એશિયા કપ માટે BCCIએ જાહેર કરેલી ટીમમાં એક ચોંકાવનારો નિર્ણય લેવામાં આવ્યો છે, ટીમમાં સૂર્યકુમાર યાદવને કેપ્ટન તરીકેની જવાબદારી સોંપાઈ છે, પરંતુ અક્ષર પટેલના હાથમાંથી વાઈસ કેપ્ટન તરીકેની જવાબદારી લઈને શુભમન ગિલને સોંપાઈ છે. આ સિવાય ટીમમાં વિકેટકીપર તરીકે સંજુ સેમસન અને જિતેશ શર્માને સ્થાન આપવામાં આવ્યું છે.
વાઈસ કેપ્ટન હોવાના નાતે પ્લેઈંગ ઈલેવનનો પણ ભાગ હશે ગિલ
વચ્ચે એ પ્રકારના સમાચારો સામે આવ્યા હતા કે, ગિલ એશિયા કપના સ્ક્વોડનો ભાગ નહીં હોય. ઓપનર તરીકે અભિષેક શર્મા અને સંજૂ સેમસન દેખાશે તો ત્રીજા સલામી બેટ્સમેન તરીકેની ભૂમિકા યશસ્વી જયસ્વાલ નિભાવતા નજરે પડશે. પરંતુ ટીમની જાહેરાત કરવામાં આવી તો તેમાં યશસ્વીનું નામ નહોતું. હવે જ્યારે શુભમન ગિલ ટીમના ઉપકેપ્ટન છે ત્યારે એ પણ નક્કી છે કે, તેઓ પ્લેઈંગ ઈલેવનનો ભાગ હશે જ. પરંતુ શુભમન કયા નંબરે બેટિંગ માટે આવશે તે ખૂબ જ મહત્વનું હશે.
એશિયા કપ માટે ટીમ ઈન્ડિયા
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જિતેશ શર્મા (વિકેટ કીપર), જસપ્રિત બુમરાહ, અર્શદિપ સિંહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ, સંજૂ સેમસન (વિકેટ કીપર), હર્ષિત રાણા, રિંકૂ સિંહ.