ગણેશ ચતુર્થી 2025 સાથે જ તહેવારોની સીઝન સત્તાવાર રીતે શરૂ થઈ ગયું છે અને ભારતમાં વાહન નિર્માતા કંપનીઓ વેચાણ વધારવા માટે આકર્ષક ડિસ્કાઉન્ટ આપી રહી છે. મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ, હોન્ડા, ટાટા અને એમજી મોટર્સ જેવા બ્રાન્ડ્સે પોતાના લોકપ્રિય મોડલ્સ પર ખાસ ઑફર શરૂ કરી છે, જેમાં પસંદગીના વાહનો પર ₹6 લાખ સુધીની બચત થઈ રહી છે. આ દરમિયાન કાર ખરીદવી શુભ માનવામાં આવે છે, એટલે ગ્રાહકો માટે આ ઑફર્સનો લાભ લેવાનો આ સારો સમય છે.
₹6 લાખ સુધીની છૂટ
એમજી મોટર્સ કોમેટ EV, ZS EV, એસ્ટર, હેક્ટર અને ગ્લોસ્ટર સહિત અનેક મોડલ્સ પર છૂટ આપી રહી છે. તમે કોમેટ EV પર આશરે ₹56,000 સુધીની બચત કરી શકો છો, જ્યારે ZS EV અને એસ્ટર પર ₹1.10 લાખ સુધીની છૂટ મળી રહી છે. હેક્ટર ખરીદદારોને ₹1.15 લાખનો કેશ બોનસ મળી રહ્યો છે અને પ્રીમિયમ ગ્લોસ્ટર SUV પર સૌથી વધુ ₹6 લાખ સુધીની છૂટ આપવામાં આવી રહી છે.
₹1.22 લાખ સુધીની છૂટ
હોન્ડા કાર્સ ઈન્ડિયાએ “ધ ગ્રેટ હોન્ડા ફેસ્ટ” નામે ફેસ્ટિવ કેમ્પેઈન શરૂ કર્યું છે, જેમાં સિટી, અમેઝ અને એલિવેટ જેવા મોડલ્સ પર છૂટ આપવામાં આવી રહી છે. સિટી પેટ્રોલ પર ₹1.07 લાખ સુધીની છૂટ મળી રહી છે, જ્યારે હાઈબ્રિડ સિટી e:HEV પર ગ્રાહકોને ₹96,000 સુધીની બચત મળી રહી છે. એલિવેટ ZXના ટોપ વેરિઅન્ટ પર ₹1.22 લાખ સુધીની છૂટ અને સેકન્ડ જનરેશન અમેઝ પર ₹77,200 સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.
MPV ઇન્વિક્ટો પર ₹1.25 લાખ સુધીની છૂટ
મારુતિ સુઝુકીએ પણ તહેવારોના અવસરે ખાસ ઑફર્સ જાહેર કરી છે. જિમ્ની અલ્ફા વેરિઅન્ટ પર ₹1 લાખ સુધીની છૂટ મળી રહી છે, જ્યારે સ્વિફ્ટ AMT અને વેગનR LXi પર ક્રમે ₹1.1 લાખ અને ₹1.15 લાખ સુધીની બચત થઈ રહી છે. MPV ઇન્વિક્ટો પર ₹1.25 લાખ સુધીની છૂટ અને SUV ગ્રાન્ડ વિટારા પર ₹2 લાખ સુધીના ફાયદા આપવામાં આવી રહ્યા છે.
ગ્રાન્ડ i10 NIOS પર ડિસ્કાઉન્ટ
હ્યુન્ડાઈ પોતાની તમામ કાર્સ પર શાનદાર ડીલ્સ આપી રહી છે. જેમાં ગ્રાન્ડ i10 NIOS, એક્સેન્ટ, ટક્સન, અલ્કાઝર, ક્રેટા, વર્ના અને આયોનિક 2024નો સમાવેશ થાય છે. ગ્રાન્ડ i10 NIOS અને એક્સેન્ટ પર ₹30,000નું એક્સચેન્જ બોનસ અને ₹25,000ની વધારાની છૂટ મળી રહી છે. ખાસ વાત એ છે કે આયોનિક 2024 પર સીધો ₹4 લાખનો કેશ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યો છે, જે તેને ઇલેક્ટ્રિક વાહન ખરીદદારો માટે આકર્ષક વિકલ્પ બનાવે છે.