાત્રાએ દિલ્હીમાં યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ, રાજદ (RJD), તૃણમૂલ કોંગ્રેસ (TMC) અને આમ આદમી પાર્ટી (AAP) પર જોરદાર હુમલો કર્યો. તેમણે આરોપ મૂક્યો કે વિરોધ પક્ષો મતબેંકની રાજનીતિ માટે ગેરકાયદે ઘૂસણખોરોને આશ્રય આપી રહ્યા છે. સંબિત પાત્રાએ કહ્યું કે આ પક્ષોનો હેતુ દેશમાં અસ્થિરતા અને હિંસા ફેલાવવાનો છે, જેમ કે બાંગ્લાદેશ, શ્રીલંકા, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં જોવા મળ્યું. તેમણે કહ્યું કે,-+ “આ દેશના સ્રોતો પર પહેલો હક ભારતના નાગરિકોનો છે, ઘૂસણખોરોનો નહીં.”

રાહુલ ગાંધી પર પ્રહાર

પાત્રાએ કહ્યું કે રાહુલ ગાંધી ગરીબોની નહીં પરંતુ ગાંધી પરિવારની લડત લડી રહ્યા છે. ગાંધી પરિવારને સત્તાથી બહાર “પાણી વિના માછલી જેવી તડપતું” ગણાવ્યું. “ઇંદિરા ગાંધીથી લઈને સોનિયા અને રાહુલ સુધી બધા જ ‘ગરીબી હટાવો’ નો નારો આપતા રહ્યા, પરંતુ ગરીબી હટાવવાનું કામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું. રાહુલ ગાંધીના તાજેતરના નિવેદનો પર તીખી ટિપ્પણી કરતાં કહ્યું કે, “જેમ બાળપણમાં કૂવા ચોરીની વાર્તા સાંભળેલી, એમ રાહુલ ગાંધીની ‘વોટ ચોરી’ની કહાની છે. એક સમયે ‘ચોકીદાર ચોર છે કહ્યું, હવે ચૂંટણી આયોગને ચોર કહી રહ્યા છે. જેઓ ચારા ચોરીના કેસમાં જામીન પર છે, તે રાહુલ ગાંધીના મંચ પરથી ‘ચોરી-ચોરી’ ચીસો પાડે છે.

ચૂંટણી આયોગ મુદ્દે વિરોધ પક્ષ પર પ્રહાર

સંબિત પાત્રાએ કહ્યું – “વિરોધ પક્ષ હારતા જ ‘અબ્બા-ડબ્બા-જબ્બા’ કરવાનું શરૂ કરે છે.” તેમણે સવાલ કર્યો કે જો તેમની મન્સા સાફ છે તો તેઓ પોતાની વાત ચૂંટણી આયોગ સમક્ષ કેમ નથી મૂક્તા? પાત્રાએ કહ્યું કે ચૂંટણી આયોગે પાંચ વખત બોલાવ્યા છતાં વિરોધ પક્ષ ચર્ચા માટે ગયો નથી અને ફક્ત સંસદમાં હોબાળો મચાવે છે.

સંસદ મુદ્દે કોંગ્રેસ પર આરોપ

પાત્રાએ કોંગ્રેસ પર આરોપ મૂક્યો કે તેણે સંસદનું મોન્સૂન સત્ર બગાડ્યું. કહ્યું કે જેમ મુદ્દાઓ પર ચર્ચાની માંગ હતી, તેમ મુદ્દાઓ પર ચર્ચા પણ થઈ, છતાં સંસદને ચાલવા દેવામાં આવી નથી. તેમનો આક્ષેપ હતો કે વિરોધ પક્ષનો હેતુ ફક્ત હોબાળો મચાવીને સંસદને અવરોધિત કરવાનો છે.

Share This Article
Translate »