પાક અધિકૃત કાશ્મીર (પી.ઓ.કે.)ની બબાલને ખતમ કરવા માટે શહબાઝ શરીફની સરકારે એડી ચોટીનું જોર લગાવી દીધું છે. સમાધાન માટે એક તરફ જ્યાં મંત્રીઓ અને નેતાઓની એક કમિટી પી.ઓ.કે.માં મોકલવામાં આવી છે, ત્યાં જ સમગ્ર મામલામાં શહબાઝે પોતે એક્શન લેવાની વાત કરી છે. હાલ આર્મીને એક્શન ન લેવા માટે પણ નિર્દેશ મોકલાયો છે.
આ તમામ સરકારી કવાયત વચ્ચે એક સવાલ ઊભો થઈ રહ્યો છે કે શું પી.ઓ.કે.ની બબાલ શમી જશે? આ સ્ટોરીમાં તેને ડિટેલમાં સમજીએ…
પી.ઓ.કે.માં બબાલ કેમ થઈ રહી છે?
પાકિસ્તાન કાશ્મીર પબ્લિક એક્શન કમિટી 38 માગણીઓ લઈને પ્રદર્શન કરી રહી છે. કમિટીએ કહ્યું છે કે પી.ઓ.કે. વિધાનસભામાં જે પ્રવાસી લોકો માટે 12 બેઠકો આરક્ષિત રાખવામાં આવી છે, તેને ખતમ કરવામાં આવે. ઉપરાંત નેતાઓના વી.આઈ.પી. કલ્ચર ખતમ કરવાની માગણી પણ કમિટી કરી રહી છે.
ડિમાન્ડના 2 કારણો છે
-
પહેલી વાત તો એ છે કે પી.ઓ.કે.માં વિધાનસભાની કુલ 53 બેઠકો છે, જ્યાં સરકાર બનાવવા માટે 27 બેઠકોની જરૂર પડે છે. એવા સમયમાં પ્રવાસીઓ માટે આરક્ષિત 12 બેઠકો ખૂબ જ મહત્વની બની જાય છે. પ્રવાસીઓ માટેની આરક્ષિત બેઠકો જ નક્કી કરે છે કે પી.ઓ.કે.ની ખુરશી કોને મળશે?
-
પી.ઓ.કે.માં પાકિસ્તાન સરકારની યોજના ખૂબ ધીમી ગતિએ પહોંચે છે. ભારતની સરહદ પર હોવાને કારણે પી.ઓ.કે. ઘણી વાર અશાંત રહે છે. અહીંના લોકોનું જનજીવન ખૂબ કઠિન છે.
શું પી.ઓ.કે.માં બબાલ શમી જશે?
પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરની વર્તમાન પરિસ્થિતિ જોતા તો, એવું જરાય નથી લાગતું કે, પીઓકેમાં ચાલી રહેલી બબાલ અત્યારે શાંત થશે. એક્શન કમિટીના શૌકત નવાઝ મીરે કહ્યું છે કે જ્યાં સુધી માગણીઓ માનવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે. પ્રદર્શનકારીઓએ રાજધાની મુઝફ્ફરાબાદમાં લાશ સાથે પ્રદર્શન શરૂ કર્યું છે.
તે જ સમયે પ્રવાસી સમુદાયના નેતાઓનું કહેવું છે કે જ્યારે વિભાજન સમયે અમે ભારતમાંથી આવ્યા હતા, ત્યારે અમને આ બેઠકો આપવામાં આવી હતી. જો તેને કાઢવામાં આવશે તો અમે અલગથી વિરોધ પ્રદર્શનો કરીશું.
2017ના આંકડા મુજબ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પ્રવાસી લોકોની વસ્તી 25 લાખ છે. જ્યારે મૂળ નિવાસીઓની સંખ્યા 27 લાખ છે. એટલે પાકિસ્તાનની સરકાર આગળ ખાઈ અને પાછળ કૂવા જેવી પરિસ્થિતિમાં ફસાઈ ગઈ છે.