ગુજરાતમાં ચાલી રહેલા ડબ્બા ટ્રેડિંગના મોટા નેટવર્કનો પર્દાફાશઃ 5 લોકો ઝડપાયા

ભરૂચ જિલ્લાની એલસીબી (લોકલ ક્રાઇમ બ્રાંચ) દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ સોના આઈસ ઈન્ડસ્ટ્રીઝની ઓફિસમાં છાપેમારી કરીને શેરબજારના ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ અને જુગારના અંડરગ્રાઉન્ડ નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પોલીસે કુલ ૫ આરોપીઓને ઝડપી પાડ્યા છે, જ્યારે ૫ જેટલા આરોપી ફરાર થઈ ગયા છે. પોલીસએ આ રેડ દરમિયાન કુલ રૂ.૩૦,૩૮,૪૫૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

રેડ દરમ્યાન પાંચ શખ્સો ફરાર

પોલીસે પકડેલા આરોપીઓમાં નીચેના શખ્સોનો સમાવેશ થાય છે:

  1. અલ્તાફ હુસેન ઘોઘારી – રહે. મકાન નં. બી/૩૧૧, ચીકુવાડી, અંકલેશ્વર

  2. આદમ હુસેન ઘોઘારી – રહે. મકાન નં. ડી/૨, ચીકુવાડી, અંકલેશ્વર

  3. સાજીદ હુસેન ઘોઘારી – રહે. મકાન નં. ૨૫-૨૬, ચીકુવાડી, અંકલેશ્વર

  4. રમેશ મગન જસાણી – રહે. સુંદરવન એપાર્ટમેન્ટ, હવેલી ચોક, અંકલેશ્વર

  5. ચંદ્રસિંહ આનંદસિંહ રાવત – રહે. જલદર્શન સોસાયટી, નવી કોલોની, અંકલેશ્વર

ફરાર આરોપીઓમાં અલ્પેશ, જીએમ જામનગર, અલ્ફેઝ ઉર્ફે રાજા, જી ધામ અને ગૌરાંગના નામો સામે આવ્યા છે.

ઓફિસમાં ડબ્બા ટ્રેડિંગ અને જુગારનો ધંધો

અલ્તાફ ઘોઘારી પોતાની ઓફિસમાંથી લોકો પાસેથી રોકડા રૂપિયા લઈને વિવિધ રંગના ટોકન આપતો અને પત્તા-પાનાનો જુગાર ચલાવતો હતો. સાથે સાથે, તે “મની કંટ્રોલ” અને “બેટવર ૭૭” જેવી ઓનલાઈન એપ્લિકેશનો મારફતે ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ ચલાવી રહ્યો હતો.

તપાસમાં ખુલ્યું કે અલ્તાફે કુલ રૂ.૯,૦૯,૦૦,૭૯૧ના ગેરકાયદેસર શેર સોદા કર્યા હતા, જેના કારણે સરકારે ટેક્સમાં મોટું નુકસાન વેઠવું પડ્યું હતું.

કુલ રૂ.૩૦ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે

પોલીસે રેડ દરમિયાન નીચે મુજબનો મુદ્દામાલ કબ્જે કર્યો:

  • રોકડ રકમ: રૂ.૧,૬૮,૪૫૦

  • મોબાઇલ ફોન: ૧૦ નંગ (કી.રૂ.૩,૨૦,૦૦૦)

  • વાહનો: ૩ ફોર વ્હીલર અને ૧ ટુ વ્હીલર (કી.રૂ.૨૫,૫૦,૦૦૦)

  • પીડીએફ ફાઇલો અને સ્ક્રીનશોટ સહિત ૧૭૪ દસ્તાવેજો

આ રીતે કુલ રૂ.૩૦,૩૮,૪૫૦નો મુદ્દામાલ કબ્જે થયો છે.

જુગાર અને શેરબજારના ગેરકાયદેસર નેટવર્કનો ભાંડાફોડ

આ કેસ માત્ર જુગારનો નથી, પરંતુ શેરબજારના ડબ્બા ટ્રેડિંગના નેટવર્કનો પણ પર્દાફાશ ગણાય છે. પોલીસે આરોપીઓ સામે જુગાર અધિનિયમ કલમ-૬, સેબી નિયમોનો ભંગ, છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનાઓ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે એલસીબી દ્વારા તીવ્ર તપાસ શરૂ કરવામાં આવી છે.

Share This Article
Translate »