નાગેશ્વર જ્યોતિર્લીંગઃ ભગવાને રાક્ષસોના ત્રાસમાંથી ભક્તોને અપાવી હતી મુક્તિ!

सौराष्ट्रे सोमनाथं च श्रीशैले मल्लिकार्जुनम्।

उज्जयिन्यां महाकालम् ओंकारं ममलेश्वरम्॥

परल्यां वैद्यनाथं च डाकिन्यां भीमशंकरम्।

सेतुबंधे तु रामेशं नागेशं दारुकावने

वाराणस्यां तु विश्वेशं त्र्यम्बकं गौतमीतटे।

हिमालये तु केदारं घुश्मेशं च शिवालये॥

પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. ત્યારે આજે પ્રદેશ24 ગુજરાતીના વેબપોર્ટલ પરથી આપણે આજે નાગેશ્વર જ્યોતિર્લીંગનો મહિમા જાણીએ અને ભગવાન નાગેશ્વર મહાદેવના દર્શન કરીએ.

નાગેશ્વરનો અર્થ નાગોના ભગવાન એવો થાય છે અને તે વિષથી મુક્તિ અર્થાત શિવજી દ્વારા ખરાબ વૃત્તિઓથી મુક્તિને પ્રદર્શિત કરે છે. રુદ્ર સંહિતામાં શિવને દારુકાવન નાગેશમ્ તરીકે ઓળખાવ્યા છે. નાગેશ્વરને પૃથ્વી પરનું પ્રથમ જ્યોતિર્લિંગ માનવામાં આવે છે.

શિવ પુરાણ અનુસાર નાગેશ્વર દારુકાવન (એક પૌરાણીક જંગલનું નામ)માં આવેલું છે. અન્ય પ્રાચીન ગ્રંથો જેવા કે કામ્યકવન, દ્વૈતવન અને દંડકવન આદિમાં દારુકાવનનો ઉલ્લેખ આવે છે.

દારુકા નામની રાક્ષસી એ મહાન તપ કરીને દેવી પાર્વતીને પ્રસન્ન કર્યા. તેણે માતાને કહ્યું હતું કે “વનમાં ઘણી ઔષધિઓ હોય. જ્યાં લોકોને તેની જરૂરત હોય ત્યાં હું વનને લઇ જઈ શકું એવું વરદાન આપો.” માતાએ તેને સત્કર્મ કરવા માટે વરદાન આપી દીધું.

શિવપુરાણ અનુસાર સુપ્રિય નામના શિવભક્ત અને અન્યોને દારુકાએ દારુકવનમાં બંદી બનાવી રાખ્યા હતા. આ વન સર્પોનું હતું અને દારુકા તેમની સ્વામીની હતી. સુપ્રિયના કહેવાથી સૌએ શિવના જાપ શરૂ કર્યાં અને ભોળાનાથ પ્રકટ થયાં, તેમણે રાક્ષસોનો નાશ કર્યો અને ત્યાં જ્યોતિર્લિંગ તરીકે રહેવા લાગ્યાં.

“નાગેશ્વર” શબ્દ બે ભાગોમાં વહેંચાય છે, નાગ એટલે કે સર્પ અને ઈશ્વર એટલે ભગવાન. એટલે તેનો અર્થ થયો “સર્પોના સ્વામી” અથવા “નાગોના ઈશ્વર”. પૌરાણિક માન્યતાઓ અનુસાર, આ સ્થળે ભગવાન શિવે ભક્તના રક્ષણ માટે દાનવનો સંહાર કર્યો હતો,જે સર્પના સ્વરૂપમાં ભક્તને ડરાવી રહ્યો હતો. તેથી આ સ્થાનનું નામ “નાગેશ્વર” પડ્યું.

સુપ્રિયા નામના એક મહાન શિવભક્ત દરિયાકાંઠે શિવલિંગની ઉપાસના કરતા હતા. એક વખત દરિયામાં રહેતા દારુક નામના અસુરે સુપ્રિયાને બાંધી લીધો. દારુક અને તેની પત્ની દરુકાએ દરિયાની તળિયે પોતાનું રાજ્ય બનાવ્યું હતું, જ્યાં તેઓ માનવોને કેદ કરીને ત્રાસ આપતા.સુપ્રિયાએ કેદમાં પણ ભગવાન શિવની આરાધના ચાલુ રાખી અને “ઓમ નમઃ શિવાય” મંત્રનો જાપ કરવાનું બંધ ન કર્યું. તેના અડગ ભક્તિને જોઈને ભગવાન શિવ પ્રગટ થયા અને દારુકનો સંહાર કર્યો. આ પછી ભગવાને અહીં જ પોતાના સ્વરૂપે જ્યોતિર્લિંગ રૂપે નિવાસ કર્યો, જે પછી ભગવાન “નાગેશ્વર” તરીકે ઓળખાયા.

શિવ પુરાણ મુજબ, નાગેશ્વર જ્યોતિર્લિંગ પ્રાચીન સમયમાં “દારુકાવન” તરીકે ઓળખાતા એક જંગલ વિસ્તારમાં આવેલ છે. “દારુકાવન”નું નામ ભારતના પ્રાચીન સાહિત્ય અને મહાકાવ્યોમાં પણ જોવા મળે છે. આવા જંગલોના ઉલ્લેખ કામ્યકવન, દ્વૈતવન અને દંડકવન જેવા અન્ય પૌરાણિક વનોની યાદીમાં મળે છે.

આમ તો આપણે સહુ માનીએ છીએ કે, નાગેશ્વર જ્યોતિર્લીંગ ગુજરાત રાજ્યના દ્વારકા પાસે આવેલું છે. જો કે, નાગેશ્વર જ્યોતિર્લીંગ અંગે વિદ્વાનોમાં મતમતાંતરો પણ છે. કહેવાય છે કે, આ જ્યોતિર્લિંગનું મૂળ મંદિર મહારાષ્ટ્રના ઔંધમાં આવેલું છે. ગુજરાતના દ્વારકાની સીમમાં પણ આવા એક મંદિરનો દાવો ૧૯૮૦ના દાયકા બાદ કરવામાં આવતો રહ્યો છે. આ ઉપરાંત ઉત્તરાખંડના અલમોડા સ્થિત જગતેશ્વર મંદિર પણ નાગેશ્વર જ્યોતિર્લિંગનું મંદિર હોવાનો દાવો થાય છે.

Share This Article
Translate »