Aravalli: ભીલોડામાં વેપારીના પુત્રની હત્યા, પ્રેમસંબંધની અદાવતમાં આરોપીએ મોતને ઘાટ ઉતાર્યો

રાજ્યમાં નજીવી બાબતે હત્યા કરવી એ સામાન્ય વાત બની ગઈ હોય તેમ લાગી રહ્યું છે. નરાધમોને કાયદો અને વ્યવસ્થાનો કોઈ ડર જ ન હોય તેમ હત્યાના ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઈ રહ્યાં છે. ત્યારે આવી જ એક ઘટના અરવલ્લીના ભીલોડા ખાતે સામે આવી છે.

અરવલ્લી જિલ્લાના ભીલોડા ખાતે ધોલવણી ત્રણ રસ્તા નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક વેપારીના પુત્રની હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. મૃતક યુવકનો મૃતદેહ એક કારમાંથી હત્યા કરાયેલી હાલતમાં મળી આવ્યો હતો. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ખળભળાટ મચાવી દીધો છે.

મૃતકના પિતાએ ફરિયાદ નોંધાવી

મૃતક યુવક દર્શનભાઈ મનહરભાઈ પટેલ ભીલોડાની અન્નપૂર્ણા સોસાયટીનો રહેવાસી હતો. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને આ ઘટનાની તપાસ હાથ ધરી છે. પ્રાથમિક માહિતી અનુસાર, મૃતકના પિતાએ નિર્સગ પટેલ નામના શખ્સ સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે નિર્સગ પટેલે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી હત્યા આચરી હતી.

પોલીસ તપાસમાં ચોંકાવનારું તથ્ય

પોલીસ તપાસમાં ચોંકાવનારું તથ્ય સામે આવ્યું છે કે આરોપી નિર્સગ પટેલ અને મૃતક દર્શન પટેલ એકબીજાને ઓળખતા હતા. બંનેને એક જ યુવતી સાથે પ્રેમસંબંધ હતો. જોકે યુવતીનું નિર્સગ પટેલ સાથે બ્રેકઅપ થઈ ગયુ હતું. યુવતીનું નિર્સગ સાથે બ્રેકઅપ થયા બાદ તેણે દર્શન સાથે સંબંધ ચાલુ રાખ્યો હતો. આ બાબતે અદાવત રાખીને નિસર્ગે દર્શન પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરીને મોતને ઘાટ ઉતાર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં જણાવાયું છે.

ભીલોડા પોલીસે તપાસ શરૂ કરી

ભીલોડા પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ ઘટનાસ્થળની તપાસ કરી રહી છે અને આરોપી નિર્સગ પટેલની પુછપરછ ચાલુ છે. આ ઘટના પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ પોલીસે આ મામલે વિસ્તૃત તપાસ હાથ ધરી છે.

આ ઘટનાએ સ્થાનિક સમુદાયમાં આઘાત અને ભયનો માહોલ સર્જ્યો છે. પોલીસે આરોપીને રાઉન્ડઅપ કર્યો છે અને હાલ તેની પુછપરછ ચાલુ છે અને પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઈ રહી છે, જે આ કેસમાં વધુ સ્પષ્ટતા લાવી શકે છે.

આ પણ વાંચો: Ahmedabad વિમાન દુર્ઘટનાની તપાસ બની તેજ, AAIBએ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને સોંપ્યો પ્રાથમિક રિપોર્ટ

Ahmedabad વિમાન દુર્ઘટનાની તપાસ બની તેજ, AAIBએ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને સોંપ્યો પ્રાથમિક રિપોર્ટ

12 જૂને અમદાવાદમાં એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનામાં 270 લોકો માર્યા ગયા હતા. અકસ્માતની તપાસ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઈન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB)ને સોંપવામાં આવી છે. હવે AAIB એ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પ્રારંભિક તપાસ અહેવાલ સુપરત કર્યો છે.

AAIBએ પ્રાથમિક રિપોર્ટ સોંપ્યો

અમદાવાદમાં 12 જૂનના રોજ થયેલા એર ઈન્ડિયાના વિમાન દુર્ઘટનાની તપાસ તેજ થઈ ગઈ છે. અકસ્માતની તપાસ કરી રહેલી એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ની ટીમે નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને સંબંધિત અધિકારીઓને પોતાનો પ્રારંભિક અહેવાલ સુપરત કર્યો છે. સૂત્રોએ જણાવ્યું હતું કે AI 171 વિમાન દુર્ઘટના અંગે તૈયાર કરાયેલ અહેવાલ તપાસના પ્રારંભિક તારણો પર આધારિત છે.

AAIB અકસ્માતની તપાસ કરી રહ્યું છે

અમદાવાદ વિમાન દુર્ઘટનાની તપાસ એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ને સોંપવામાં આવી છે. AAIB એ તપાસ માટે એક બહુ-શાખાકીય ટીમની રચના કરી છે. આંતરરાષ્ટ્રીય પ્રોટોકોલ મુજબ રચાયેલી ટીમનું નેતૃત્વ DG AAIB કરી રહ્યા છે. આ કિસ્સામાં, બ્લેક બોક્સ અને હેન્ડલિંગ કોકપીટ વોઇસ રેકોર્ડર (CVR) અને ફ્લાઇટ ડેટા રેકોર્ડર (FDR) બંને મળી આવ્યા છે. 13 જૂન, 2025 ના રોજ અકસ્માત સ્થળ પર ઇમારતની છત પરથી CVR મળી આવ્યો હતો. તે જ સમયે, 16 જૂન, 2025 ના રોજ કાટમાળમાંથી FDR મળી આવ્યો હતો. તેમના સુરક્ષિત સંચાલન, સંગ્રહ અને પરિવહન માટે માનક સંચાલન પ્રક્રિયાઓ નક્કી કરવામાં આવી હતી. હવે AAIB એ નાગરિક ઉડ્ડયન મંત્રાલયને તેનો પ્રારંભિક અહેવાલ સુપરત કર્યો છે.

12 જૂનના રોજ, એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-171, જે કુલ 242 મુસાફરો અને ક્રૂ સભ્યોને લઈને લંડન જઈ રહી હતી, તે અમદાવાદની મેડિકલ કોલેજ કેમ્પસમાં ક્રેશ થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં એક વ્યક્તિ સિવાય પ્લેનમાં સવાર એક સિવાય તમામ યાત્રીઓ માર્યા ગયા હતા અને પ્લેન જ્યાં ક્રેશ થયુ ત્યાં જમીન પર હાજર લગભગ 29 લોકો માર્યા ગયા હતા.

વિમાન દુર્ઘટનામાં 270 લોકોના મોત

અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનામાં 270 લોકોના મોત થયાના એક અઠવાડિયા પછી, DNA મેચિંગ દ્વારા 215 મૃતદેહોની ઓળખ કરવામાં આવી છે. 198 મૃતદેહો તેમના પરિવારોને સોંપવામાં આવ્યા છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે સોંપવામાં આવેલા 198 મૃતદેહોમાં 149 ભારતીય, 32 બ્રિટિશ, સાત પોર્ટુગીઝ અને એક કેનેડિયન નાગરિકનો સમાવેશ થાય છે. 198 મૃતદેહોમાં જમીન પર મૃત્યુ પામેલા સાત લોકોના મૃતદેહોનો પણ સમાવેશ થાય છે.

Ahmedabad ના ચાંદખેડામાં બ્લેકમેલિંગનો ભોગ બની 21 વર્ષીય યુવતી

Maharashtra: વ્યાપારીઓના વિરોધ પ્રદર્શન સામે MNSની રેલી, પોલીસે કાર્યકર્તાઓને હિરાસતમાં લીધા

ગયા અઠવાડિયે, મીરા ભાઈંદર વિસ્તારમાં એક ગુજરાતી ફૂડ સ્ટોલ માલિકને મરાઠીમાં ન બોલવા બદલ કેટલાક MNS કાર્યકરોએ થપ્પડ મારી હતી. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. આ પછી, વેપારીઓએ વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. મંગળવારે, વેપારીઓના વિરોધના જવાબમાં, MNS કાર્યકરોએ રેલી કાઢી અને સૂત્રોચ્ચાર કર્યા.

MNS કાર્યકરોએ રેલી કાઢી

મહારાષ્ટ્રમાં ફૂડ સ્ટોલ માલિકને થપ્પડ મારવા સામે વેપારીઓના વિરોધના જવાબમાં, મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) એ મીરા ભાઈંદર વિસ્તારમાં એક રેલી કાઢી હતી. આ દરમિયાન MNS કાર્યકરોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. કાર્યકર્તાઓએ સરકાર પર વિરોધ પ્રદર્શન કરવાની પરવાનગી ન આપવાનો આરોપ લગાવ્યો હતો. પોલીસે MNS કાર્યકરો અને નેતાઓને કસ્ટડીમાં લીધા હતા. આ દરમિયાન, CM ફડણવીસે વિરોધ પ્રદર્શન કરવાની પરવાનગી ન આપવાના આરોપ પર સ્પષ્ટતા આપી હતી.

MNSના સાત સભ્યોની અટકાયત

હકીકતમાં, ગયા અઠવાડિયે, મીરા ભાઈંદર વિસ્તારમાં એક ફૂડ સ્ટોલ માલિકને મરાઠીમાં ન બોલવા બદલ કેટલાક MNS કાર્યકરોએ એક પછી એક થપ્પડો મારી હતી. બાદમાં MNSના સાત સભ્યોની અટકાયત કરવામાં આવી હતી અને પોલીસે તેમને નોટિસ આપ્યા બાદ છોડી દેવામાં આવ્યા હતા.

ભાયંદર વિસ્તારના વેપારીઓએ ફૂડ સ્ટોલ માલિક પર હુમલો કરનારાઓ સામે કાર્યવાહીની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. મંગળવારે વેપારીઓના વિરોધના જવાબમાં મનસેએ રેલી કાઢી હતી. આ દરમિયાન કાર્યકર્તાઓએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન પોલીસે મનસેના કાર્યકરોની અટકાયત કરી હતી. અગાઉ પોલીસે મનસે નેતા અવિનાશ જાધવની અટકાયત કરી હતી.

દત્તા શિંદેએ જણાવ્યું…

એડિશનલ સીપી દત્તા શિંદેએ જણાવ્યું હતું કે વિરોધ પ્રદર્શનને મંજૂરી ન આપવાનું એક કારણ અહીં અગાઉ બનેલી એક ઘટના હતી. પોલીસ સંપૂર્ણપણે સતર્ક છે અને અહીં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે. પરિસ્થિતિ શાંતિપૂર્ણ છે. અમે લોકોને અહીં ભેગા ન થવાનું કહી રહ્યા છીએ. અવિનાશ જાધવ હાલ કસ્ટડીમાં છે.

રાત્રે ઓશીકા નીચે લસણની કળી રાખવાના અદ્ભુત ફાયદા

આયુર્વેદ અને લોકવાયકાઓમાં લસણને સ્વાસ્થ્ય માટે અમૃત સમાન ગણવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે રાત્રે ઓશીકા નીચે લસણની એક કળી રાખવાથી પણ અનેક ફાયદા થઈ શકે છે? આ પરંપરા ઘણી જૂની છે અને તેની પાછળ વૈજ્ઞાનિક તથા આધ્યાત્મિક કારણો પણ જોડાયેલા છે.

શ્વસન સંબંધી સમસ્યાઓને રોકવામાં સહાયક

લસણમાં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરલ ગુણ હોય છે, જે હવામાં રહેલા હાનિકારક જીવાણુઓને દૂર કરવામાં મદદ કરે છે. રાત્રે ઓશીકા નીચે લસણ રાખવાથી તેની સુગંધ શ્વાસ દ્વારા શરીરમાં પ્રવેશે છે, જે શરદી, ખાંસી અને શ્વસન સંબંધી સમસ્યાઓને રોકવામાં સહાયક બને છે. આ ઉપરાંત, લસણની ગંધ તણાવ ઘટાડવામાં અને ઊંઘને ગાઢ બનાવવામાં મદદ કરે છે, જેથી તમે સવારે તાજગી અનુભવો છો.

વાસ્તવમાં લસણમાં હાજર વિટામિન B1 અને B6 ચેતા સુધી મેલાટોનિન પહોંચાડવામાં અને શાંતિપૂર્ણ ઊંઘ લાવવામાં મદદ કરે છે. તેમાં હાજર એન્ટી-ટોક્સિન ગુણધર્મો બંધ નાક ખોલે છે અને ચેપ અને શ્વાસ લેવામાં તકલીફ સામે રક્ષણ આપે છે. પ્રાચીન ઉપાય મુજબ એવું માનવામાં આવતું હતું કે, ઓશિકા નીચે લસણની કળી રાખવાથી પણ ઊંઘમાં સુધારો થાય છે અને ઊંઘની વિકૃતિઓમાં રાહત મળે છે. જો કે તેની વૈજ્ઞાનિક સમજૂતી લસણમાં રહેલા સલ્ફર સાથે સંબંધિત છે. જે તીવ્ર ગંધનું કારણ બને છે. એવું માનવામાં આવે છે કે આ તીવ્ર ગંધ ઊંઘ લાવવામાં મદદ કરે છે અને શાંત અસર છોડી દે છે.

લસણ નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે જાણીતું

આધ્યાત્મિક દૃષ્ટિકોણથી, લસણ નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે જાણીતું છે. ઘણા લોકો માને છે કે ઓશીકા નીચે લસણ રાખવાથી ખરાબ સપના અને નકારાત્મક વિચારો દૂર રહે છે. આ પરંપરા ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં લોકપ્રિય છે, જ્યાં લોકો આને સુરક્ષા અને સકારાત્મકતાનું પ્રતીક માને છે.

આ ઉપાય અજમાવવા માટે, રાત્રે એક તાજી લસણની કળી લઈને તેને સાફ કપડામાં લપેટી ઓશીકા નીચે રાખો. ખાસ કરીને શિયાળામાં આ ઉપાય વધુ અસરકારક છે. જો તમને લસણની ગંધ અસહ્ય લાગે, તો તેને બે સ્તરના કપડામાં લપેટી શકો છો. આ સરળ ઉપાયથી તમે સ્વાસ્થ્ય અને શાંતિનો અનુભવ કરી શકો છો.

જામનગર અને ધ્રોલમાં બેંક ATMના નાણાંની ઉચાપત, 31.36 લાખની છેતરપિંડી

જામનગર અને ધ્રોલમાં બેંક એટીએમના નાણાંની ઉચાપતનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં 31.36 લાખ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. આ ઘટના જામનગર શહેરના લીમડા લેન, રણજીત સાગર રોડ, સાધના કોલોની સામે આવેલી એસબીઆઈની નવાગામ ઘેડ શાખા અને ધ્રોલની બેંક શાખામાં બની છે. આ મામલે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ફરિયાદ જામનગરના સીટી બી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

બેંકના નાણાંની ઉચાપત

આ ઘટનામાં આરોપીઓ એટીએમમાં નાણાં જમા કરાવવા અને ઉપાડવાની જવાબદારી સંભાળતા હતા. તેમની પાસે એટીએમના પાસવર્ડ હતા, જેનો દુરુપયોગ કરીને તેમણે બેંકના નાણાંની ઉચાપત કરી. એટીએમમાં નાણાં જમા કરાવવાને બદલે, આરોપીઓએ કુલ 31 લાખ 36 હજાર રૂપિયા પોતાના અંગત ઉપયોગમાં વાપર્યા. આ રીતે, બેંકના નાણાંનો ગેરઉપયોગ કરીને તેમણે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી.

બેંકોને વધુ કડક પગલાં લેવાની જરૂર

આ ઘટના બહાર આવતાં બેંક અધિકારીઓએ તાત્કાલિક પોલીસને જાણ કરી, અને સીટી બી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે અને આરોપીઓની શોધખોળ ચાલુ છે. આ ઘટનાએ બેંકની સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા કર્યા છે. એટીએમના નાણાંની સુરક્ષા અને વિશ્વાસની જાળવણી માટે બેંકોને વધુ કડક પગલાં લેવાની જરૂર છે. પોલીસ તપાસમાં આગળની કાર્યવાહીની વિગતો ટૂંક સમયમાં સામે આવે તેવી અપેક્ષા છે.

Ahmedabad ના શહેરકોટડામાં અપહરણ અને હત્યાની ચોંકાવનારી ઘટના

Gandhinagar ના કોબા ખાતે આચાર્ય શ્રી મહાશ્રમણજીનો ચતુર્માસ પ્રવેશ સમારોહ 2025 યોજાયો

ગાંધીનગરના કોબા સ્થિત પ્રેક્ષા વિશ્વભારતી ખાતે આચાર્ય શ્રી મહાશ્રમણજીનો ચતુર્માસ પ્રવેશ સમારોહ યોજાયો. આ પ્રસંગે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ઉપસ્થિત રહી ધર્મ, અહિંસા, અને આત્માના વિકાસના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. આચાર્ય શ્રી મહાશ્રમણજીએ પણ અહિંસા, સંયમ અને તપને ઉત્કૃષ્ટ ધર્મ તરીકે વર્ણવ્યા હતા.

આ સમારોહમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ચતુર્માસ દરમિયાન સાધુ સંતો એક જ જગ્યાએ રોકાણ કરે છે અને લોકો સાથે શાસ્ત્રો તથા આત્મા-પરમાત્મા વિષે ચર્ચા કરે છે તથા લોકોના પ્રશ્નોનું નિરાકરણ કરીને આત્માના વિકાસનો માર્ગ આપે છે. આપણા સૌ માટે આનંદની વાત છે કે, આચાર્ય પ્રવર શ્રી મહાશ્રમણજી ચાર મહિના અહીં રહેશે. આપણે તેમના જ્ઞાનનો લાભ અવશ્ય લેવો જોઈએ.

રાજ્યપાલશ્રીએ વધુમાં કહ્યું હતું કે, મહર્ષિ પતંજલિએ યોગસૂત્રમાં આત્માની ઉન્નતી માટે યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિનો માર્ગ બતાવ્યો છે. જેમાં યમમાં અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ મહાભૂતની વાત કરવામાં આવી છે. જે આત્માની ઉન્નતીનો રસ્તો બતાવે છે. આ પાંચ મહાભૂતો સમગ્ર દુનિયામાં બધા માટે સમાન રીતે લાગુ પડે છે. મનુષ્યના આત્માના વિકાસ માટે આ પાંચ સિદ્ધાંતો જરૂરી છે. આપણું જીવન માત્ર ખાવા, પીવા અને જીવવા માટે નથી, જીવનનો સાચો ઉદ્દેશ્ય આત્માની ઉન્નતિમાં છે. જીવનનું અંતિમ લક્ષ્ય આત્માનો વિકાસ કરીને મોક્ષ પ્રાપ્ત કરવાનું છે.

અહિંસાની વ્યાખ્યા આપતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, પ્રાણીમાત્ર પ્રત્યે દયા, કરુણા અને સહિષ્ણુતાની ભાવના રાખવી, મન, વચન અને કર્મથી કોઈ વિશે ખરાબ ન વિચારવું એ જ સાચી અહિંસા છે. અહિંસાના સિધ્ધાંત વિના આ દુનિયા ટકી શકે નહીં.

રાજ્યપાલશ્રીએ વધુમાં ઉમેર્યું કે, જે વ્યક્તિ અહિંસા, દયા અને સહિષ્ણુતાને પોતાના જીવનમાં ઉતારે છે, તેના માટે જ આધ્યાત્મનો રસ્તો ખુલે છે. સાધુ સંતોનું જીવન પરોપકાર માટે હોય છે. આચાર્ય શ્રી મહાશ્રમણજીએ દેશભરમાં 60 હજાર કિલોમીટરથી વધુ ચાલીને યાત્રા કરી છે. ગામે-ગામ જઈને લોકો વચ્ચે રહે છે, લોકોને ઉપદેશ આપે છે. યુવાનોને વ્યસન મુક્ત કરવાનું કાર્ય કરે છે. પ્રકૃતિને બચાવવા વૃક્ષારોપણ અભિયાન ચલાવે છે. આ ઉપરાંત માનવ મૂલ્યના મૂળભૂત સિદ્ધાંતોને બચાવવા કાર્ય કરી રહ્યા છે, જે ખૂબ પ્રશંસાને પાત્ર છે.

આ પ્રસંગે આચાર્ય શ્રી મહાશ્રમણજીએ ધર્મની વ્યાખ્યા સમજાવતાં કહ્યું કે, ધર્મના ત્રણ પ્રકાર છે, અહિંસા, સંયમ અને તપ સૌથી ઉત્કૃષ્ટ ધર્મ છે. પ્રાણી માત્ર પ્રત્યે અહિંસાની ભાવના, મૈત્રીપૂર્ણ વ્યવહાર, તમામ પ્રાણીઓને આપણા સમાન માનવા એ જ સાચો ધર્મ છે. જે વ્યવહાર આપણા માટે પ્રતિકૂળ છે, તેવો વ્યવહાર અન્ય સાથે કરવો જોઈએ નહીં. આપણને સુખ ગમે તો અન્યને પણ સુખ જ ગમે, આપણે અપમાન સહન ન કરી શકીએ તો કોઈનું અપમાન ન કરવું જોઈએ. આપણે જે અન્ય પાસેથી ચાહિયે છીએ તેવું વર્તન આપણે બીજા સાથે કરીએ તે જ સાચી અહિંસા છે.

આચાર્ય શ્રી મહાશ્રમણજીએ વધુમાં કહ્યું કે, સાચો ધર્મ મનુષ્યને ઉન્નત કરીને જીવનને પવિત્ર બનાવે છે. જૈન ધર્મમાં ચતુર્માસનું વિશેષ મહત્વ છે, જેમાં સાધુ સંતો એક જ સ્થાન પર રહી ચાર મહિના સુધી સાધના કરે છે અને લોકોને ઉપદેશ આપે છે. આ પરંપરા ભારતનો અમૂલ્ય આધ્યાત્મિક વારસો છે. આ અવસરે આપણે સૌએ સાચા ધર્મને અપનાવીને સમગ્ર દુનિયા માટે સુખ શાંતિનો રસ્તો બનાવવો જોઇએ.

આચાર્ય શ્રી મહાશ્રમણજીના ચતુર્માસ પ્રવેશ કાર્યક્રમમાં મુખ્ય મુની શ્રી મહાવીર કુમાર, સાધ્વી પ્રમુખા, સાધ્વી વર્યા, આમંત્રિત મહેમાનો, મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં જૈન ધર્મના અનુયાયીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Ahmedabad ના શહેરકોટડામાં અપહરણ અને હત્યાની ચોંકાવનારી ઘટના

અમદાવાદના શહેરકોટડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉમંગ દાંતાણી નામના યુવકનું અપહરણ અને હત્યાનો એક ગંભીર બનાવ પ્રકાશમાં આવ્યો છે. આ ઘટનાએ સ્થાનિક વિસ્તારમાં ખળભળાટ મચાવી દીધો છે. ફરિયાદી સંગીતાબેન, ઉમંગની પત્ની,ના જણાવ્યા મુજબ, રાત્રે તેમનું બાળક રડતું હોવાથી ઉમંગ નાસ્તો લેવા ઘરની બહાર નીકળ્યા હતા. તેઓ સરસપુરની શારદાબેન હોસ્પિટલ પાસે ચા અને બિસ્કીટ લેવા ગયા અને ઘર નજીક આવેલા રાધે પાનની દુકાને દૂધ લેવા ગયા હતા.

આ દરમિયાન, ઉમંગની પાંચથી સાત લોકોના ટોળા સાથે બોલાચાલી થઈ. આ બોલાચાલી બાદ આરોપીઓએ ઉમંગનું અપહરણ કર્યું અને તેમને બોરડીવટનગરના છાપરા નજીકના મેદાનમાં લઈ ગયા. ત્યાં લોખંડના પાઈપ અને લાકડીઓ વડે તેમના પર ઘાતક હુમલો કરવામાં આવ્યો, જેના કારણે ઉમંગનું મોત નીપજ્યું. આરોપીઓએ ત્યારબાદ ઉમંગનો મૃતદેહ વોરાના રોજા નજીક જાહેર રોડ પર તરછોડી ફરાર થઈ ગયા.

આ ઘટના અંગે સંગીતાબેને શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસે તપાસ શરૂ કરી અને ક્રાઈમ બ્રાન્ચે નરોડા, નિકોલ અને ચિત્રકૂટ જોગણી માતાના મંદિર પાસેના વિસ્તારમાં આરોપીઓની શોધખોળ હાથ ધરી. તપાસ દરમિયાન, ક્રાઈમ બ્રાન્ચે સુમિત ઉર્ફે બિલાડી પટણી, ઉમેશ ઉર્ફે અભણ પટણી અને એક સગીરની અટકાયત કરી. જ્યારે રોહન ઉર્ફે ભૂરો પટણી, આકાશ ઉર્ફે ભૂલો પટણી અને પૂનમ ઉર્ફે બલ્લો પટણીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે સુમિત અને ઉમંગના ભાઈ વચ્ચે જૂની અદાવત હતી, જે આ હુમલાનું મુખ્ય કારણ હોવાનું પ્રાથમિક તારણ છે. સુમિત વિરુદ્ધ નિકોલ, મહેસાણા અને ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં હત્યા, હત્યાનો પ્રયાસ (IPC 302, 307) અને મારામારીના ગુના નોંધાયેલા છે. ઉમેશ વિરુદ્ધ પણ શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં મારામારીના ત્રણ ગુના નોંધાયેલા છે. આ કેસની ઝીણવટભરી તપાસ ચાલુ છે, અને પોલીસ બાકીના આરોપીઓને પકડવા માટે સક્રિય છે.

યુરોપનો નકશો બદલવાનો પ્રયાસ, મિડલ ઇસ્ટમાં વધતો પ્રભાવ… શું છે પુતિનની યોજના?

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન યુક્રેન યુદ્ધ અને મધ્ય પૂર્વમાં પોતાનો પ્રભાવ વધારવાની રણનીતિ સાથે વૈશ્વિક રાજકારણમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. યુક્રેન પર 2022માં શરૂ થયેલા આક્રમણથી રશિયાએ યુરોપના નકશાને બદલવાનો પ્રયાસ કર્યો છે, જ્યારે મધ્ય પૂર્વમાં ઈરાન સાથેના સંબંધોને મજબૂત કરીને પોતાની સ્થિતિને વધુ મજબૂત કરવાની કોશિશ કરી રહ્યા છે.

પુતિનનો હેતુ માત્ર યુક્રેન પર નિયંત્રણ જ નથી, પરંતુ તેઓ ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે મધ્યસ્થીની ભૂમિકા ભજવીને મધ્ય પૂર્વમાં પણ પોતાની હાજરી નોંધાવવા માગે છે. તાજેતરમાં રશિયાએ આફ્ઘાનિસ્તાનની તાલિબાન સરકારને માન્યતા આપી, જેનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ઘણા પ્રશ્નો ઉભા થયા છે. આ પગલું એ દર્શાવે છે કે પુતિન અમેરિકા અને યુરોપના પ્રભાવને પડકારવા માટે નવી રણનીતિ અપનાવી રહ્યા છે.

યુક્રેનમાં રશિયાના હુમલાઓ ફરીથી તીવ્ર બન્યા છે, ખાસ કરીને કિવ અને અન્ય મોટા શહેરોમાં. આ યુદ્ધને કારણે લાખો લોકો વિસ્થાપિત થયા છે અને હજારો નાગરિકોના મોત થયા છે. રશિયાના આક્રમણથી યુરોપમાં શરણાર્થીઓનો મોટો પ્રવાહ ઉભો થયો છે, જે બીજા વિશ્વયુદ્ધ પછીનો સૌથી મોટો શરણાર્થી સંકટ ગણાય છે. આ ઉપરાંત, યુક્રેનના કૃષિ અને શિપિંગ ઉદ્યોગને થયેલા નુકસાનથી વૈશ્વિક ખાદ્ય સંકટ પણ ઊભું થયું છે.

ઈરાન સાથેના સંબંધોમાં રશિયાએ શાહેદ ડ્રોન્સ અને તેની ટેક્નોલોજી મેળવી, જેનો ઉપયોગ યુક્રેન યુદ્ધમાં થઈ રહ્યો છે. આ ગઠબંધન રશિયાને આર્થિક અને લશ્કરી રીતે મજબૂતી આપે છે, પરંતુ ઈઝરાયેલ સાથેના સંબંધોને પણ સંતુલિત રાખવાનો પ્રયાસ કરે છે. પુતિનની આ રણનીતિ વૈશ્વિક રાજકારણમાં રશિયાને એક મહત્વના ખેલાડી તરીકે સ્થાપિત કરવાની છે, જેનાથી અમેરિકા અને યુરોપના પ્રભાવને પડકારી શકાય.

આ બધા વચ્ચે, યુક્રેન યુદ્ધનો અંત લાવવા માટે શાંતિ વાટાઘાટો ચાલુ છે, પરંતુ હજુ સુધી કોઈ મોટી સફળતા મળી નથી. પુતિનની આ રણનીતિઓ વૈશ્વિક સ્તરે ચર્ચાનો વિષય બની રહી છે, અને ભવિષ્યમાં તેની અસર વધુ સ્પષ્ટ થશે.

1 ઓગસ્ટથી 100 દેશો પર નવો ટેરિફ લગાવવાની તૈયારીમાં ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે 1 ઓગસ્ટ, 2025થી લગભગ 100 દેશોમાંથી આયાત થતા માલ પર 10 ટકાનો “રેસિપ્રોકલ” ટેરિફ લાગુ કરવામાં આવશે. આ ટેરિફનો હેતુ અમેરિકા સાથે વેપાર કરતા દેશોના ટેરિફને સંતુલિત કરવાનો છે. ભારતથી અમેરિકામાં આયાત થતા માલ પર લાગુ 26 ટકા ટેરિફની મુદત 9 જુલાઈ, 2025ના રોજ સમાપ્ત થઈ રહી છે, અને હવે નવા ટેરિફની જાહેરાતથી એવો પ્રશ્ન ઉભો થાય છે કે શું ભારત પણ આ 100 દેશોની યાદીમાં સામેલ છે?

ટ્રમ્પે 12 દેશોને ટેરિફ સંબંધિત પત્રો પર હસ્તાક્ષર કર્યા છે, જે 7 જુલાઈ, 2025ના રોજ જાહેર કરવામાં આવશે. જોકે, આ દેશોના નામ હજુ સ્પષ્ટ થયા નથી. ભારત અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી વેપારી વાતચીત હજુ અધૂરી છે, ખાસ કરીને કૃષિ ક્ષેત્રે અડચણો છે. ભારતે અમેરિકાના ટેરિફના જવાબમાં વિશ્વ વેપાર સંગઠન (WTO)માં ઓટોમોબાઈલ પાર્ટ્સ અને વાહનો પર પ્રતિકારક ટેરિફ લગાવવાની યોજના જાહેર કરી છે.

ટ્રમ્પના જણાવ્યા મુજબ, ટેરિફ 10 ટકાથી લઈને 70 ટકા સુધીના હોઈ શકે છે, જે દેશો વચ્ચેના વેપાર સંબંધો અને વાતચીતના પરિણામો પર આધારિત હશે. ભારત માટે આ ટેરિફની અસર ખાસ કરીને IT, ઓટોમોબાઈલ, અને ટેક્સટાઈલ જેવા ક્ષેત્રો પર પડી શકે છે. ભારતીય નીતિ નિર્માતાઓ અને નિકાસકારો આ અંગે ચિંતિત છે અને 9 જુલાઈની અંતિમ તારીખ પહેલા વેપાર સમજૂતી કરવાના પ્રયાસો કરી રહ્યા છે.

જો ભારત અને અમેરિકા વચ્ચે આ સમયમર્યાદામાં સમજૂતી નહીં થાય, તો ભારતને નવા ટેરિફનો સામનો કરવો પડી શકે છે, જેની અસર ભારતના નિકાસ ઉદ્યોગો પર થઈ શકે છે.

Ahmedabad ના ચાંદખેડામાં બ્લેકમેલિંગનો ભોગ બની 21 વર્ષીય યુવતી

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં 21 વર્ષીય યુવતીએ 14મા માળેથી છલાંગ લગાવી આત્મહત્યા કરી લીધી. આ ઘટનાનું મૂળ કારણ તેના પ્રેમી મોહિત ઉર્ફે મિતરાજ મકવાણા અને તેના સાથી હાર્દિક રબારી દ્વારા કરવામાં આવેલું બ્લેકમેલિંગ હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ સમાજમાં ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે, જેમાં સાયબર ગુનાઓ, ગોપનીયતાનું હનન અને માનસિક સ્વાસ્થ્ય જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે.

શું છે મામલો

મળતી માહિતી અનુસાર, મૃતક યુવતી લાંબા સમયથી મોહિત મકવાણા સાથે પ્રેમસંબંધમાં હતી. આ સંબંધ દરમિયાન, મોહિતે યુવતીની સંમતિ વિના તેના અંગત પળોનો વીડિયો રેકોર્ડ કર્યો હતો. આ વીડિયો બાદમાં હાર્દિક રબારીના ફોનમાં પણ પહોંચ્યો, જેણે યુવતીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. 2 જુલાઈની સાંજે યુવતીએ તેની મિત્ર કાજલબહેનને આ વીડિયો વિશે જાણ કરી અને જણાવ્યું કે તેણે હાર્દિકના ફોનમાં પોતાનો વાંધાજનક વીડિયો જોયો છે.

બંને પક્ષો વચ્ચે સમાધાન

આ ઘટના બાદ યુવતી, તેની મિત્ર કાજલબહેન અને કાજલના પતિ સાથે વૈષ્ણોદેવી સર્કલ ખાતે હાર્દિકને મળવા ગઈ. ત્યાં હાર્દિકે યુવતીનો વાંધાજનક વીડિયો ત્રણેયને બતાવ્યો. બાદમાં, તેઓ મોહિતને મળ્યા અને વીડિયો ડિલીટ કરવાની માંગ કરી. મોહિતે શરૂઆતમાં ઇનકાર કર્યો, પરંતુ યુવતીએ સોલા પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો. પોલીસની હાજરીમાં મોહિતના ફોનમાંથી વીડિયો ડિલીટ કરવામાં આવ્યો, અને બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવવામાં આવ્યું.

યુવતીને બ્લેકમેલિંગનો ડર રહેતો

જોકે, આ ઘટના બાદ પણ યુવતીને બ્લેકમેલિંગનો ડર રહેતો હતો. આરોપ છે કે મોહિત અને હાર્દિકે યુવતીને સતત હેરાન કરવાનું ચાલુ રાખ્યું. યુવતીએ મોહિતને 6,000 રૂપિયા આપ્યા હતા અને તેની સોનાની ચેઇન પણ ગીરવે મૂકી હતી, પરંતુ આ બધું છતાં બ્લેકમેલિંગ બંધ ન થયું.

3 જુલાઈએ યુવતીએ તેની મિત્રને જણાવ્યું કે તે તેના મિત્ર જયરાજ સિંહ સાથે બહાર ફરવા જઈ રહી છે અને પાછી નહીં ફરે. બીજા દિવસે વહેલી સવારે, યુવતીએ જયરાજના ઘરે 14મા માળેથી છલાંગ લગાવી પોતાનું જીવન ટૂંકાવી દીધું. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર જગાવી છે.

પોલીસ તપાસ અને કાનૂની કાર્યવાહી

આ ઘટના બાદ મૃતક યુવતીના મિત્રએ મોહિત મકવાણા અને હાર્દિક રબારી સામે આત્મહત્યા માટે ઉશ્કેરણીનો ગુનો નોંધાવ્યો છે. ચાંદખેડા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ આ મામલે બંને આરોપીઓની પૂછપરછ કરી રહી છે, અને વીડિયોના વાયરલ થવાની શક્યતા અને અન્ય સંબંધિત પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.

આ ઘટના ડિજિટલ યુગમાં ગોપનીયતાના હનન અને સાયબર બ્લેકમેલિંગના ગંભીર પરિણામોને ઉજાગર કરે છે. યુવતીની આત્મહત્યા માત્ર એક વ્યક્તિગત દુર્ઘટના નથી, પરંતુ સમાજમાં વધતા જતા સાયબર ગુનાઓ અને માનસિક તણાવનું એક ઉદાહરણ છે. આવા કિસ્સાઓ એ વાતની યાદ અપાવે છે કે વ્યક્તિગત અને અંગત માહિતીનો દુરુપયોગ કેટલો ખતરનાક હોઈ શકે છે.

આ દુ:ખદ ઘટના સમાજને એક મહત્વપૂર્ણ પાઠ આપે છે કે સંબંધોમાં વિશ્વાસ અને સંમતિનું મહત્વ સમજવું જરૂરી છે. સાથે જ, સાયબર ગુનાઓ સામે કડક કાનૂની કાર્યવાહી અને જનજાગૃતિની જરૂર છે. ચાંદખેડા પોલીસની તપાસથી આશા છે કે યુવતીને ન્યાય મળશે અને આવી ઘટનાઓ ભવિષ્યમાં રોકવા માટે યોગ્ય પગલાં લેવામાં આવશે.

ડાયાબિટી સામે ગુજરાત સરકારનો જંગ, ગરીબ દર્દીઓને નિ:શુલ્ક ઇન્સ્યુલીન ઇન્જેકશન આપવામાં આવ્યા

છેલ્લા એક વર્ષમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 25 હજાર દર્દીઓને રૂ. 1.9 કરોડના ઇન્સ્યુલીન ઇન્જેકશન નિ:શુલ્ક આપવામાં આવ્યા

રુ. 1.9 કરોડ કરતાં વધારે ના ઇન્સ્યુલિન ઇન્જેક્શન તેમ જ 78 લાખ કરતા વધારે ના ગ્રોથ હોર્મોન ઇંજેક્શનો ગરીબ દર્દીઓને પૂરા પાડી દર્દીલક્ષી અભિગમ દર્શાવતો રાજ્યનો આરોગ્ય વિભાગ

રાજ્ય સરકારના નોન કોમ્યુનીકેબલ ડીસીઝ(બિનચેપી રોગ)પ્રોગ્રામ ના ભાગરૂપે સિવિલ હોસ્પિટલ અમદાવાદ દ્વારા છેલ્લા એક વર્ષમાં ડાયાબિટીસના 25 હજાર કરતા વધારે દર્દીઓને અંદાજે 1.9 કરોડના ઇન્સ્યુલિન ઇન્જેક્શનનો પૂરા પાડવામાં આવ્યા છે.

ડો. રાકેશ જોષીએ જણાવ્યુ..

આ અંગે વધુ વિગતો આપતા સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીએ જણાવ્યુ હતુ કે, રાજ્ય સરકાર દ્વારા બ્લડપ્રેશર, ડાયાબિટીસ જેવા નોન કોમ્યુનિકેબલ રોગો કે જે લાઇફ સ્ટાઇલ ડીસીઝ તરીકે ઓળખાય છે તેને અટકાવવા માટે દર શુક્રવારે બિનચેપી રોગ નિદાન કાર્યક્રમ અંતર્ગત સ્ક્રીનીંગ કરીને ત્વરીત સારવાર મળે તે દિશામાં પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. જેના ભાગરૂપે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી લઈ મેડિકલ કૉલેજ હોસ્પિટલ સુધી તમામ હોસ્પિટલોમાં આવતા દર્દીઓમાં બ્લડપ્રેશર, ડાયાબિટીસ જેવા નોન કોમ્યુનિકેબલ રોગોની તપાસ થઈ વહેલી ઓળખ થાય અને વહેલી સારવાર શરૂ થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવે છે.

સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે રાજ્ય સરકારના નોન કોમ્યુનીકેબલ ડીસીઝ પ્રોગ્રામના ભાગરૂપે છેલ્લા એક વર્ષમાં ડાયાબિટીસના કુલ 25,348 દર્દીઓને અંદાજે રૂ.1.9 કરોડના ઇન્સ્યુલિન ઇન્જેક્શનનો સારવારના ભાગરૂપે પૂરા પાડવામાં આવ્યા છે .

બીજા અંગો ખરાબ થવાનો ભય

ડાયાબિટીસના દર્દીઓ જેમને ઇન્સ્યુલિનની જરૂર હોય અને સમયસર ઇન્સ્યુલિન લેવામાં ન આવે તો ઘણા બધા કોમ્પ્લિકેશન તેમજ શરીરના બીજા અંગો ખરાબ થવાનો ભય રહેતો હોય છે . આ ઇન્સ્યુલિન ઇન્જેક્શનની કિંમત પણ વધારે હોવાથી કેટલાક કિસ્સામાં સામાન્ય ગરીબ દર્દીને પરવડે તેમ હોતા નથી. આવી પરિસ્થિતિમાં રાજ્ય સરકાર દ્વારા સિવિલ હોસ્પિટલ અમદાવાદ મારફતે ડાયાબિટીસના દર્દીઓને પૂરા પાડવામાં આવતા ઇન્સ્યુલિન ઇન્જેક્શનો આ ગરીબ દર્દીઓ માટે ખરેખર આશીર્વાદરૂપ સાબિત થયા છે.

આ ઉપરાંત 411 બાળ દર્દીઓને જેમને જીનેટીક અથવા તો પ્રસુતિ સમય દરમિયાન કોઈ કારણોથી બાળકના મગજને નુકશાન થતા ગ્રોથ હોર્મોન બનતા નથી જેથી બાળકનો વિકાસ અટકી જાય છે તેવા બાળકો ગ્રોથ હોર્મોન ઇંજેકશન આપવામાં આવ્યા છે.

આવા બાળકો માં આ ગ્રોથ હોર્મોન ના ઇંજેક્શન બાળકના વિકાસ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થતા હોય છે. રાજ્ય સરકાર ના આરોગ્ય વિભાગ દ્વારા ખુબ મહોંગા એવા આ ગ્રોથ હોર્મોન ના ઇંજેક્શન પણ બાળદર્દી ઓ ને નિશુલ્ક પુરા પાડવામાં આવે છે. સિવિલ હોસ્પિટલ અમદાવાદ દ્વારા ગત વર્ષે અંદાજિત 78 લાખ ના ગ્રોથ હોર્મોન ઇન્જેક્શન આવા દર્દીઓ ને નિ:શુલ્ક પુરા પાડવામાં આવ્યા છે.

યશસ્વી જયસ્વાલનો ટેસ્ટ ક્રિકેટમાં ઐતિહાસિક રેકોર્ડ, સચિન-વિરાટને પાછળ છોડ્યા

ભારતીય ક્રિકેટના ઉભરતા સ્ટાર યશસ્વી જયસ્વાલે ટેસ્ટ ક્રિકેટમાં એક નવો ઇતિહાસ રચ્યો છે. ઇંગ્લેન્ડ સામે એજબેસ્ટન ખાતે રમાયેલી બીજી ટેસ્ટ મેચની બીજી ઇનિંગમાં માત્ર 40 ઇનિંગમાં 2000 ટેસ્ટ રન પૂરા કરીને તેણે રાહુલ દ્રવિડ અને વીરેન્દ્ર સેહવાગની બરાબરી કરી લીધી. આ સિદ્ધિ સાથે યશસ્વીએ ક્રિકેટના દિગ્ગજ ખેલાડીઓ સચિન તેંડુલકર, સુનીલ ગાવસ્કર અને વિરાટ કોહલીને પણ પાછળ છોડી દીધા, જેમણે આ આંકડો પાર કરવા માટે વધુ ઇનિંગ રમી હતી.

ગાવસ્કરનો 49 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

23 વર્ષની ઉંમરે યશસ્વીએ આ સીમાચિહ્ન હાંસલ કરીને બતાવ્યું કે તે ભારતીય બેટિંગનું ભવિષ્ય છે. તેણે માત્ર 21 ટેસ્ટ મેચમાં આ માઈલસ્ટોન સુધી પહોંચીને ગાવસ્કરનો 49 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, જેમણે 23 મેચમાં 2000 રન પૂરા કર્યા હતા. એજબેસ્ટનમાં યશસ્વીએ 28 રનની આક્રમક ઇનિંગ રમી, જેમાં 6 ચોગ્ગા સામેલ હતા, પરંતુ સુનીલ ગાવસ્કરે નોંધ્યું કે બેટને પેડની નજીક રાખવાની ભૂલને કારણે તે આઉટ થયો.

યશસ્વીએ ઇંગ્લેન્ડ સામે 712 રન બનાવ્યા

યશસ્વીની આ સફળતા એજબેસ્ટન ટેસ્ટના ત્રીજા દિવસે આવી, જ્યાં ભારતે પ્રથમ ઇનિંગમાં 180 રનની લીડ મેળવી હતી. તેની આક્રમક બેટિંગ શૈલી અને નીડર અભિગમે ભારતીય ટીમને મજબૂત શરૂઆત આપી. લીડ્સ ટેસ્ટમાં સદી ફટકારનાર યશસ્વીએ ઇંગ્લેન્ડ સામે 712 રન બનાવ્યા છે, જેમાં તેનો સર્વોચ્ચ ટેસ્ટ સ્કોર પણ સામેલ છે. આ યુવા ખેલાડીની સતત સારી રમતે ક્રિકેટ જગતમાં તેની પ્રતિષ્ઠા મજબૂત કરી છે. યશસ્વીની આ સિદ્ધિ ભારતીય ક્રિકેટ ચાહકો માટે ગર્વની ક્ષણ છે, અને તેનું નામ હવે ક્રિકેટના દિગ્ગજોની યાદીમાં સ્થાન પામ્યું છે.

મોહમ્મદ સિરાજની ઘાતક બોલિંગ અને રિષભ પંતની કોમેન્ટએ મચાવી ધૂમ

મોહમ્મદ સિરાજની ઘાતક બોલિંગ અને રિષભ પંતની કોમેન્ટએ મચાવી ધૂમ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટ મેચમાં ભારતીય ઝડપી બોલર મોહમ્મદ સિરાજે પોતાની ઘાતક બોલિંગથી બધાનું ધ્યાન ખેંચ્યું. આ મેચમાં સિરાજે ઈંગ્લેન્ડના યુવા બેટ્સમેન શોએબ બશીરને એવી રીતે આઉટ કર્યો કે દર્શકો અને ખેલાડીઓ બંને સ્તબ્ધ થઈ ગયા. સિરાજે ફેંકેલી એક ઝડપી અને સ્વિંગ થતી બોલે બશીરના સ્ટમ્પ્સ ઉડાડી દીધા, જેની ચર્ચા હવે ચોમેર થઈ રહી છે. આ બોલની ચપળતા અને ચોકસાઈએ બતાવ્યું કે સિરાજ શા માટે ભારતીય ટીમનો મહત્વનો હથિયાર છે.

રિષભ પંતની રમૂજી કોમેન્ટ

પરંતુ આ ઘટનાને યાદગાર બનાવનારું બીજું કંઈક હતું – રિષભ પંતની રમૂજી કોમેન્ટ! સ્ટમ્પ માઈકમાં ઝડપાયેલી પંતની ટિપ્પણીએ બધાને હસાવી દીધા. જ્યારે બોલ બશીરના સ્ટમ્પ્સને ટક્કર મારી, ત્યારે પંતે ઉત્સાહથી કહ્યું, “આ તો ગયો, સિરાજ ભાઈ!” આ ક્ષણે મેદાનમાં હાસ્યનું મોજું લાવી દીધું અને સોશિયલ મીડિયા પર પણ આ કોમેન્ટ વાયરલ થઈ ગઈ. પંતની આ રમૂજી શૈલીએ ફરી એકવાર સાબિત કર્યું કે તે માત્ર બેટ અને ગ્લોવ્સથી જ નહીં, પોતાની વાતોથી પણ ચાહકોનું મનોરંજન કરી શકે છે.

ચાહકો માટે એક યાદગાર લ્હાવો

સિરાજની આ ડિલિવરીએ ભારતીય ટીમને મેચમાં મજબૂત સ્થિતિ અપાવી. ઈંગ્લેન્ડની ટીમ આ ઝડપી હુમલા સામે સંઘર્ષ કરતી જોવા મળી. સિરાજની બોલિંગ અને પંતની રમૂજનો આ સંગમ ચાહકો માટે એક યાદગાર લ્હાવો બની રહ્યો. આ ઘટનાએ ફરી એકવાર ભારતીય ટીમની ઉર્જા અને એકતાને ઉજાગર કરી.

કેરળ ક્રિકેટ લીગ 2025: સંજુ સેમસન બન્યો રેકોર્ડબ્રેક ખેલાડી

કેરળ ક્રિકેટ લીગ 2025: સંજુ સેમસન બન્યો રેકોર્ડબ્રેક ખેલાડી

કેરળ ક્રિકેટ લીગ (KCL)ની બીજી સિઝન માટે તિરુવનંતપુરમમાં 5 જુલાઈ 2025ના રોજ યોજાયેલી ખેલાડીઓની હરાજીએ ઇતિહાસ રચ્યો. આ હરાજીમાં ભારતીય ટીમના સ્ટાર વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસન લીગના સૌથી મોંઘા ખેલાડી બન્યા. કોચી બ્લૂ ટાઇગર્સે તેમને રૂ. 26.80 લાખની રેકોર્ડબ્રેક રકમમાં ખરીદ્યા, જે ગયા વર્ષે ટ્રિવેન્ડ્રમ રૉયલ્સે એમ.એસ. અખિલ માટે ચૂકવેલી રૂ. 7.4 લાખની રકમને ચાર ગણી વટાવી ગઈ. સેમસનની બેઝ પ્રાઇસ માત્ર રૂ. 3 લાખ હતી, પરંતુ થ્રિસુર ટાઇટન્સ અને કોચી વચ્ચેની તીવ્ર બોલીએ તેમની કિંમત આસમાને પહોંચાડી.

સંજુ સેમસન, જે આઇપીએલ 2025માં રાજસ્થાન રૉયલ્સની કપ્તાની કરી ચૂક્યા છે, તેમણે ઇજાને કારણે ગયા સિઝનમાં માત્ર 9 મેચમાં 285 રન બનાવ્યા હતા. જોકે, તેમની વિસ્ફોટક બેટિંગ અને નેતૃત્વની ક્ષમતાએ કોચીને આ મોટી રકમ ખર્ચવા પ્રેર્યા. KCLની આ સિઝન 21 ઓગસ્ટથી 6 સપ્ટેમ્બર સુધી રમાશે, જેમાં સેમસનની હાજરી લીગની લોકપ્રિયતા વધારશે.

આ હરાજીમાં અન્ય ખેલાડીઓ જેવા કે વિષ્ણુ વિનોદ (રૂ. 13.8 લાખ, એરીસ કોલ્લમ) અને બેસિલ થંપી (રૂ. 8.4 લાખ, ટ્રિવેન્ડ્રમ રૉયલ્સ) પણ ચર્ચામાં રહ્યા. સેમસનના ભાઈ સેલી સેમસન પણ કોચી બ્લૂ ટાઇગર્સનો ભાગ બન્યા, જે ચાહકો માટે વધારાનું આકર્ષણ છે. KCLની આ રોમાંચક સિઝનમાં સેમસનની આક્રમક બેટિંગ અને નેતૃત્વ ટીમને ટાઇટલ જીતવામાં મદદ કરશે એવી આશા છે.

મંધાના અને શેફાલીની શાનદાર ઇનિંગ છતાં ભારત 5 રનથી હાર્યું

ઇંગ્લેન્ડ અને ભારત વચ્ચેની ત્રીજી T20 મેચ ઓવલ ખાતે રમાઈ, જેમાં ઇંગ્લેન્ડે 25 બોલમાં 9 વિકેટ ગુમાવી દઈને પણ રોમાંચક રીતે ભારતને 5 રનથી હરાવ્યું. ભારતીય મહિલા ટીમે શાનદાર બોલિંગ કરી, પરંતુ બેટિંગમાં નિરાશા હાથ લાગી. ઇંગ્લેન્ડે પ્રથમ બેટિંગ કરતાં 137/0નો મજબૂત સ્કોર બનાવ્યો, જેમાં સોફિયા ડંકલી અને ડેની વ્યાટ-હોજે શાનદાર અડધી સદી ફટકારી. પરંતુ અરુંધતિ રેડ્ડીની ઝંઝાવાતી બોલિંગે ઇંગ્લેન્ડની બેટિંગ લાઇનઅપ તોડી નાખી, જેમાં એક ઓવરમાં 3 વિકેટ સહિત કુલ 9 વિકેટ 31 રનમાં ગુમાવી. ઇંગ્લેન્ડનો સ્કોર 171/9 રહ્યો.

ભારત 166/5 પર અટકી ગયું

ભારતે 172 રનનો લક્ષ્યાંક હાંસલ કરવા શાનદાર શરૂઆત કરી. સ્મૃતિ મંધાના (56) અને શેફાલી વર્મા (47)ની 85 રનની ઓપનિંગ ભાગીદારીએ ભારતને મજબૂત સ્થિતિમાં મૂક્યું. 42 બોલમાં 49 રનની જરૂર હતી, ત્યારે લોરેન ફાઇલરની ઝડપી બોલિંગે રમત પલટી દીધી. જેમિમાહ રોડ્રિગ્સ (20) અને મંધાનાની વિકેટ પડતાં ભારત દબાણમાં આવી ગયું. હરમનપ્રીત કૌરે લડત આપી, પરંતુ એક ડ્રોપ કેચ છતાં ભારત 166/5 પર અટકી ગયું. ઇંગ્લેન્ડની બોલિંગ અને ફિલ્ડિંગમાં થયેલી ભૂલો બાદ પણ તેમની જીત નોંધપાત્ર હતી.

ઇંગ્લેન્ડની ટીમે શાનદાર પુનરાગમન કર્યું

ભારતની હારનું મુખ્ય કારણ મિડલ ઓર્ડરનું નબળું પ્રદર્શન અને ચોક્કસ બોલિંગનો અભાવ રહ્યો. ઇંગ્લેન્ડની ટીમે દબાણમાં શાનદાર પુનરાગમન કર્યું, જેમાં ફાઇલરની 79 માઇલ પ્રતિ કલાકની ઝડપે બોલિંગ નિર્ણાયક રહી. આ હારથી ભારતીય ટીમે સીરિઝમાં 2-1ની લીડ જાળવી રાખી, પરંતુ બેટિંગમાં સ્થિરતા લાવવાની જરૂર છે. આગામી મેચ ઓલ્ડ ટ્રેફોર્ડમાં રોમાંચક રહેશે.

અનુષ્કા-વિરાટની પુત્રી વામિકાનો ફોટો થયો વાયરલ

બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની પુત્રી વામિકાનો એક ફોટો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ દંપતી, જેઓ હંમેશા પોતાના અંગત જીવનને ખાનગી રાખવા માટે જાણીતા છે, તેમની નાની રાજકુમારીની આ તસવીરથી ચાહકોમાં ઉત્સાહનો માહોલ છે. વામિકાનો આ ફોટો, જેમાં તેની નાનકડી હસતી મુખાકૃતિ જોવા મળે છે, ચાહકોના દિલ જીતી રહ્યો છે.

અનુષ્કા અને વિરાટે વામિકાનો જન્મ 2021માં થયો ત્યારથી તેની ઓળખને મીડિયાથી દૂર રાખવાનો પ્રયાસ કર્યો છે. તેમણે હંમેશા પોતાની પુત્રીની ગોપનીયતાને પ્રાથમિકતા આપી છે, પરંતુ આ વખતે એક આકસ્મિક રીતે લીક થયેલો ફોટો ઇન્ટરનેટ પર ચર્ચાનો વિષય બન્યો છે. આ તસવીરમાં વામિકા રમતા-રમતા અને હસતા જોવા મળે છે, જેનાથી ચાહકો તેની ક્યૂટનેસ પર ફિદા થઈ ગયા છે.

માર્ક કરેલા નિશાન સૂચવે છે કે આ ફોટો ફેક છે

સોશિયલ મીડિયા પર ચાહકો આ ફોટો શેર કરીને અનુષ્કા અને વિરાટના પેરેન્ટિંગની પ્રશંસા કરી રહ્યા છે. કેટલાકે તો વામિકાને ‘નાની અનુષ્કા’ ગણાવી, જ્યારે અન્યએ તેની હસીને વિરાટની ખેલદિલી સાથે સરખામણી કરી. જોકે, આ ફોટોની સત્યતા અંગે હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી, અને કેટલાક ચાહકો આ ઘટનાને ગોપનીયતાનો ભંગ માને છે.

અનુષ્કા હાલમાં ફિલ્મ પ્રોડક્શનમાં વ્યસ્ત છે, જ્યારે વિરાટ ક્રિકેટના મેદાનમાં પોતાની શાનદાર ફોર્મ જાળવી રહ્યો છે. આ દંપતીએ હંમેશા એકબીજાને સપોર્ટ કર્યા છે, અને વામિકા તેમના જીવનનો અભિન્ન હિસ્સો છે. આ વાયરલ ફોટોએ ફરી એકવાર સાબિત કર્યું કે આ પાવર કપલની દરેક નાની ઝલક ચાહકો માટે ખાસ હોય છે.

હેરા ફેરી 3’ની રાહ ખૂલી! પરેશ રાવલે પુષ્ટિ કરી, ફિલ્મ ચોક્કસ બનશે…HERA PHERI 3

સલમાન ખાનની ‘બેટલ ઓફ ગલવાન’નું ફર્સ્ટ લૂક રિલીઝ: ભાઈજાનનો દમદાર અવતાર ફેન્સને ચોંકાવી દીધો

બોલિવૂડના ભાઈજાન સલમાન ખાને તેમની આગામી ફિલ્મ ‘બેટલ ઓફ ગલવાન’ નું ફર્સ્ટ લૂક રિલીઝ કરીને ફેન્સને ઉત્સાહથી ભરી દીધા છે. આ ફિલ્મનું મોશન પોસ્ટર શુક્રવારે સોશિયલ મીડિયા પર શેર થયું, જેમાં સલમાન ખાનનો અભૂતપૂર્વ અને દમદાર અવતાર જોવા મળ્યો. ચહેરા પર લોહીના ડાઘ, ગાઢ મૂછો અને આંખોમાં દેશભક્તિનો જુસ્સો – આ લૂકે ફેન્સના દિલ જીતી લીધા છે. આ ફિલ્મ 2020માં લદ્દાખની ગલવાન ખીણમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે થયેલા ઐતિહાસિક સંઘર્ષ પર આધારિત છે, જે દેશના ઇતિહાસમાં એક યાદગાર પ્રસંગ તરીકે નોંધાયો હતો.

‘બેટલ ઓફ ગલવાન’નું મોશન પોસ્ટર રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર હલચલ મચી ગઈ. પોસ્ટરમાં સલમાન ખાન ભારતીય સેનાની ગણવેશમાં જોવા મળે છે, તેમના હાથમાં કાંટાળા તારથી લપેટાયેલો ડંગ જેવું હથિયાર છે, અને ચહેરા પર લોહીના ડાઘ તેમના પાત્રની નીડરતા અને બહાદુરીને દર્શાવે છે. આ લૂકે ફેન્સને એક નવા સલમાન ખાનની ઝલક આપી, જેમાં તેમનો અભિનય એક્શન અને ભાવનાઓનું શક્તિશાળી સંયોજન દર્શાવે છે. ફેન્સે આ પોસ્ટરને “ગૂસબમ્પ્સ આપનારું” અને “બોક્સ ઓફિસ પર તોફાન મચાવનારું” ગણાવ્યું છે.

આ ફિલ્મની વાર્તા 15 જૂન, 2020ના રોજ ગલવાન ખીણમાં થયેલા ભારત-ચીન સંઘર્ષ પર આધારિત છે, જેમાં બંને દેશોના સૈનિકો વચ્ચે હથિયારો વિના, લાકડીઓ, પથ્થરો અને હાથોહાથની લડાઈ થઈ હતી. આ ઘટનામાં ભારતના 20 જવાનો શહીદ થયા હતા, જેમાં કર્નલ બી. સંતોષ બાબુનો પણ સમાવેશ થાય છે, જેમણે 16 બિહાર ર Regimentનું નેતૃત્વ કર્યું હતું. સલમાન ખાન આ ફિલ્મમાં કર્નલ બાબુનું પાત્ર ભજવી રહ્યા છે, જે એક બહાદુર અને પ્રેરણાદાયી નેતા તરીકે ઓળખાય છે. આ ફિલ્મ શિવ અરૂર અને રાહુલ સિંહના પુસ્તક India’s Most Fearless 3માંથી પ્રેરણા લેવામાં આવી છે, જે ગલવાનની લડાઈની વીરતાને રજૂ કરે છે.

આ ફિલ્મનું નિર્દેશન અપૂર્વ લાખિયા કરી રહ્યા છે, જેમણે અગાઉ શૂટઆઉટ એટ લોખંડવાલા જેવી ફિલ્મો બનાવી છે. ફિલ્મનું નિર્માણ સલમાન ખાન ફિલ્મ્સ દ્વારા કરવામાં આવી રહ્યું છે, અને હિમેશ રેશમિયા તેના સંગીતકાર છે. ફિલ્મમાં હર્ષિલ શાહ, અંકુર ભાટિયા અને હીરા સોહલ જેવા કલાકારો પણ જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ જુલાઈ 2025થી મુંબઈ અને લદ્દાખમાં શરૂ થશે, અને 2026ના પ્રથમ ભાગમાં તે રિલીઝ થવાની અપેક્ષા છે.

સલમાનની અગાઉની ફિલ્મ સિકંદર બોક્સ ઓફિસ પર સફળ રહી ન હતી, જેના કારણે ફેન્સમાં નિરાશા હતી. પરંતુ ‘બેટલ ઓફ ગલવાન’ના આ ફર્સ્ટ લૂકે તેમનો ઉત્સાહ ફરી જગાડ્યો છે. સોશિયલ મીડિયા પર ફેન્સની પ્રતિક્રિયાઓ અદ્ભુત છે. એક ફેનએ લખ્યું, “આ તો પ્યોર ગૂસબમ્પ્સ છે! ભાઈજાન ફરી એકવાર બોક્સ ઓફિસ પર રાજ કરવા આવી રહ્યા છે.” બીજા એક યુઝરે કહ્યું, “આ ફિલ્મ ભારતના શહીદોને સાચી શ્રદ્ધાંજલિ હશે.” જોકે, કેટલાક યુઝર્સે ફિલ્મના નિર્દેશક અપૂર્વ લાખિયાની પસંદગી પર સવાલ ઉઠાવ્યા, પરંતુ બહુમતી ફેન્સ સલમાનના આ નવા અવતારથી ખુશ છે.

આ ફિલ્મ દેશભક્તિ, બલિદાન અને નીડરતાની ગાથા રજૂ કરશે, જે ભારતના ઇતિહાસના એક મહત્વપૂર્ણ પ્રસંગને મોટા પડદા પર લાવશે. સલમાન ખાનનો આ નવો પ્રોજેક્ટ ન માત્ર તેમની કારકિર્દીમાં એક નવું પગલું છે, પરંતુ ભારતીય સૈનિકોની બહાદુરીને ઉજાગર કરતી એક શક્તિશાળી વાર્તા પણ છે.

હેરા ફેરી 3’ની રાહ ખૂલી! પરેશ રાવલે પુષ્ટિ કરી, ફિલ્મ ચોક્કસ બનશે…HERA PHERI 3

શેફાલી જરીવાલાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું રહસ્ય ખુલ્યું

બોલિવૂડ અને ટેલિવિઝન જગતની જાણીતી અભિનેત્રી શેફાલી જરીવાલા, જે ‘કાંટા લગા’ ગીતથી ઘરે-ઘરે પ્રખ્યાત થઈ હતી, તેમના આકસ્મિક નિધનના સમાચારે ચાહકોને સ્તબ્ધ કરી દીધા છે. શેફાલીનું 44 વર્ષની વયે હૃદયરોગના હુમલાને કારણે મૃત્યુ થયું હોવાનું કહેવાય છે, પરંતુ આ ઘટનાએ એક નવો વિવાદ જન્માવ્યો છે. એવી અટકળો ચાલી રહી છે કે શેફાલીના મૃત્યુ પાછળ એન્ટી-એજિંગ દવાઓનો ઉપયોગ કારણભૂત હોઈ શકે છે. આ ઘટનાએ મનોરંજન જગતમાં ચર્ચાનું ઝડપથી વાવાઝોડું ઉભું કર્યું છે, અને લોકો જાણવા માટે ઉત્સુક છે કે આ રહસ્યની પાછળ શું સત્ય છે.

શેફાલી જરીવાલા, જેમણે ‘બિગ બોસ 13’માં પણ ભાગ લીધો હતો, તે હંમેશા તેમની ફિટનેસ અને યુવાન દેખાવ માટે જાણીતી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓ એન્ટી-એજિંગ ટ્રીટમેન્ટ અને દવાઓનો ઉપયોગ કરત’. આ દવાઓ, જે ઘણીવાર યુવાન દેખાવ જાળવવા માટે લેવામાં આવે છે, તેમની આડઅસરો વિશે પણ ઘણી ચર્ચાઓ થતી રહી છે. કેટલાક નિષ્ણાતોનું માનવું છે કે આવી દવાઓનો અતિરેક હૃદયના સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે, જેમાં હૃદયરોગનો હુમલો પણ સામેલ છે. જોકે, શેફાલીના મૃત્યુનું ચોક્કસ કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી, અને આ બાબતે તપાસ ચાલી રહી છે.

શેફાલીના નિધનના સમાચારે તેમના ચાહકો અને સાથી કલાકારોને ઊંડો આઘાત આપ્યો છે. સોશિયલ મીડિયા પર ચાહકો તેમની યાદોને તાજી કરી રહ્યા છે, અને ‘કાંટા લગા’ની ઝલક ફરીથી શેર કરવામાં આવી રહી છે. શેફાલીના પતિ, અભિનેતા પરાગ ત્યાગી, અને પરિવારે આ દુ:ખદ ઘટના પર હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી, પરંતુ એવું કહેવાય છે કે તેઓ આ નુકસાનથી ભારે શોકમાં છે.

આ ઘટનાએ એન્ટી-એજિંગ દવાઓ અને સપ્લિમેન્ટ્સના ઉપયોગ પર ફરી એકવાર પ્રશ્નો ઉભા કર્યા છે. ફિટનેસ અને યુવાન દેખાવની દોડમાં ઘણા લોકો આવા ઉત્પાદનો તરફ આકર્ષાય છે, પરંતુ તેની આડઅસરો વિશે યોગ્ય જાગૃતિનો અભાવ હોય છે. તબીબી નિષ્ણાતોનું કહેવું છે કે આવી દવાઓનો ઉપયોગ હંમેશા ડૉક્ટરની સલાહ વિના ન કરવો જોઈએ. શેફાલીના કેસમાં, પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસના પરિણામો બહાર આવ્યા બાદ જ સ્પષ્ટ ચિત્ર બહાર આવશે.

આ ઘટનાએ મનોરંજન ઉદ્યોગ અને ચાહકોને એક મહત્વપૂર્ણ સંદેશ આપ્યો છે કે સ્વાસ્થ્ય અને સુંદરતાની શોધમાં સાવચેતી રાખવી જરૂરી છે. શેફાલી જરીવાલાની યાદો હંમેશા તેમના ચાહકોના દિલમાં જીવંત રહેશે, અને આ ઘટના આપણને જીવનની ક્ષણભંગુરતાની યાદ અપાવે છે. હાલમાં, પોલીસ અને તબીબી ટીમ આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે, અને ચાહકો આશા રાખે છે કે સત્ય ટૂંક સમયમાં બહાર આવશે.

હેરા ફેરી 3’ની રાહ ખૂલી! પરેશ રાવલે પુષ્ટિ કરી, ફિલ્મ ચોક્કસ બનશે…HERA PHERI 3

બોલિવૂડની આઇકોનિક કોમેડી ફ્રેન્ચાઇઝી ‘હેરા ફેરી’ના ચાહકો માટે ખુશખબર આવી ગયા છે! લાંબા સમયથી ચર્ચામાં રહેલી ‘હેરા ફેરી 3’ની રાહ હવે ખૂલી ગઈ છે. ફિલ્મના આઇકોનિક પાત્ર બબુરાવ ગણપતરાવ આપ્ટે એટલે કે પરેશ રાવલે આખરે મૌન તોડીને ચાહકોની ઉત્સુકતાને વેગ આપ્યો છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે આ ફિલ્મ ચોક્કસપણે બનવાની છે, અને ટૂંક સમયમાં જ શૂટિંગ શરૂ થઈ શકે છે.

પરેશ રાવલે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું, “જ્યારે લોકો તમને આટલો પ્રેમ આપે છે, તો તમારે તેનું ઋણ ચૂકવવું જ પડે. ‘હેરા ફેરી 3’ ચોક્કસ બનશે, અને અમે ચાહકોની અપેક્ષાઓ પર ખરા ઉતરવા માટે પૂરી તાકાત લગાવીશું.” તેમના આ નિવેદનથી ચાહકોમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું છે, કારણ કે આ ફ્રેન્ચાઇઝીની બંને ફિલ્મો ‘હેરા ફેરી’ (2000) અને ‘ફિર હેરા ફેરી’ (2006)એ દર્શકોના દિલ જીત્યા હતા.

આ ફિલ્મને લઈને લાંબા સમયથી અટકળો ચાલી રહી હતી. અક્ષય કુમાર, પરેશ રાવલ અને સુનીલ શેટ્ટીની ત્રિપુટીએ આ ફ્રેન્ચાઇઝીને ઐતિહાસિક બનાવી છે, પરંતુ ગયા કેટલાક વર્ષોમાં નિર્માણને લઈને કેટલાક વિવાદો અને કાનૂની અડચણો સામે આવી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ તમામ મુશ્કેલીઓ હવે ઉકેલાઈ ગઈ છે, અને ફિલ્મનું નિર્માણ ટૂંક સમયમાં શરૂ થવાની શક્યતા છે.

‘હેરા ફેરી 3’માં રાજુ, શ્યામ અને બબુરાવની ત્રિપુટી ફરી એકવાર દર્શકોને હસાવવા માટે તૈયાર છે. પરેશ રાવલના બબુરાવના ડાયલોગ્સ અને તેમની ખાસ શૈલીએ દર્શકોના દિલમાં અલગ જગ્યા બનાવી છે. ચાહકો આશા રાખે છે કે આ નવી ફિલ્મ પણ પહેલાની બંને ફિલ્મોની જેમ જ હાસ્યનો ખજાનો લઈને આવશે.

ફિલ્મની સ્ક્રિપ્ટ પર હાલ કામ ચાલી રહ્યું છે, અને નિર્માતાઓ દર્શકોની અપેક્ષાઓને ધ્યાનમાં રાખીને એક શાનદાર વાર્તા તૈયાર કરી રહ્યા છે. ‘હેરા ફેરી 3’ની રિલીઝ ડેટ હજુ જાહેર થઈ નથી, પરંતુ પરેશ રાવલની આ પુષ્ટિએ ચોક્કસપણે ચાહકોની ઉત્સુકતાને બમણી કરી દીધી છે. હવે બધાની નજર આ ફિલ્મના આગળના અપડેટ્સ પર રહેશે.

અમરેલીના ચિત્તલની સીમમાં હિંસક બનેલા શ્વાને બે બાળકો પર હુમલો કર્યો, એકનું મોત

 

અમરેલીના ચિત્તલની સીમમાં અચાનક હિંસક બની ગયેલા શ્વાને બે બાળકો પર હુમલો કર્યો. વાડી વિસ્તારમાં આંગણામાં રમી રહેલી એક બાળકીને લોહી લુહાણ કરતાં બાળકીનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય બાળક પર હુમલો કરતાં તે ગંભીર રીતે ઘાયલ થયો છે. જેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ત્યારે શ્વાનના હુમલાની ઘટનાને લઈ ગ્રામજનો ભયનો માહોલ જોવા મળી રહ્યો છે..