ગુજરાતમાં ધર્માંતરણની અત્યાર સુધીની સૌથી મોટી ઘટના…એક આખા ગામને ધર્મ પરિવર્તન કરાવી દેવાયું…ગરીબ આદિવાસીઓને લાલચો આપીને મુસ્લિમ બનાવી દેવાયા…
વાત છે ભરૂચ જિલ્લામાં આવેલા આમોદ ગામની… એક સમય હતો કે, જ્યારે આ ગામના સનાતન ધર્મમાં માનનારા લોકો અહીંયા રાજીખુશીથી રહેતા હતા અને આનંદથી જીવન જીવતા હતા, ગામમાં મંદિરો હતા, લોકો ઘરમાં પૂજા પાઠ કરતા હતા અને મોજથી જીવન જીવતા હતા. પણ પછી એક મોટા ટાર્ગેટ સાથે ચાલી રહેલા કેટલાક વિધર્મીઓની નજર આ ગામ પર પડી, આ લોકો આમોદ ગામમાં આવે છે અને ગરીબ આદિવાસીઓને પોતાના વિશ્વાસમાં લે છે, અને પછી શરૂ થાય છે ધર્માંતરણનો એક સુનિયોજિત ખેલ.
ગુજરાતના ઈતિહાસમાં એક આખા ગામને હિંદુમાંથી મુસ્લીમ બનાવી દેવાયું હોય તેવો આ કદાચ પહેલો કિસ્સો છે. ગામના તમામ લોકોનું ધર્માંતરણ કરાવી દિીધાના આ કિસ્સાએ ગુજરાત સહિત આખા ભારતમાં ચકચાર મચાવી છે. વિધર્મીઓએ આમોદ ગામના લોકોનું ધર્માંતરણ કરાવવા માટે એક ખતરનાક ષડયંત્ર કર્યું હતું. તેમણે પોતાની મેલી મુરાદથી આ ગામના લોકોને ભોળવીને, ક્યારેય પૂરા ન થઈ શકે એવા વાયદા અને લાલચો આપીને 37 થી વધારે કુટુંબોના 100 કરતા પણ વધારે લોકોનું ધર્માંતરણ કરાવી દીધું હતું.
આ આખીય ઘટનાનો પર્દાફાશ ત્યારે થયો કે, જ્યારે આ કેસ ગુજરાત હાઈકોર્ટ સમક્ષ આવ્યો. જ્યારે આ કેસના આરોપીઓએ પોતાની વિરૂદ્ધની ફરિયાદ રદબાતલ ઠરાવવા માટે ગુજરાત હાઈકોર્ટમાં ક્વોશીંગ પિટિશન કરી ત્યારે હાઈકોર્ટ પણ ચોંકી ઉઠી. કારણ કે, હિંદુઓનું ધર્માંતરણ કરીને મુસ્લીમ બનાવવાના ષડયંત્રના આરોપીઓનું કનેક્શન પાકિસ્તાન અને કાશ્મીર સાથે હતું. આ ઉપરાંત આ કેસમાં વિદેશી કનેક્શન પણ સામે આવ્યું છે રાષ્ટ્રીય કક્ષાના ધર્માંતરણ કરાવવાના ષડયંત્રનો પણ પર્દાફાશ થયો છે. આ કેસમાં જસ્ટિસ નિર્ઝર દેસાઈએ એક દાખલો બેસાડી શકાય તેવો ચુકાદો આપીને આરોપીઓની કવોશીંગ પિટિશનને ફગાવી દિધી છે.
આમોદ ગામમાં સનાતનીઓનું ધર્માંતરણ કરાવનારા વિધર્મીઓ છેલ્લા 15 વર્ષની, હિંદુઓને ટાર્ગેટ કરીને બેઠા હતા અને તેમને આર્થિક સહાય, મકાન બાંધી આપવા, નોકરી અપાવવી, અનાજ, અને કુલર લાવી આપવાની લાલચ આપતા હતા. આ સિવાય આ લોકો આમોદ ગામના હિંદુ સમાજના લોકોને એવા પણ વાયદા આપતા હતા કે જે ક્યારેય પૂરા જ ન થઈ શકે. દાખલા, તરીકે સરકારી નોકરી… હવે એમ કંઈ કોઈને પણ સરકારી નોકરી ન મળી જાય, એના નિયમો અનુસાર પરિક્ષાઓ પાસ કરવી પડે અને આખી એક પ્રોસીઝરમાંથી પસાર થવું પડે ત્યારે સરકારી નોકરી મળે… પરંતુ આ લોકો તો લાલચ આપતા હતા અને ગામડાના બિચારા ભોળા માણસો આ લોકોની વાતોમાં આવીને ફસાઈ જતા હતા.
ધર્માંતરણના આ ખતરનાક ષડયંત્રમાં સ્થાનિક વિધર્મીઓ અન્ય વિધર્મીઓની મદદથી હિંદુ પરિવારોના સભ્યોને જુદા-જુદા સ્થળે તેમના ધાર્મિક આયોજનોમાં લઈ જતા અને જોત-જોતામાં તો તેમનું ધર્માંતરણ કરાવી દિધું અને બાદમાં તેમને પદ્ધતિસરની તાલીમ પણ આપવામાં આવી. આ તાલીમ અંતર્ગત હિંદુ પરિવારના લોકોને મુસ્લીમ નામો ધારણ કરાવવામાં આવ્યા, તેમને કલમા પઢતા શીખવાડવામાં આવ્યા, તેમને જેહાદ અને ઉશ્કેરણીજનક ભાષણો આપવામાં આવ્યા, સાહિત્ય અને મટીરીયલ્સ દ્વારા તેમના માઈન્ડ વોશ કરવામાં આવ્યા અને તેમને કટ્ટર મુસ્લીમ બનાવવાના કાવતરાને સફાઈપૂર્વક અંજામ આપવામાં આવ્યો. ત્યાં સુધી આ નાપાક. વિધર્મીઓ આ લોકોને, લવજેહાદ કેવી રીતે કરવું, કઈ રીતે એક હિંદુ છોકરીને પ્રેમની જાળમાં ફસાવીને તેને વિધર્મી બનાવી દેવી તે પણ શિખવાડતા હતા.
આમોદ ગામના જ વતની પ્રવીણભાઈ વસંતભાઈ વસાવાને વિધર્મીઓની ટોળકીએ ધર્માંતરણના કાવતરામાં ફસાવ્યા અને તેમને મુસ્લિમ બનાવીને ઈસ્લામ ધર્મ અંગીકાર કરાવ્યો અને તેમનું નવું નામકરણ પણ કરવામાં આવ્યું. આરોપીઓ જુદી-જુદી જગ્યાએ આ વસંતભાઈને જેહાદ અને કટ્ટરતાવાદના ભાષણો અને પ્રવૃત્તિઓમાં તેમનું માઈન્ડવોશ કરવા માટે લઈ જતા હતા અને તે જ સમયે એક જેહાદી કાર્યક્રમમાં તેના ભાષણો સાંભળીને એક હિંદુ તરીકે પ્રવીણભાઈનું લોહી ઉકળી ગયું, તેમની અંદર રહેલો સનાતની જાગી ગયો અને તેમને ખ્યાલ આવી ગયો કે હું એક મોટા ષડયંત્રનો ભોગ બની ચૂક્યો છું. પ્રવીણભાઈએ જ્યારે આ વાતનો વિરોધ કર્યો ત્યારે વિધર્મી આરોપીઓએ તેમને પાકિસ્તાન અને કાશ્મીર કનેક્શનના હવાલા આપીને રીતસરની તેમની હત્યા કરી નાંખવાની ધમકી આપી અને તેમનામાં એક ક્યારેય ન ભૂલી શકાય તેવો ડર બેસાડી દેવામાં આવ્યો. જો કે, પ્રવીણભાઈના અંતરઆત્માએ તેમને ઝંઝોળ્યા અને આખરે તેમણે આ ષડયંત્રનો પર્દાફાશ કરવા માટે આમોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી, અને પોલીસે જ્યારે આની તપાસ કરી તો સનસનીખેજ ખુલાસો થયા હતા. ત્યારે વિધર્મીઓના ષડયંત્રનો પર્દાફાશ તો થયો જ, પણ સાથે જ એક સવાલ ઉભો થયો છે આવડા મોટા ધર્માંતરણના ષડયંત્રો થાય છે, તોપણ સરકારનું ધ્યાન આના પર કેમ નથી પડતું? શું હિંદુત્વના નામે માત્ર લોકોની ધાર્મિક ભાવનાઓને પંપાળી, મતો મેળવીને તેમને રઝળતા મૂકી દેવાના છે?
આમોદમાં ધર્માંતરણના ષડયંત્રકારોને હાઈકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો છે. હાઈકોર્ટે આ મામલે 12 આરોપીઓની ક્વોશિંગ પિટિશન ફગાવી દીધી છે. આરોપીઓએ પોતાની વિરુદ્ધ થયેલી FIR રદ કરવા પિટીશન કરી હતી. ગુજરાતના સૌથી મોટા ધર્માંતરણના કેસમાં જસ્ટિસ નિર્ઝર એસ.દેસાઇએ બહુ મહત્વપૂર્ણ અવલોકનો કરતાં જણાવ્યું કે, આ માત્ર એક વ્યકિતના ધર્માંતરણનો કેસ નથી પરંતુ લાર્જર કોન્સ્પીરસી એટલે કે આ એક મોટા અને વ્યાપક ગુનાહિત ષડયંત્રનો એક મોટો ભાગ છે. ધર્માંતરણના આટલા ગંભીર અને સંવેદનશીલ કેસની તપાસ અને ટ્રાયલને કેસના પ્રારંભિક તબક્કે રોકી શકાય નહી. કારણ કે, પ્રસુતત કેસમાં આરોપીઓ સામે બહુ પ્રથમદર્શનીય ગંભીર ગુનો સ્પષ્ટ થાય છે. હાલ તો સમગ્ર મામલે કોર્ટે પોતાનું કામ કરી દીધું છે, પરંતુ સવાલ એ છે કે, સરકાર અને પોલીસ તંત્ર અત્યાર સુધી શું કરી રહ્યું હતું?