વિદેશની ધરતી પર ખાલીસ્તાનીઓએ કર્યો મોટો કાંડઃ બનાવ્યું પોતાનું દૂતાવાસ!

કેનેડામાં ભારત વિરૂદ્ધ ખાલીસ્તાનીઓ સતત માથુ ઉંચકી રહ્યા છે. ત્યારે હવે ખાલીસ્તાનીઓએ બનાવટી ખાલીસ્તાની દૂતાવાસ બનાવી દિધું છે. આ દૂતાવાસ પર હરદીપ સિંહ નિજ્જરના પોસ્ટર લગાવ્યા છે. નિજ્જર ખાલિસ્તાન આંદોલનનો મુખ્ય ચહેરો હતો. જેમની અમેરિકામાં અજાણ્યા શખ્સોએ ગોળી મારીને હત્યા કરી હતી. ખાલિસ્તાને પોતાના નકલી દૂતાવાસનું નામ રિપબ્લિક ઓફ ખાલિસ્તાન રાખ્યુ છે.

કેનેડામાં ખાલિસ્તાનીઓનું મોટું ષડયંત્ર સામે આવ્યુ છે. કેનેડામાં ખાલિસ્તાનીઓએ રિપબ્લિક ઓફ ખાલિસ્તાનનું દૂતાવાસ બનાવ્યું છે. નકલી દૂતાવાસની માહિતી મળતા જ ભારતની તપાસ એજન્સીઓ એલર્ટ થઇ છે. આ માહિતી એવા સમયે સામે આવી છે કે, જ્યારે ભારત અને કેનેડાના સંબંધો સુધરવાની દિશામાં આગળ વધી રહ્યા હતા. સરેમાં ખાલિસ્તાની આતંકીઓની ગતિવિધિઓ પર ભારતીય એજન્સીની નજર છે. નિજ્જરને ભારતે આતંકવાદી જાહેર કર્યો છે. કેનેડામાં આખલિસ્તાની સંગઠન SFJ એટલે કે Sikhs for Justiceએ આવનારા દિવસોમાં વધુ એક બનાવટી શીખ જનમત સંગ્રહ કરાવવાની જાહેરાત કરી છે. સુરક્ષા એજન્સીઓને આશંકા છે કે, ન માત્ર ભારતમાં હિંસા ફેલાવવામાં આવી રહી છે. પરંતુ વિદેશી ધરતી પરથી ભારતને પડકાર પણ આપવામાં આવી રહ્યો છે.

કેનોડા ખાલીસ્તાનીઓનો ગઢ છે. ખાલિસ્તાનીઓએ પ્રથમ વાર પોતાની કરન્સી જાહેર કરી હતી. કેનેડાના ભૂતપૂર્વ પીએમ જસ્ટિન ટૂડ્રો પણ ખાલિસ્તાનનું સમર્થન કરતા જોવા મળે છે. જસ્ટિન ટૂડ્રોના કારણે ભારત અને કેનેડા વચ્ચે સંબંધો ખત્મ થવાની અણીએ હતા. પરંતુ જસ્ટિન ટૂડ્રો સત્તા પરથી દુર થતા હવે રાજનૈતિક પરિસ્થિતિ બદલાઈ છે.

Share This Article
Translate »