ગુજરાતમાં સાતમ-આઠમ આવી રહી છે અને સૌથી મોટી વાત એ છે કે, આ તહેવાર પાછો વીક એન્ડમાં આવી રહ્યો છે. ત્યારે મોજીલા ગુજરાતીઓ વિવિધ લોકમેળાઓ, મંદિરો અને અન્ય જગ્યાએ ફરવા જશે. પરંતુ જો આપ પણ તહેવારોની રજાઓમાં ક્યાંય પણ ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોવ તો પહેલા આ સમાચાર વાંચી લેજો, સમજી લેજો અને પછી જ ક્યાંય બહાર ફરવા જવાનું પ્લાનિંગ કરજો. વાત એમ છે કે, ગુજરાતમાં કોરોના વાયરસના કેસોમાં ચિંતાજનક કહી શકાય એવો વધારો થયો છે.
ગુજરાતમાં કોરોના સંક્રમણ સતત વધી રહ્યું છે, કોરોનાની બીજી લહેર પહેલા કરતા વધારે ભયાનક હોય તે પ્રકારે રોજેરોજ આંકઓ પોતાનો જ બનાવેલો રેકોર્ડ તોડી રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી કોરોનાનો આંકડો 3 હજારને પાર પહોંચી ગયો હતો પરંતુ આજે તો તમામ રેકોર્ડ બ્રેક કરતાં 4021 કોરોના કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. સતત રસીકરણ છતા કોઈ પણ પ્રકારે રાજ્યમાં કોરોના પર કાબુ મેળવી શકાતો નથી.
પ્રદેશમાં 4021 નવા કોરોના કેસ નોંધાયા છે. જો કે, રાહતની વાત એ છે કે, 2297 લોકો કોરોનાને મ્હાત આપીને સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 3,07,346 દર્દીઓ કોરોનાને મહાત્મ આપી ચુક્યા છે. જો કે રાજ્યનો રિકવરી રેટ આજે પણ ઘટ્યો હતો અને 92.44 ટકાએ પહોંચ્યો હતો.
અત્યાર સુધીમાં 74,04,864 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 9,27,976 વ્યક્તિઓનું બીજા ડોઝની રસી અપાઇ ચૂકી છે. આ પ્રકારે કુલ 83,32,840 રસીકરણના ડોઝ આપવામાં આવ્યા. આજે 60 વર્ષથી વધારે વયના તેમજ 45-60 વર્ષનાં કુલ 2,17,929 વ્યક્તિઓનું પ્રથમ ડોઝ અને 47,100 વ્યક્તિઓનું બીજા ડોઝનું રસીકરણ કરાયું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીની કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી.
આ તમામની વચ્ચે જો તમે પણ તહેવારોની રજાઓમાં બહાર ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો એકવાર વિચારી લેજો. કારણ કે, કયા વ્યક્તિને કોરોનાની અસર છે એ તો કોઈને ખબર નથી હોતી, જો તમે પણ આવા કોઈ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવી ગયા તો તમને પણ કોરોનાની અસર થઈ શકે છે. એટલે બને ત્યાં સુધી બહુ ભીડ-ભાડ હોય એવી જગ્યાઓ પર જવાનું ટાળવું, બને ત્યાં સુધી કોઈ અજાણી વ્યક્તિના સંપર્કમાં ન આવવું, અને એવી જગ્યાઓ પર ફરવા જવું કે જે પકૃતિની વચ્ચે હોય, ખુલ્લી જગ્યાઓ હોય, અને બહુ ભીડભાડ ત્યાં ન હોય. જો તમે આ પ્રકારની સાચવચેતી રાખશો તો તમારું ક્યાંય પણ ફરવા જવા માટેનું પ્લાનિંગ પણ નહીં બગડે અને કોરોનાના સંક્રમણથી બચી પણ શકશો.