પાકિસ્તાનને હરાવી એશિયા કપ જીત્યું ભારત, પણ ટ્રોફી ન લીધીઃ કારણ છે ગજબ!

ભારતીય ટીમે પાકિસ્તાનને હરાવી એશિયા કપ 2025નો ખિતાબ જીત્યો પરંતુ ટ્રોફી લીધી ન હતી. પાકિસ્તાનના ગૃહમંત્રી મોહસિન નકવી એશિયાઈ ક્રિકેટ પરિષદના અધ્યક્ષ છે. ભારતીય ટીમે સ્પષ્ટ કરી દીધું હતુ કે, તે નકવીના હાથે ટ્રોફી લેશે નહી. નકવી ખુદ ટ્રોફી આપવા માંગતો હતો. આ કારણે ભારતીય ટીમે ટ્રોફી લીધી નહી. ત્યારબાદ મોહસિન નકવી પોતાની સાથે ટ્રોફી અને ટીમ ઈન્ડિયાના ખેલાડીઓના મેડલ લઈ પોતાની સાથે લઈ ચાલતી પકડી હતી.

એશિયા કપની ટ્રોફી લેવાની ના પાડ્યા બાદ કેપ્ટન સૂર્યકુમાર યાદવે તિલક વર્માની સાથે ફોટો શેર કર્યો હતો. આ ફોટોમાં તેમણે ઈમોજીથી ટ્રોફી બનાવી હતી. તેમણે કેપ્શનમાં લખ્યું હતુ કે, મેચ પૂરી થયા બાદ માત્ર ચેમ્પિયનને યાદ રાખવામાં આવે છે ટ્રોફી કે ફોટાને નહી. ભારતીય ટીમે રવિવારના રોજ એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને 5 વિકેટથી હાર આપી હતી. પહેલગામ આતંકીહુમલા બાદ ભારત સરકારના ઓપરેશન સિંદૂરની પૃષ્ઠભૂમિ સામે, સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન બંને ટીમો વચ્ચે તણાવ ચાલુ રહ્યો.

મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં સૂર્યકુમારે કહ્યું, “મેં ક્યારેય કોઈ વિજેતા ટીમને ટ્રોફી ન મળે તેવું જોયું નથી. પરંતુ મારા માટે, મારા ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ જ મારી સાચી ટ્રોફી છે.” ભારતીય ટીમે આખી ટૂનામેન્ટમાં ક્યારે પણ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા ન હતા. ભારતે ટૂર્નામેન્ટમાં પાકિસ્તાન સામે 3 મેચ રમી હતી. આ ત્રણેય મેચ ભારતીય ટીમે જીતી હતી.

Share This Article
Translate »