આણંદ જિલ્લામાં આજે સવારે ચકચાર મચાવનારી ઘટના બની છે. મોર્નિંગ વોક પર નીકળેલા નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર ઇકબાલ મલેક ઉર્ફે બાલાની અજાણ્યા હુમલાખોરોએ કરપીણ રીતે હત્યા કરી નાખી હતી. આણંદના બાકરોલ તળાવના વોક-વે પર આ ઘટના બની હતી. ઇકબાલ મલેક જ્યારે સવારે ચાલવા નીકળ્યા ત્યારે કેટલાક હુમલાખોરોએ તેમની પર અચાનક તૂટી પડ્યા હતા.
હત્યા કેવી રીતે થઈ?
-
હુમલાખોરોએ પેટમાં અનેક છરીના ઘા ઝીંક્યા.
-
હુમલો એટલો ભયાનક હતો કે આંતરડા બહાર આવી ગયા હતા.
-
હુમલાખોરો ઘટના બાદ ફરાર થઈ ગયા.
સાક્ષીઓનો દાવો
સ્થાનિક લોકોએ જણાવ્યું કે પૂર્વ કાઉન્સિલર સાથે કેટલાક લોકો ઝપાઝપી કરતા દેખાયા હતા. આથી પ્રાથમિક તપાસમાં લાગી રહ્યું છે કે એકથી વધુ લોકોએ મળીને આ હત્યા અંજામ આપી છે. માહિતી મળતા જ વલ્લભ વિદ્યાનગર પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે ગુનાનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે અને હુમલાખોરોની શોધખોળ માટે ચકાસણી તેજ કરી છે. કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર ઇકબાલ મલેક ઉર્ફે બાલાની હત્યા બાદ સમગ્ર આણંદ જિલ્લામાં રાજકીય તથા સામાજિક વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઈ છે.