રાજકોટમાંથી ફોઈ ભત્રીજીના સંબંધને લાંછન લગાડતો એક કિસ્સો સામે આવ્યો છે. પોતાની પિતાની સંપત્તિમાંથી ભાગ લેવાની લાલચે આ બહેને પોતાના સગા ભાઈની દિકરીનું અપહરણ કર્યું અને કરી નાંખ્યો મોટો કાંડ. હકીકતમાં મિલકતમાંથી ભાઈ બહેનનું નામ કાઢી નાંખતા પરિવારમાં મોટો વિવાદ ચાલતો હતો. અને આ બહેને ભાઈ સાથે બદલો લેવાનું વિચારીને પછી ભાઈની દિકરીનું જ અપહરણ કરી લીધું.
ગત 24 જુલાઈની આ ઘટના છે. 6 વર્ષની પોતાની ભત્રીજીને NRI ફોઈ ઉપાડીને લઈ ગઈ હતી. આ મહિલાનું નામ રીમા બેન માખાણી છે. સમગ્ર મામલે પોલીસ ફરિયાદ થતા પોલીસે અલગ-અલગ ટીમ બનાવીને સીસીટીવી ફૂટેજ તેમજ મોબાઈલ લોકેશનના આધારે આ મહિલાને પકડવાના પ્રયત્નો હાથ ધર્યા હતા. અને આખરે માધાપર ચોકડી પાસેથી આ મહિલાનું લોકેશન મળી આવ્યું હતું. સમગ્ર ઘટનામાં મિલકત માટે મોટું ષડયંત્ર હોવાનું ખૂલ્યું છે.
ફોઈ-ભત્રીજી રેસકોર્ષ ફરવા માટે ગયા હતા ત્યારે છરીની અણીએ અપહરણ કરીને લઈ ગયા હોવાનું રટણ કર્યું હતું. જો કે સમગ્ર કેસમાં બાળકીના ફોઈ રીમા માખાણીની જ અપહરણમાં સંડોવણી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે છ વર્ષની દિકરીના પિતાની ફરિયાદના આધારે પોલીસે તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં FRI દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં વારસાઈ મિલકતમાં ભાઈ પાસે હિસ્સો લેવા બહેને અપહરણનું કાવતરું રચ્યું હોવાનું ખૂલ્યું હતું. પ્રદ્યુમનનગર પોલીસે ફઈ રીમા માખાણીની ધડપકડ કરી હતી.