Exclusive_ તો શું નેપાળ પણ બની ગયું Deep State નો ભોગ? વાંચો જાણવા જેવી વિગતો!

નેપાળ સરકાર તરફથી સોશિયલ મીડિયા પર પ્રતિબંધ હટાવવામાં આવ્યા બાદના થોડા જ કલાકોમાં પ્રદર્શનકારીઓ અને સુરક્ષા દળો વચ્ચે હિંસક અથડામણો થઈ. GEN-Z એટલે કે યુવા પ્રદર્શનકારીઓએ સંસદ ભવનમાં ઘુસવાનો પ્રયાસ કર્યો, પરંતુ સુરક્ષા દળોએ બળપ્રયોગ કરીને વિસ્તારમાં કર્ફ્યુ લગાવી દીધો. આ ઘટનામાં 21 લોકોના મોત થયા છે. ઘણા ઘાયલ થયા છે. બવાળ વધતા જોઈને સરકારે પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો, પરંતુ તેની છતાં પણ પ્રદર્શનકારીઓ રસ્તાઓ પરથી હટવા તૈયાર નથી. તેમણે મંગળવાર સવારથી સમગ્ર નેપાળમાં વિદ્યાર્થીઓના નેતૃત્વમાં નવેસરથી વિરોધ પ્રદર્શન શરૂ કર્યા છે.

પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ પૌડેલના ખાનગી નિવાસમાં આગ લગાવી છે. તે જ રીતે, પ્રધાનમંત્રી કે.પી. ઓલીના ખાનગી નિવાસ પર પણ આગજની કરવામાં આવી છે. ઉપરાંત લલીતપુરના ખુમાલતાર સ્થિત પૂર્વ પ્રધાનમંત્રી પુષ્પ કમલ દહાલ ‘પ્રચંડ’ના નિવાસમાં તોડફોડ કરી અને કાઠમંડુના બુધનીલકાંઠા સ્થિત પૂર્વ પ્રધાનમંત્રી શેર બહાદુર દેઉબાના ઘરે સામે પ્રદર્શન કર્યું.

નેપાળમાં સ્થિતિ સતત બગડતી જઈ રહી છે. વિરોધ પ્રદર્શનોએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે. રાજધાની કાઠમંડુ સહિતના ઘણા વિસ્તારોમાં આગજની, તોડફોડ અને પથ્થરમારોની ઘટનાઓ સામે આવી રહી છે. રાષ્ટ્રપતિના ખાનગી નિવાસ પર પ્રદર્શનકારીઓએ કબજો કરીને તોડફોડ કરી અને આગ લગાવી દીધી.

આ પહેલાં પ્રધાનમંત્રી કે.પી. શર્મા ઓલીની પાર્ટીના નેતા રઘુવીર મહાસેઠ અને માઓવાદી અધ્યક્ષ પ્રચંડના ઘર પર પણ હુમલો થયો હતો. ગૃહમંત્રી રમેશ લેખક, કૃષિ પ્રધાન રામનાથ અધિકારી, આરોગ્ય પ્રધાન સહિત પાંચ પ્રધાનો રાજીનામું આપી ચૂક્યા છે. સતત વધતા દબાણ વચ્ચે પી.એમ. ઓલી સારવારના બહાને દુબઈ જવાની તૈયારી કરી રહ્યા છે અને તેમણે ઉપપ્રધાનમંત્રીને કાર્યકારી જવાબદારી સોંપવાનો નિર્ણય કર્યો છે.

હિંસક પ્રદર્શન વચ્ચે કે.પી. ઓલીએ સાંજે 6 વાગ્યે સર્વદલીય બેઠક બોલાવી છે. કર્ફ્યુ અને સુરક્ષાના કડક ઈંતજામો છતાં વિરોધ પ્રદર્શનનો વ્યાપ વધતો જઈ રહ્યો છે અને રાજકીય સંકટ વધુ ઊંડો થઈ રહ્યો છે.

આ સમજવું જરૂરી!

દર્શકમીત્રો અહીંયા એ સમજવું પડશે કે, નેપાળમાં મૂળ મુદ્દો એ હતો કે, સરકાર દ્વારા સોશિયલ મીડિયા પર બેન લગાવવામાં આવ્યું અને આના કારણે યુવાનો નારાજ થયા, હવે યુવાનો એ હદે નારાજ થયા કે, વિરોધ પ્રદર્શન ચાલું કર્યું અને આ વિરોધ પ્રદર્શન જોતજોતામાં તો હિંસક બની ગયું, વિરોધ પ્રદર્શન એ હદે હિંસક બન્યું કે, પોલીસે મજબૂરીમાં ગોળીઓ ચલાવવી પડી અને પોલીસની ગોળીઓથી કેટલાક યુવાનો વિંંધાયા પણ ખરા.

હવે સૌથી મોટો પ્રશ્ન એ છે કે, જો માત્ર સોશિયલ મીડિયા પર સરકારે બેન લગાવ્યું, તેને લઈને જ વિરોધ હોય તો, પછી ગઈકાલે સાંજ સુધીમાં નેપાળની સરકારે તમામ સોશિયલ મીડિયા પર લગાવેલા બેનને હટાવી દિધા હતા. તો પછી આ પ્રદર્શનો શાંત થઈ જવા જોઈતા હતા અને આજે સવારના સૂર્યોદય સાથે જ નેપાળમાં શાંતિ છવાઈ જવી જોઈતી હતી. પરંતુ પ્રદર્શનો ચાલુ છે, માત્ર એટલું જ નહીં પરંતુ પ્રદર્શન વધારે હિંસક બન્યું છે, તો આનો અર્થ એ કે, સોશિયલ મીડિયા પર બેનને લઈને જે પ્રદર્શન અને વિરોધો કરવામાં આવ્યા તે તો માત્ર બહાનું હતું, હકીકતમાં આખાય ઘટનાક્રમ પાછળ કારણ તો કંઈક બીજું હોય એવું પ્રતિત થઈ રહ્યું છે.

તો શું નેપાળ પણ બની ગયું Deep State નો ભોગ? 

જો કે, પ્રદેશ24 ગુજરાતી એવી જ કોઈ જ પુષ્ટી કે સ્પષ્ટતા નથી કરતું કે, નેપાળ Deep State નો ભોગ બની ગયું છે. પરંતુ નેપાળમાં સોશિયલ મીડિયા પરનો બેન હટ્યા બાદ, જે વિરોધ પ્રદર્શન શાંત થઈ જવા જોઈતા હતા તે ઉલ્ટાના વધારે ઉગ્ર બની ગયા છે. એટલે માનો કે ન માનો, પરંતુ આખી ઘટનાના એકાદા ખૂણેથી ગંધ તો Deep State ની જ આવી રહી છે. હવે સામાન્ય માણસોને Deep State શું છે એની જાણકારી સ્વાભાવિક રીતે ન જ હોય… તો આવો વિગતવાર સમજીએ કે આખરે આ Deep State કઈ બલાનું નામ છે?

શું છે Deep State?

Deep State… સામાન્ય માણસો આ શબ્દ વિશે જાણતા જ નથી પરંતુ આની અસરો ખરેખર ખતરનાક હોય છે. કોઈ એવા સત્તા વિરોધી લોકો અથવા તો વિદેશી તાકાતો {એવી વિદેશી તાકાતો કે, જે કોઈપણ ભોગે એ દેશ પર ઈન્ડીરેક્ટલી પોતાનું આધીપત્ય ઈચ્છે છે} જેઓ લોકતાંત્રીક રીતે ચૂંટાઈને સત્તામાં તો નથી બેઠા પરંતુ તેઓને કોઈપણ ભોગે સત્તા પલટો કરાવવો છે અને સત્તાધીશ થઈને બેસી જવું છે. આવા લોકો Deep State જેવા ષડયંત્રો કરે છે. દેશમાં એક આખો નવો માહોલ ઉભો કરે છે, સરકાર અથવા સરકારી એજન્સી પર ખોટે-ખોટા આરોપો લગાવીને ષડયંત્રો કરે છે અને જનતાના માઈન્ડ સેટને ડાઈવર્ટ કરવાના કારનામા કરે છે. વિશ્વ ફલક પર ઘણીવાર એવું જોવા મળ્યું છે કે, ડીપ સ્ટેટ થીયરીનો ઉપયોગ કરીને અકારણ સત્તાઓને ઉથલાવવામાં આવી છે. ટૂંકમાં કહીએ તો, ડીપ સ્ટેટ એક પ્રકારનું ખતરનાક ષડયંત્ર છે. કેટલાક સત્તા ભૂખ્યા લોકો, જનતાના હિતોની પરવાહ કર્યા વિના જ, સત્તાની ભૂખના કારણે, કોઈપણ ભોગે સત્તા મેળવવા માટે આ પ્રકારના ષડયંત્રો કરે છે અને સત્તા પલટો કરવાના પ્રયાસો કરે છે.

Deep State મિકેનીઝમની અસરો

બાંગ્લાદેશમાં સતા પરિવર્તન

ભારતમાં કિસાન આંદોલનને સમર્થન

શાહીનબાગ ધરણાને સમર્થન

પાકિસ્તાનમાં ઈમરાન ખાનનું પદ જવું અને તેને જેલ થવી

ડીપ સ્ટેટની વિશેષતાઓ:

ગુપ્ત અને અનધિકૃત શક્તિ
ડીપ સ્ટેટ એ કોઈપણ સરકારની અંદર કાર્યરત એક છુપાયેલ શક્તિની રચના છે, જે જાહેરમાં જાણીતા અથવા ચૂંટાયેલા અધિકારીઓથી અલગ રીતે કાર્ય કરે છે.

સ્વતંત્ર એજન્ડા
ડીપ સ્ટેટ પોતાનાં હેતુઓ અને લક્ષ્યો હાંસલ કરવા માટે કામ કરે છે, જે મુખ્યધારાના રાજકીય નેતૃત્વના લક્ષ્યોથી જુદા હોઈ શકે છે.

સરકારી પ્રભાવ
તેના સભ્યો પાસે પરંપરાગત કાનૂની સત્તાઓ ન હોવા છતાં, તેઓ સેનામાં, ગુપ્તચર એજન્સીઓમાં અથવા બ્યુરોક્રેસીમાં પ્રભાવ પાડી રાષ્ટ્રીય નીતિઓને બદલી શકે છે.

ભારતના સંદર્ભમાં

ભારતીય પત્રકાર જોસી જોસેફે પોતાની પુસ્તક “ધ સાઈલેન્ટ કૂપ” માં ભારતના ડીપ સ્ટેટની છાનબિન કરી છે. અહીં ડીપ સ્ટેટનો અર્થ અ-સૈનિક સુરક્ષા સંસ્થાઓથી છે, જેમાં પોલીસ, ગુપ્તચર એજન્સીઓ અને કેટલીક અન્ય સરકારી સંસ્થાઓનો સમાવેશ થાય છે, જેમનો ઉપયોગ રાજકીય હેતુઓ માટે થાય છે.

અમેરિકામાં ચર્ચા

ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા પછી “ડીપ સ્ટેટ” શબ્દ અમેરિકા માં ખૂબ ચર્ચામાં આવ્યો. ત્યાં તેને એવા કૅરિયર બ્યુરોક્રેટ્સના નેટવર્ક તરીકે જોવામાં આવ્યો જે રાષ્ટ્રપતિના એજન્ડાને નબળું કરવા પ્રયત્નશીલ હતા.

આ વિચાર કે ડીપ સ્ટેટ ખરેખર અસ્તિત્વમાં છે કે નહીં, અમેરિકન સમાજમાં વિવાદાસ્પદ છે— કેટલાક લોકો તેને હકીકત માને છે, જ્યારે કેટલાક તેને માત્ર ષડયંત્ર થિયરી તરીકે જુએ છે.

Share This Article
Translate »