Hyundai Creta ની છુટ્ટી કરવા આવી રહી છે Maruti ની નવી SUV: જાણો સ્પેસિફીકેશન અને ફિચર્સ

Hyundai ની Creta ને ટક્કર આપવા માટે મારુતિ સુઝુકી 3 સપ્ટેમ્બર 2025 ના રોજ ભારતમાં પોતાની નવી મિડ-સાઈઝ એસયુવી લોન્ચ કરવા જઈ રહી છે. આ કારનો મુકાબલો હ્યુન્ડાઈ ક્રેટા અને કિઆ સેલ્ટોસ જેવી ગાડીઓ સાથે થશે. Y17 કોડનેમ વાળી આ કારને અત્યારે મારુતિ સ્કુડો તરીકે ઓળખવામાં આવી રહી છે. પરંતુ લોન્ચના સમયે આનું લોસ્ટ પ્રોડક્શન નામ બદલવામાં આવી શકે છે.

નવા મોડલનું વેચાણ મારુતિના એરિના ડિલરશીપના માધ્યમથી કરવામાં આવશે કે જે બ્રેઝાથી ઉપર છે પરંતુ ગ્રેન્ડ વિટારાથી નીચે હશે. આ સેગ્મેન્ટમાં અત્યારે ક્રેટા સૌથી આગળ છે અને સ્કોડા કુશાક, વોક્સવેગન, તાઈગુન, અને હોન્ડા એલિવેટ જેવી બીજી કારો પણ આનો જ ભાગ હશે.

જો કે, હજી સત્તાવાર રીતે આની પુષ્ટિ થવાની બાકી છે, પરંતુ એવી અપેક્ષા છે કે એસ્કુડો એસયુવીમાં ગ્રાન્ડ વિટારા જેવું પાવરટ્રેન આપવામાં આવશે. રિપોર્ટ્સ મુજબ, તેમાં ઘણા પાવરટ્રેન વિકલ્પો હશે, જેમાં 1.5-લિટર સ્ટ્રોંગ હાઈબ્રિડ પણ સામેલ છે, જે 150 બીએચપી પાવર અને 263 એનએમ ટોર્ક આપે છે અને તેને ઈ-સિવિટી ગિયરબોક્સ સાથે જોડવામાં આવ્યું છે.

મારુતિ સુઝુકી એસ્કુડો એસયુવી : ફીચર્સ

આ એસયુવીમાં 1.5-લિટર K15 નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જિન આપવામાં આવી શકે છે, જે 100 હોર્સ પાવર જનરેટ કરશે. તેમાં એક વૈકલ્પિક CNG વર્ઝન પણ હશે, જે 88 હોર્સ પાવર આપશે. મહત્વની વાત એ છે કે એસ્કુડો મારુતિનું પહેલું એવું મોડલ બની શકે છે, જેમાં અન્ડરબોડી CNG કિટ આપવામાં આવશે, જેથી બૂટ સ્પેસ વધારે મળશે. સાથે જ એક 4WD ઓપ્શન પર પણ વિચાર કરવામાં આવી રહ્યો છે, કારણ કે ગ્રાન્ડ વિટારાનો માઇલ્ડ હાઇબ્રિડ યુનિટ સુઝુકીના ઓલ ગ્રિપ સિલેક્ટ AWD સિસ્ટમ સાથે આવશે.

મારુતિ સુઝુકી એસ્કુડો એસયુવી : એન્જિન

હાલમાં તેની સત્તાવાર માહિતી બહાર આવી નથી, પરંતુ અપેક્ષા છે કે એસ્કુડો એસયુવીમાં ગ્રાન્ડ વિટારા જેવું પાવરટ્રેન આપવામાં આવશે. રિપોર્ટ્સ મુજબ, તેમાં ઘણા પાવરટ્રેન વિકલ્પો મળશે, જેમાં 1.5-લિટર સ્ટ્રોંગ હાઇબ્રિડ પણ શામેલ છે, જે 150 બીએચપી પાવર અને 263 એનએમ ટોર્ક જનરેટ કરે છે અને તેને ઇ-સિવિટી ટ્રાન્સમિશન સાથે જોડવામાં આવ્યું છે.

Share This Article
Translate »