જમ્મુ-કાશ્મીરઃ વાદળ ફાટતા મચી ગઈ તબાહી, 10 થી વધારે લોકોના મોત!

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના પડ્ડર સબ ડિવિઝન વિસ્તારમાં આભ ફાટતાં વિનાશક દૃશ્યો સર્જાયા છે. અહીં ચિશોતી ગામમાં મચૈલ માતાના મંદિર નજીક આભ ફાટ્યાની સ્થિતિ સર્જાતા ફ્લેશ ફ્લડ આવ્યું હતું. અચાનક પૂરની સ્થિતિને કારણે લોકો માટે કપરી સ્થિતિ સર્જાઈ હતી. અત્યાર સુધી 15થી વધુ લોકોના મૃતદેહ મળી ચૂક્યા છે. આ મામલે ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી એક્ટિવ થયા હતા અને તેમણે જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ સાથે વાતચીત કરીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો. ઉલ્લેખનીય છે કે મચૈલ માતાના મંદિરે યાત્રા ચાલુ હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુુુઓની હાજરી હતી જેના કારણે મૃતકાંક વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં એનડીઆરએફ અને અન્ય બચાવ એજન્સીઓ રાહત અને બચાવની કામગીરી કરી રહી છે.

જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના પંઢર સબ-ડિવિઝનમાં વાદળ ફાટવાનો એક કિસ્સો સામે આવ્યો છે. પંઢરના ચિશોટી ગામમાં માચૈલ માતા મંદિર પાસે વાદળ ફાટવાની ઘટના બાદ વિસ્તારમાં અચાનક પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ઘટના બાદ વહીવટીતંત્ર તાત્કાલિક કાર્યવાહીમાં લાગી ગયું છે. આ સાથે, નુકસાનનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે અને જરૂરી બચાવ અને તબીબી વ્યવસ્થાપન વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ ઘટનામાં 10 લોકોના મોત થયા છે. સાથે જ ભારે નુકસાનની પણ આશંકા છે. ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. વાદળ ફાટ્યા બાદ આ વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. મૃત્યુઆંક વધવાની પણ શક્યતાઓ છે.

આ ઉપરાંત કાશ્મીરના રાજૌરી અને મેંઢરમાં પણ આભ ફાટ્યાની સ્થિતિ સામે આવી છે. ઘટનાની જાણકારી મળતાં મંત્રી જિતેન્દ્ર સિંહ પણ એક્ટિવ થયા હતા. તેમણે આ મામલે કહ્યું કે નુકસાનનું આકલન કરવામાં આવી રહ્યું છે. દરેક સંભવ મદદ પહોંચાડવાના પ્રયાસો હાથ ધરાયા છે.

જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકતાં લખ્યું કે ચિશોતી કિશ્તવાડમાં આભ ફાટતાં વ્યથિત છું. શોક સંતપ્ત પરિવારો પ્રત્યે સંવેદના અને ઘાયલોના શીઘ્ર સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું. સિવિલ, સેના, પોલીસ, એનડીઆરએફ અને એસડીઆરએફ અધિકારીઓને બચાવ તથા રાહત અભિયાનને ઝડપી કરવા અને દરેક અસરગ્રસ્તોને સંભવ સહાય કરવા નિર્દેશ આપું છું.

Share This Article
Translate »