ગુજરાતના પ્રવાસે વડાપ્રધાનઃ ભવ્ય રોડ-શો કરી લાખો લોકોનું અભિવાદન ઝીલ્યું!

વડાપ્રધાન મોદી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે. ત્યારે પીએમ મોદીએ આજે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા બાદ રોડ-શો કર્યો હતો. રોડ-શો દરમિયાન વડાપ્રધાન મોદીની એક ઝલક જોવા માટે લાખોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. પીએમ મોદીએ પણ, રોડ-શો દરમિયાન તમામ લોકોનું અભિવાદન ઝીલ્યું હતું.

પીએમ મોદી આજથી બે દિવસીય ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ત્યારે પીએમ મોદીએ અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા બાદ એક ભવ્ય રોડ-શો કર્યો હતો. ગુજરાતના પનોતા પુત્રને જોવા માટે લાખોની સંખ્યામાં લોકો રોડ-શોના રૂટ પર એકત્ર થયા હતા. લોકોએ વિવિધ પોસ્ટર્સ અને બેનર્સ સાથે વડાપ્રધાન મોદીને આવકાર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની રેલી પહેલા ભાજપના વરિષ્ઠ નેતાઓ વોકલ ફોર લોકલના પોસ્ટર સાથે બેઠા હતા. પ્રદીપ સિંહ જાડેજાએ વોકલ ફોર લોકલ અને સ્વદેશી ઉત્પાદનોને લોકપ્રિય બનાવવા માટેનું પોસ્ટર હાથમાં પકડ્યું હતું. અમદાવાદમાં નરેન્દ્ર મોદીના રોડ શોમાં કે.કા શાસ્ત્રી કોલેજનો વિદ્યાર્થી પેઈન્ટિંગ લઈને પહોંચ્યો હતો. સચિન વિશ્વકર્મા નામના વિદ્યાર્થીએ નરેન્દ્ર મોદી સાથે તેમના માતા હીરાબાની પેઈન્ટિંગ દોરી હતી. સચિને જણાવ્યું કે તેણે, પાંચ કલાકની મહેનત બાદ વહેલી સવારે 4 વાગ્યે આ પેઈન્ટિંગ બનાવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના રોડ શોમાં નિકોલની બહેનો ભજન મંડળી લઈને પહોંચી હતી. તેમણે કહ્યું કે, અમારા માટે આજે દિવાળી કરતાં પણ વધારે ખુશીનો માહોલ, નરેન્દ્ર ભાઈ નિકોલમાં અમને ખૂબ જ આનંદની લાગણી અનુભવાઈ રહી છે.

નિકોલમાં વડાપ્રધાનની રેલી અને સભા પહેલા મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. પીએમ મોદીના રોડ-શોના રૂટમાં બપોરથી જ લોકો આવી પહોંચ્યા હતા, લોકોએ કહ્યું કે ગુજરાતના પનોતા પુત્ર મોદી સાહેબ આવી રહ્યા છે ત્યારે તેમને જોવા માટે અમારા મનમાં એક અનોખો ઉત્સાહ છે. પીએમ મોદીની એક ઝલક જોવા માટે ગુજરાતના લોકો આતૂર બન્યા હતા. લોકો વિવિધ પોસ્ટર્સ લઈને આવ્યા હતા અને તે વડાપ્રધાન સામે પ્રસ્તુત કર્યા હતા. લોકોનું કહેવું હતું કે, ક્યારેય નહોતું વિચાર્યું કે, અમે વડાપ્રધાન મોદીને આટલી નજીકથી જોઈ શકીશું. વડાપ્રધાન મોદીએ ગુજરાતને જે વિકાસ કાર્યોની ભેટ આપી હતી તેને લઈને પણ લોકોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. સ્કુલના વિદ્યાર્થીઓ, વડીલો, ભજન-મંડળીઓ, રોડ-શોના રૂટ પર થતા વિવિધ સાંસ્કૃતિક નૃત્યો વગેરે આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા.

Share This Article
Translate »