બિહારના મધેપુરાથી એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીંયા એક મહિલાએ પોતાના પતિને પોતાના જમાઈ અને જીજા સાથે મળીને મારી નાંખ્યો. મુરલીગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના ખાડી ગામની એક મહિલાનું અફેર એક યુવક સાથે ચાલી રહ્યું હતું. તેણે પોતાના અવૈધ સંબંધોને છુપાવવા માટે પોતાની 12 વર્ષની નાબાલિક દિકરીના લગ્ન પોતાના પ્રેમી સાથે કરાવી દિધા અને તેને જમાઈ બનાવી લીધો.
ત્યારબાદ તે પોતાના પતિને કહી રહી હતી કે એક વિઘા જમીન જમાઈના નામે કરી દો પરંતુ તેનો પતિ માની રહ્યો નહોતો. ત્યારે જમાઈ અને બનેવી સાથે મળીને પતિની હત્યા કરી નાંખી. તેણે પતિને પહેલા એક બહાનું કરીને ઘરની બહાર બોલાવ્યો અને પછી ત્રણેય લોકોએ મળીને મહિલાના પતિની ગળુ દબાવીને હત્યા કરી નાંખી. મહિલાની સાસુએ ત્રણેય આરોપીઓ વિરૂદ્ધ કેસ નોંધાવ્યો છે.
મૃતક જશવંત યાદવની માં ઉર્મિલા દેવીએ મુરલીગંજ પોલીસ સ્ટેશનમાં FIR નોંધાવી છે. ઉર્મિલા દેવીએ ફરિયાદમાં જણાવ્યું કે, મારી વહુ પુનિતા દેવીએ જમાઈ અમિત કુમાર અને બનેવી રાજેશ યાદવ સાથે મળીને મારા દિકરાની હત્યા કરી નાંખી છે. જશવંતનો મૃતદેહન બેલો પિપરાહી ગામમાં મળ્યો. મૃતકની માતાએ જણાવ્યું કે, મારી વહુના અનૈતિક સંબંધો વિશે જ્યારે મારા દિકરાને ખબર પડી ત્યારે બંન્ને વચ્ચે ઝઘડો પણ થયો હતો.
પત્નીના જમાઈ સાથેના અનૈતિક સંબંધોનો ખ્યાલ આવ્યા બાદ જશવંતે આનો વિરોધ કર્યો જેને લઈને ત્રણ વર્ષથી બંન્ને વચ્ચે ઝઘડો ચાલી રહ્યો હતો. આરોપી પત્નીએ પોતાના જમાઈ અને દિકરી સાથે અન્ય જગ્યાએ ભાડે રહેવાનું શરૂ કર્યું હતું. મહિલાનું જમાઈ અમિત કુમાર સાથે છેલ્લા ઘણા સમયથી અનૈતિક સંબંધો ચાલી રહ્યા હતા. ઉર્મિલા દેવીએ આરોપ લગાવતા જણાવ્યું કે, આને જ છુપાવવા માટે તેણે પોતાની દિકરીના લગ્ન અમિત સાથે કરાવ્યા હતા.