નેશનલ સ્પેસ ડેઃ ભવિષ્યમાં ભારતના અંતરિક્ષ મિશનો વિશે જાણીને વિશ્વ આખું ચોંકી જશે!

આજે 23 ઓગસ્ટે રાષ્ટ્રીય અવકાશ દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ અવકાશ ક્ષેત્રના મહાન વ્યક્તિત્વ, તેમની અસાધારણ સિદ્ધિઓ, લાભો અને તકોને સન્માન કરવા માટે કરવામાં આવે છે, જેમણે બ્રહ્માંડ વિશે ઘણા નવા તથ્યો ખોલ્યા છે. જે આપણે પહેલાં ક્યારેય જાણતા ન હતા. બ્રહ્માંડની આ શોધોએ આપણને એક સમાજ તરીકે વિકાસ કરવામાં ઘણી મદદ કરી છે. મહાન વૈજ્ઞાનિકોએ આપણા માટે એક ઉજ્જવળ ભવિષ્ય બનાવ્યું છે, જે આજે દેશને એક અદ્ભુત પરિણામ તરફ દોરી જાય છે. આજના દિવસે યુવાનોને ગણિત, વિજ્ઞાન, ટેક્નોલોજી અને એન્જિનિયરિંગને પ્રોત્સાહન આપવા માટે ઉજવવામાં આવે છે, જેને સામૂહિક રીતે ‘STEM’ તરીકે ઓળખવામાં આવે છે. કોઈપણ દેશનું ભવિષ્ય તેમના યુવાનોના હાથમાં રહેલું છે. આજના દિવસે તેમને અવકાશ વિજ્ઞાન સહિત વિજ્ઞાનમાં કારકિર્દી બનાવવા માટે પ્રેરણા પણ આપવામાં આવે છે.

અવકાશમાં પ્રથમ સંશોધન 20મી સદીમાં શરુ થયું હતું. તે સમયથી આપણે અવકાશની શોધમાં આટલા આગળ આવ્યા છીએ તે માનવું હજુ પણ મુશ્કેલ છે. ત્યારથી આપણે અવકાશમાં ઘણી જીતની ઉજવણી કરી છે, પછી ભલે તે ચંદ્ર પર ઉતરનાર પ્રથમ માનવ તરીકે હોય કે મંગળ પર પાણીની શોધ થઇ હોય. રાષ્ટ્રીય અવકાશ દિવસ પ્રથમ વખત 1997માં ઉજવવામાં આવ્યો હતો. ત્યારે લોકહીડ માર્ટિન કોર્પોરેશને એક દિવસીય ઇવેન્ટ તરીકે તેનું ઉદ્ઘાટન કર્યું હતું. ભૂતપૂર્વ અવકાશયાત્રી અને સેનેટર જ્હોન ગ્લેન દ્વારા 2001માં તેની વિશ્વવ્યાપી લોકપ્રિયતાને કારણે પાછળથી તેને આંતરરાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે જાહેરાત કરવામાં આવી હતી.

ઈસરોએ છેલ્લા કેટલાક દશકોમાં ઐતિહાસીક ઉપ્લબ્ધીઓ પ્રાપ્ત કરી છે. પીએસએલવી ભારતનું ભરોસેમંદ રોકેટ છે, જેણે અત્યારસુધી 50 થી વધારે મિશન પૂરા કર્યા છે. આ સૂર્ય સંનાદી અને લો અર્થ ઓર્બિટમાં ઉપગ્રહ મોકલવામાં માહિર છે. આ રોકેટની પ્રમુખ ઉપ્લબ્ધીઓની વાત કરીએ તો 2008 માં ચંદ્રયાન ભારતનું પહેલું ચંદ્ર મિશન હતું, જેણે ચંદ્રમા પર પાણીના અણુઓની ખોજ કરી હતી. વર્ષ 2013 માં મંગળયાન ભારતનું પહેલું મંગળ મિશન હતું જે પ્રથમ પ્રયત્નમાં સફળ રહ્યું. આ દુનિયાનું સૌથી સસ્તું મંગળ મિશન હતું કે જેનો ખર્ચ માત્ર 450 કરોડ રૂપીયા હતો. વર્ષ 2017 માં પીએસએલવીએ 108 ઉપગ્રહ લોન્ચ કરીને વિશ્વ રેકોર્ડ બનાવ્યો.

વર્ષ 2008 માં ચંદ્રયાન 1 દ્વારા ચંદ્રમાની સપાટી પર પાણી હોવાની પુષ્ટી થઈ હતી. વર્ષ 2019 માં આનું લેન્ડર ક્રેશ થઈ ગયું હતું પરંતુ ઓર્બિટર આજે પણ ચંદ્રમાની પરિક્રમા કરી રહ્યું છે અને મહત્વનો ડેટા મોકલી રહ્યું છે. વર્ષ 2023 માં ચંદ્રયાન-3 એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર લેન્ડિંગ કરીને ભારતનું નામ રોશન કર્યું હતું. પ્રજ્ઞાન રોવરે ત્યાંની માટી અને ખડકોનું વિશ્લેષણ કર્યું.

આ સિવાય ગગનયાન ભારતનું પ્રથમ માનવ અંતરિક્ષ મિશન છે જે 2026 માં લોન્ચ થશે. આની અંતર્ગત અંતરિક્ષ યાત્રી 400 કિલોમીટર ઉપર લો અર્થ ઓર્બિટમાં 3-7 દિવસ વિતાવશે. એલવીએમ-3 રોકેટ લોન્ચ કરવા માટે ભારત સૌથી તાકાતવર રોકેટનો ઉપયોગ કરશે. આ માટે ચાર વાયુસેનાના પાયલટ પ્રશિક્ષણ લઈ રહ્યા છે. ગગનયાનમાં સ્વદેશી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગગનયાનમાં ક્રોયોજેનિક એન્જિન, હિટ શિલ્ડ અને લાઈફ સપોર્ટ સિસ્ટમ ભારતમાં બનેલા છે. ઈસરોએ વર્ષ 2024 માં ગગનયાન માનવ રહિત મિશન અને પેડ અર્બોર્ટ ટેસ્ટ સફળતાપૂર્વક પૂરા કર્યા છે અને જે આની તૈયારીનો ભાગ છે.

મંગળયાન લોન્ચ કરીને મંગળ પ્રથમ પ્રયત્નમાં જ મંગળ પર પહોંચનારો પ્રથમ દેશ બની ગયો. ઈસરોએ હવે શુક્ર ગ્રહનું અધ્યયન કરવા માટે શુક્રયાન અને ચંદ્રયાન-4ની તૈયારી કરી રહ્યું છે. ઈસરોનું લક્ષ્ય વર્ષ 2047 સુધી ભારતને અંતરિક્ષની મહાશક્તિ બનાવવાનું છે. આના માટે ઈસરોની કેટલીક પ્રમુખ યોજનાઓ પણ છે. જેમાં શુક્ર ગ્રહની સપાટી અને વાતાવરણનું અધ્યયન કરવાનું, ચંદ્રયાન 4 દ્વારા ચંદ્રમા પરથી માટી અને ખડકોના નમૂના લાવવા. BAS નામથી પાંચ મોડ્યુલ વાળું અંતરિક્ષ સ્ટેશન, વર્ષ 2035 બાદ મંગળ પર મનુષ્યને મોકલવાની યોજના, અંતિરિક્ષમાં પર્યટન વિકસાવવાની યોજનાનો સમાવેશ થાય છે.

જો કે, આને લઈને કેટલાક પડકારો પણ ઈસરો સામે ઉભા છે. જેમાં અંતરિક્ષ મિશનોનો મોટો ખર્ચ, જેમાં BAS નો ખર્ચ 20,000 કરોડ રૂપીયા છે, સ્પેસ ડેબ્રિસ અને ટેક્નિકલ જટીલતા એ મોટા પડકારો છે. જો કે, ઈસરો પાસે કેટલાક બહુ મોટા અવસરો પણ છે. જેમાં ઈસરોની સફળતાઓ મેક ઈન ઈન્ડિયાને વેગ આપી રહી છે. HAL, BEL અને પ્રાઈવેટ કંપનીઓ અંતરિક્ષમાં યોગદાન આપી રહી છે. આ રોજગાર અને નવાચાર માટે નવા અવસરો લઈને આવશે.

Share This Article
Translate »