આખરે દેવાયત ખવડની ધરપકડઃ પોલીસ પૂછપરછમાં મોટી હકીકતો સામે આવી!

તાલાલામાં અમદાવાદના યુવક સાથે કરવામાં આવેલી મારામારીના કેસમાં લાંબા સમયથી ફરાર ચાલી રહેલા લોકસાહિત્યકાર દેવાયત ખવડની આખરે પોલીસે ધરપકડ કરી છે. ગીર સોમનાથ LCBની ટીમે દેવાયત ખવડને તેના વતન દુધઈ ગામમાંથી ઝડપી પાડ્યો હતો. દેવાયત ખવડ સહિત 6 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

શું હતો સમગ્ર મામલો?

અમદાવાદના સનાથલ ગામે રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ અને દેવાયત ખવડ વચ્ચે છ માસ પહેલા ડાયરામાં હાજરી ન આપવા બાબતને લઈ માથાકૂટ થઈ હતી. જેમાં કલાકાર દેવાયત ખવડની કારમાં ધ્રુવરાજસિંહ ચૌહાણ સહિતનાઓએ નુકશાન કર્યું હતું. આ અંગેની ફરિયાદ નોંધાઈ હતી જ્યારે સામા પક્ષે દેવાયત ખવડે 8 લાખ રૂપિયા લઈ ડાયરામાં હાજર ન થતા છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ હતી. આ બાદ બે દિવસ પહેલા દેવાયત ખવડ અને અન્ય શખ્સો દ્વારા ધ્રુવરાજસિંહની રેકી કરી પૂર્વ આયોજિત કાવતરું યોજી માર મારવામાં આવ્યો હતો. તેમજ તેને સોશિયલ મીડિયા દ્વારા તેમની રેકી થઈ રહી હોવાની માહિતી મળી હતી અને તેજ પ્રમાણે દેવાયત ખવડ અને અન્ય શખ્સો ધ્રુવરાજસિંહ બુકાની બાંધી કાર અથડાવી હુમલો કરવામાં આવ્યો. જોકે અચાનક દેવાયત ખવડની બુકાની ખુલી જતા યુવરાસિંહ ઓળખી ગયાનું પોલીસે જણાવ્યું. પોલીસ દ્વારા દેવાયત ખવડ સહિત અન્ય 15 લોકો વિરુદ્ધ અનેક ગુનાઓ દાખલ કરી શોધખોળ હાથ ધરાઈ છે. તાલાલા પોલીસે દેવાયત ખવડ સહિત 16 જેટલા ઈસમો વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા અધિનિયમ 2023ની કલમ 109, 311, 118(1), 118(2), 189(2), 191(2), 191(3), 190, 61, 352, 351(3) તથા આર્મસ એક્ટની કલમ 25(1)(B)(A) તથા જી.પી.એક્ટ કલમ 135 સહિતની કલમો હેઠળ તાલાળા પોલીસ મથકે ગુન્હો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

દેવાયતે પૂજા બનીને મેસેજ કર્યાં

બીજી તરફ દેવાયત ખવડ અને તેના માણસોએ ‘પૂજા પંડ્યા’ નામના ડમી ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી ધ્રુવરાજસિંહ ચૌહાણને મેસેજ કર્યાનો ખુલાસો થયો છે. જેમાં એક મેસેજમાં લખ્યું હતું કે, આ બાજુ આવવામાં ધ્યાન રાખજે. દેવાયત અડી જશે. તો બીજા મેસેજમાં લખ્યું હતું કે, લોકેશન મોકલ. તને મળીને જઈશું. 100 ટકા લખીને રાખજે. આ મેસેજ ધ્રુવરાજસિંહ ચૌહાણને દેવાયત ખવડ અને તેના માણસોએ કર્યા હોવાની એક થિયરી સામે આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં ધ્રુવરાજસિંહ નામના યુવક પર હુમલો કરવાની ઘટના બાદ દેવાયત ખવડ ફરાર થઈ ગયો હતો અને પોલીસ તેની શોધખોળ કરી રહી હતી. દેવાયત ખવડની કાર પણ તાજેતરમાં તાલાલા વિસ્તારમાંથી મળી આવી હતી, જેના આધારે પોલીસે અગલ-અગલ સાત જેટલી ટીમો બાનવી તપાસ વધુ વેગવાન બનાવી હતી.

આખરે આજે સવારે ગીર સોમનાથ LCB પોલીસને બાતમી મળી હતી કે દેવાયત ખવડ તેના વતન દુધઈ ગામે છુપાયેલો છે, જેના આધારે પોલીસે દરોડો પાડી તેની ધરપકડ કરી હતી. હાલ ગીર સોમનાથ LCB પોલીસ તેને લઇ જવા માટેની તજવીજ હાથ ધરી રહી છે. તેમજ અન્ય આજુ પણ કેટલી આરોપીઓ ફેરફાર છે જેવોની ઝડપી આપડવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article
Translate »