આનંદ મહિન્દ્રાએ આજે એક એક્સ પોસ્ટ પર માહિતી આપતા લખ્યું કે, આજે મેં ગર્વ સાથે Arattai ડાઉનલોડ કરી લીધું છે. આના જવાબમાં Zoho શ્રીધર વેમ્બૂએ આનંદ મહિન્દ્રાનો આભાર માન્યો અને કહ્યું કે, આનાથી અમને વધારે પ્રોત્સાહન મળે છે. વેંબુએ એક્સ પોસ્ટના રિપ્લાયમાં લખ્યું કે, હું ઓફિસમાં અરટ્ટઈના એન્જિનીયર્સ સાથે આ એપના રિફાઈનમેન્ટ પર કામ કરી રહ્યો હતો અને ત્યારે જ એક ટીમ મેમ્બરે આનંદ મહિન્દ્રાનું આ ટ્વીટ બતાવ્યું.
જો કે, સૌથી રસપ્રદ વાત એ છે કે, ભલે આનંદ મહિન્દ્રાએ ટ્વીટરનું નામ બદલીને એલન મસ્કે X કરી દીધું છે પરંતુ Zoho ના ફાઉન્ડ સુધીના લોકો પણ એક્સ પોસ્ટને ટ્વીટ જ કહી રહ્યા છે. વેંબુ જ નહી, આખા વિશ્વમાં હજી પણ લોકો એક્સને ટ્વીટર અને એક્સ પોસ્ટને લોકો ટ્વીટ જ કહે છે. જો કે, અરટ્ટઈની વાત કરીએ તો આ ઝોહો એક ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે કે જે ભારતમાં વ્હોટ્સએપને ટક્કર આપી રહ્યું છે. આ એપ પર ચેટિંગ, કોલિંગથી લઈને મીટિંગ શિડ્યુલ કરવા સુધીનું ફિચર આપવામાં આવ્યું છે. સરકાર પણ આને એક્ટિવલી પ્રમોટ કરી રહી છે.
આપને જણાવી દઈએ કે, વ્હોટ્સએપ ચેટ્સમાં એન્ડ ટુ એન્ડ એનક્રીપ્શન આપવામાં આવ્યું છે પરંતુ અરટ્ટઈની ચેટ્સમાં E2EE નથી. જો કે, કોલિંગમાં આ એન્ક્રીપ્શન જરૂર આપવામાં આવ્યું છે. આશા છે કે, જલ્દી જ કંપની અરટ્ટઈના ચેટ્સમાં એન્ડ ટુ એન્ડ એન્ક્રીપ્શન આપવાનું શરૂ કરી દેશે. અરટ્ટઈ લોન્ચ થયા બાદથી સતત ચર્ચામાં છે. સ્વદેશી મૂવમેન્ટ હેઠળ ભારત સરકાર તેને પ્રમોટ પણ કરી રહી છે. આ ઍપના મોટાભાગના ફીચર્સ WhatsApp માંથી પ્રેરિત લાગે છે. પણ કેટલાક આવા ફીચર્સ પણ છે જે WhatsApp માં નથી.
Zoho તેને સિક્યોર મેસેજિંગ પ્લેટફોર્મ તરીકે રજૂ કરી રહી છે, પણ ચેટમાં એન્ડ-ટુ-એન્ડ એનક્રિપ્શન ન હોવું તેને એટલું સિક્યોર નથી બનાવતું. આ ઍપમાં એક ખાસ ફીચર પણ છે જેને તમે તમારા પર્સનલ સ્પેસ તરીકે ઉપયોગ કરી શકો છો. એટલે કે, કોઈ ફાઇલ કે મેસેજ જેમ કે WhatsApp પર પોતાને જ મોકલતાં હોઈએ તેમ અહીં પણ સેવ કરી શકશો.