હાઈએલર્ટ પર મૂકાયા ભારતના તમામ એરપોર્ટઃ મળી છે ગંભીર ગુપ્તચર જાણકારી!

દેશના મોટા એરપોર્ટ પર અત્યારે સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવામાં આવી છે. આ પગલું બ્યુરો ઓફ સિવિલ એવીએશન સિક્યોરિટીની ચેતવણી બાદ લેવામાં આવ્યું છે. BCAS ને આશંકા છે કે, 22 સપ્ટેમ્બર થી 2 ઓક્ટોબર 2025 વચ્ચે આતંકવાદી હુમલાઓ થઈ શકે છે. આ ખતરાને ધ્યાનમાં રાખતા તમામ એરપોર્ટને હાઈએલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે. સુરક્ષામાં વધારો ગુપ્તચર જાણકારી મળ્યા બાદ કરવામાં આવ્યો છે.

ગુપ્તચર વિભાગને જાણકારી મળી છે કે, કેટલાક અસામાજિક તત્વો કંઈક ગડબડ કરવાની યોજનાઓ બનાવી રહ્યા છે. આને ધ્યાનમાં રાખતા નાગરિક ઉડ્ડયન મંત્રાલયે 4 ઓગસ્ટના રોજ એક એડવાઈઝરી જાહેર કરી હતી. આ એડવાઈઝરી તમામ એરપોર્ટ, રનવે, હેલીપેડ અને પ્રશિક્ષણ સંસ્થાનોમાં સુરક્ષા વ્યવસ્થા વધારવા માટે છે.

સુરક્ષા માટે કડક પગલાં

તમામ એરપોર્ટ્સ પર 24×7 પેટ્રોલિંગ, ખાસ કરીને ટર્મિનલ, પાર્કિંગ, અને પેરિમીટર વિસ્તારોમાં સુરક્ષા વધારવાની સૂચના.

સ્ટાફ, વિઝિટર્સ અને કોન્ટ્રાક્ટર્સ માટે ID ચેક કડક કરવામાં આવશે.

સીસીટીવી સિસ્ટમ સંપૂર્ણ રીતે કાર્યરત અને નિત્ય નિરીક્ષણ હેઠળ હોવી જોઈએ.

તમામ કાર્ગો અને મેઈલનું કડક સ્ક્રિનિંગ ફરજિયાત બનાવાયું છે, તેમાં પણ આંતરરાષ્ટ્રીય તેમજ દેશી ઉડાનો સમાવિષ્ટ છે.

BCAS એ તમામ સ્ટેકહોલ્ડર્સને જેમાં એરલાઈન્સ, એરપોર્ટ ઓથોરિટીઝ અને રાજ્ય પોલીસનો સમાવેશ થાય છે. સ્થાનિક પોલીસ, CISF, IB અને અન્ય સુરક્ષા એજન્સીઓ સાથે સતત સંકલનમાં રહેવાની સૂચના આપી છે. દરેક ઈન્ટેલિજન્સ ઇનપુટ કે એલર્ટની તાત્કાલિક માહિતી દરેક સંબંધિત એજન્સીને પહોંચાડી દેવાની ફરજ ઊભી કરવામાં આવી છે.

ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર ખાસ નજર

આ નિર્દેશ માત્ર ડોમેસ્ટિક ફ્લાઈટ્સ માટે જ નથી પરંતુ ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ પર પણ ખાસ નજર રાખવામાં આવી રહી છે. તમામ વિમાન સેવાઓ દ્વારા એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે, વિમાનમાં લોડ થતા પહેલા તમામ પેસેન્જર્સ અને તેમના માલ-સામાનની યોગ્ય રીતે તપાસ કરવામાં આવે. ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ શિપમેન્ટ માટે આવનારા મેલ પાર્સલની પણ કડક તપાસ કરવાના નિર્દેશ આપી દેવામાં આવ્યા છે.

એક્શન મોડમાં એરપોર્ટ ઓથોરિટી

એરપોર્ટ ઓથોરિટી અત્યારે એક્શન મોડમાં આવી ગઈ છે. એરપોર્ટ ઓથોરિટીએ એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે તમામ કર્મચારીઓ, કોન્ટ્રાક્ટરો અને એરપોર્ટ પર આવનારા તમામ લોકોની યોગ્ય રીતે ઓળખ કરવામાં આવે. જો કોઈ વ્યક્તિ મંજૂરી વગર જ એરપોર્ટમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કરે તો તેને રોકી લેવામાં આવશે અને સંબંધિત અધિકારીઓ દ્વારા તેના પર કાર્યવાહી કરવામાં આવશે. આ સિવાય એપણ સુનિશ્ચીત કરવામાં આવશે કે તમામ CCTV કેમેરા ચાલુ રહે અને તેનાથી સતત મોનિટરીંગ કરવામાં આવશે. જો કોઈ શંકાસ્પદ વ્યક્તિ, કોઈ વ્યક્તિનો સંદિગ્ધ વ્યવહાર, અથવા લાવારીસ વસ્તુ દેખાય તો તુરંત જ કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે.

Share This Article
Translate »