નેપાળની રાજધાની કાઠમંડૂના રસ્તાઓ પર આજે જબરદસ્ત વિરોધ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. હજારોની સંખ્યામાં Gen-Z છોકરા અને છોકરીઓ રસ્તાઓ પર ઉતરી આવ્યા છે. પ્રદર્શનકારીઓ નેપાળની સંસદ પરિસરમાં ઘુસી ગયા. તેને જોતા પોલીસે આંસુ ગેસના ગોળા દાગ્યા અને પાણીની બૌછાર કરી.
આ પ્રદર્શનકારીઓ નેપાળમાં સોશિયલ મીડિયા બેનના વિરોધમાં અવાજ ઉઠાવી રહ્યા છે. તેના પગલે કાઠમંડૂમાં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે.
-
પ્રદર્શનકારીઓએ સંસદની ઈમારતના ગેટ નંબર 2 પાસે આગ લગાવી છે અને આગની જ્વાળાઓ ઝડપથી વધી રહી છે. આગ હજી બુઝાવી શકાઈ નથી.
-
કાઠમંડૂમાં Gen-Z પ્રોટેસ્ટ ઉગ્ર બન્યા બાદ નેપાળી સેનાની તૈનાતીનો આદેશ આપવામાં આવ્યો છે.
-
નેપાળ સરકારે હાલની સ્થિતિનું મૂલ્યાંકન કરવા તાત્કાલિક સુરક્ષા બેઠક બોલાવી છે. પોલીસે રાતના 10 વાગ્યા સુધી માટે કાઠમંડૂમાં કર્ફ્યૂ લગાવી દીધો છે.
-
કાઠમંડૂમાં કર્ફ્યૂનો આદેશ જારી કરી દેવામાં આવ્યો છે. તેના હેઠળ ચાર જિલ્લાઓમાં કોઈપણ પ્રકારનો પ્રવેશ કે નિષ્ક્રમણ, કોઈપણ પ્રકારની સભા, જુલૂસ, પ્રદર્શન, સભા, બેઠક કે ઘેરાબંધી પર પ્રતિબંધ છે.
-
આ પ્રોટેસ્ટમાં એક વ્યક્તિનું મોત થયું જ્યારે 80 ઘાયલ થયા.
-
નેપાળની વર્તમાન સ્થિતિને જોતા ભારત-નેપાળ બોર્ડર પર ચોક્સાઈ વધારવાના આદેશ આપવામાં આવ્યા છે. સૂત્રોના હવાલે ખબર છે કે SSBએ ભારત-નેપાળ બોર્ડર પર ચોક્સાઈ વધારી દીધી છે. ભારત-નેપાળ બોર્ડરની સુરક્ષામાં SSB તૈનાત છે. SSBએ સુરક્ષાકર્મીઓ અને સર્વેલન્સ વધારી દીધું છે.
-
આ પ્રોટેસ્ટ સતત ઉગ્ર બનતો જઈ રહ્યો છે. દમાકમાં પોલીસે ફાયરિંગ કરતા અનેક પ્રદર્શનકારીઓ ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.
પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલીની સરકાર વિરુદ્ધ કાઠમંડૂના વિવિધ શહેરોમાં આ Gen-Z રિવોલ્યૂશન શરૂ થયું છે. આ દરમિયાન પ્રદર્શનકારીઓ સંસદ ભવનમાં ઘુસી ગયા. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે આંસુ ગેસના ગોળા દાગ્યા. દેશની નવી યુવા પેઢી સરકાર દ્વારા સોશિયલ મીડિયા બેન કરવાના નિર્ણયથી લઈને ભ્રષ્ટાચાર સુધીના મુદ્દે પ્રદર્શન કરી રહી છે.
નેપાળ સરકારે સોશિયલ મીડિયા પર કેમ લગાવ્યો બેન?
નેપાળ સરકારે ચાર સપ્ટેમ્બરે ફેસબુક, X, યૂટ્યુબ, ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ સહિત 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે કારણ કે આ પ્લેટફોર્મ્સે નેપાળ સરકાર સાથે રજિસ્ટ્રેશન કરાવ્યું નહોતું. સરકારે 2024માં એક નવો કાયદો લાગુ કર્યો હતો, જેના હેઠળ તમામ સોશિયલ મીડિયા કંપનીઓને નેપાળમાં ઓપરેશન માટે સ્થાનિક ઓફિસ સ્થાપવી જરૂરી છે અને ટેક્સપેયર તરીકે નોંધણી કરાવવી ફરજિયાત હતી.
આ નિયમનું પાલન ન કરતા સરકારે આ પગલું ભર્યું છે. તેના પાછળ સરકારનું તાર્કીક કહેવું છે કે સોશિયલ મીડિયા પર અનિયંત્રિત કન્ટેન્ટ જેમ કે ખોટી ખબર, ઉશ્કેરણીજનક કન્ટેન્ટ અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને નિયંત્રિત કરવા માટે આ જરૂરી હતું. જોકે, આ નિર્ણયની વ્યાપક ટીકા થઈ છે કારણ કે તેને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર હુમલો માનવામાં આવી રહ્યો છે. ઘણા લોકોનું માનવું છે કે આ પ્રતિબંધ રાજતંત્ર સમર્થકોના પ્રદર્શનો અને સરકાર વિરોધી લાગણીઓને દબાવવાનો પ્રયાસ હોઈ શકે છે, જે છેલ્લા કેટલાક મહિનાઓમાં વધ્યા છે.