બિહાર વિધાનસભા ચૂંટણીને લઈને એનડીએ (NDA) માં સીટ શેરિંગનો ફોર્મ્યુલો નક્કી થઈ ગયો છે. નવી દિલ્હીમાં થયેલી મેરાથોન બેઠક પછી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું કે ગઠબંધનમાં કઈ પાર્ટી કેટલી બેઠકો પર ચૂંટણી લડશે. બીજેપી 101 બેઠકો પર, જેડીયૂ 101 બેઠકો પર, ચિરાગ પાસવાનની એલજેઈપી (આર) 29 બેઠકો પર, ઉપેન્દ્ર કુશવાહાની આરએલએમ 06 બેઠકો પર અને જીતનરામ માંઝીની પાર્ટી એચએએમ 06 બેઠકો પર ચૂંટણી લડશે. બિહારમાં બીજેપીના પ્રભારી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે અમે એનડીએના સાથીદારો સાથે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં બેઠકોનું વિતરણ પૂર્ણ કર્યું છે.
એનડીએમાં બેઠકોની વહેંચણીથી એ વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે આ વખતે નાના ભાઈ–મોટા ભાઈની ભૂમિકા સમાપ્ત થઈ ગઈ છે, કારણ કે બીજેપી અને જેડીયૂ બન્ને પક્ષોને સમાન 101–101 બેઠકો આપવામાં આવી છે. જોકે આ બાબતનો સંકેત બિહાર બીજેપીના પ્રદેશ અધ્યક્ષ દિલીપ જયસવાલે પહેલેથી જ આપી દીધો હતો. તેમણે પટનામાં યોજાયેલી એક બેઠક પછી કહ્યું હતું કે આ વખતે ચૂંટણીમાં કોઈ મોટા ભાઈ–નાના ભાઈની ભૂમિકા રહેશે નહીં.
એનડીએમાં સીટ શેરિંગનો ફોર્મ્યુલો નક્કી થયા પછી ચિરાગ પાસવાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું કે અમે એનડીએ (NDA) પરિવારે સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં બિહાર વિધાનસભા ચૂંટણી 2025 માટે બેઠકોનું વહેંચાણ પૂર્ણ કર્યું છે.