અમેરિકન ટેરિફનો ભારતના અર્થતંત્ર પર મોટો ફટકો પડે તેવી શક્યતાઓ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય આયાત પર 25% વધારાના ટેરિફની સત્તાવાર નોટિસ જાહેર કરી છે. હવે ભારતે 27 ઑગસ્ટની મધરાત્રિથી 50% ટેરિફ ચૂકવવો પડશે. આદેશમાં જણાવાયું છે કે રશિયા દ્વારા અમેરિકાને અપાતી ધમકીઓના જવાબમાં ભારતને લક્ષ્ય બનાવવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદની રેલીમાં જણાવ્યું કે અમેરિકા ભલે કોઈ દબાણ કરે, ભારત ઝૂકશે નહીં. રશિયા પાસેથી તેલ અને શસ્ત્રોની ખરીદી અમારી ઊર્જા અને રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં જરૂરી છે.
ભારત દર વર્ષે અમેરિકાને 80 અબજ ડોલરની નિકાસ કરે છે, જે કુલ નિકાસનો 18% અને GDPનો 2.5% છે. 50% ટેરિફને કારણે નિકાસમાં 50% ઘટાડો થઈ શકે છે. GDPમાં 0.4% સુધીનો ઘટાડો નોંધાઈ શકે છે. નાણાકીય વર્ષ 2026માં વિકાસ દર 6%થી નીચે આવી શકે છે. રૂપિયો નબળો પડી શકે છે, રોકાણ ઘટી શકે છે અને બેરોજગારી વધવાની ભીતિ છે.
ટેરિફથી સૌથી વધુ પ્રભાવિત ક્ષેત્રો
કાપડ અને વસ્ત્રો
નિકાસમાં $10-15 બિલિયનનો ફટકો.
ઓર્ડર વિયેતનામ, ઇન્ડોનેશિયા જેવા દેશોમાં ખસી શકે.
લાખો મજૂરો અને કામદારોની નોકરી જોખમમાં.
રત્નો અને ઝવેરાત
નિકાસમાં $9-10 બિલિયનનો ફટકો.
શિપમેન્ટ અટકવાથી હજારો કારીગરો બેરોજગાર.
ભારત દુબઈ અને મેક્સિકોમાં નવા યુનિટ ખોલવાનો પ્રયાસ કરશે.
ઓટો પાર્ટ્સ ઉદ્યોગ
નિકાસમાં $7 બિલિયનનો ફટકો.
કાર, ટ્રક અને ટ્રેક્ટરના પાર્ટ્સ પર મોટો પ્રભાવ.
સીફૂડ (Seafood)
નિકાસમાં $2-3 બિલિયનનો ફટકો (લગભગ ₹24,000 કરોડ).
લાખો ખેડૂતો અને મજૂરોને નુકસાન.
વિયેતનામ અને ઈક્વાડોર જેવા દેશોને ફાયદો.
ર્પેટ મેકિંગ
60% નિકાસ પ્રભાવિત.
25 લાખ કામદારોની રોજગારી જોખમમાં.
ચામડા, રસાયણો અને મશીનરીની નિકાસમાં ઘટાડો.
શ્રમસઘન ક્ષેત્રોમાં લાખો નોકરીઓ દાવ પર.
ટ્રમ્પના ટેરિફથી ભારતના અર્થતંત્ર, નિકાસ અને રોજગારી પર ગંભીર અસર થવાની શક્યતા છે. ભારત અમેરિકાના દબાણ સામે ઝૂકશે નહીં એવી જાહેરાત કરી છે, પરંતુ નિકાસ આધારિત ઉદ્યોગોને ભારે ફટકો પડી શકે છે. જો કે, આના માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ ભારત કરશે એટલે અસર એકદમ ઓછી થઈ જશે.