અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનઃ બે લોકોએ ગુમાવ્યા પોતાના જીવ!

અમદાવાદમાં રફ્તારનો રાક્ષસ લોકોને પોતાના ભરડામાં લેવાનું ક્યારે મૂકશે એ નક્કી નથી. કાર ચાલકો બેફામ ગાડીઓ હંકારીને રસ્તે જતા લોકોના જીવ લઈ લે છે અને તેમના પર કોઈ ચોક્કસ દાખલો બેસાડી શકાય તેવી કાર્યવાહી થતી નથી. ત્યારે અમદાવાદમાં ફરીથી એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. અમદાવાદના નહેરૂનગર વિસ્તાર નજીક આવેલા ઝાંસીના રાણીના પૂતળા પાસે બીઆરટીએસ રૂટમાં અકસ્માત થતા 2 લોકોના ઘટના સ્થળે મોત થયા છે, એકટીવા પર સવાર 2 લોકો હતા અને કાર સાથે અકસ્માત થતા તેમના મોત થયા છે, તો સમગ્ર ઘટનામાં ટ્રાફિક પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

નહેરુનગર નજીક ઝાંસીની રાણી બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે એક એક્ટિવા અને કાર વચ્ચે ગત મોડી રાત્રે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક્ટિવા પર સવાર બે લોકોના મોત થયા છે. એક્ટિવાચાલક BRTS રેલીંગમાં ઘસી આવ્યો અને કાર પણ ફુલ સ્પીડમાં હતી જેના કારણે આ અકસ્માત થયો હોવાની વાત સામે આવી છે. બીઆરટીએસ રૂટમાં વાહન ચલાવવું ગુનો છે તેમ છતા શહેરીજનો બેફામ રીતે વાહન ચલાવતા હોય છે અને અકસ્માતની ઘટના બનતી હોય છે.

રાત્રે 2 વાગ્યાની આસપાસ અકસ્માતની ઘટના બની હતી અને ટુ વ્હીલર ચાલકોને સારવાર મળે તે પહેલા તેમના મોત થયા છે, મુખ્ય રસ્તા પરથી પસાર થઈ રહેલ એકટીવા ચાલક બીઆરટીએસ રેલીંગમાં ઘસી આવ્યો હતો, ટ્રાફિક પોલીસે ઘટના સ્થળે જઈને તપાસ શરૂ કરી છે અને કારચાલકની પણ અટકાયત કરી છે, મૃતકના મૃતદેહને પીએમ માટે મોકલ્યા છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે.

Share This Article
Translate »