તમન્ના ભાટીયા અત્યારના સમયમાં સિનેમાના સૌથી પોપ્યુલર ચહેરાઓ પૈકીનો એક ચહેરો છે. એક્ટ્રેસ કેટલીય ભાષાઓની ફિલ્મોમાં પોતાની કલાના કામણ પાથરી રહી છે. ઓટીટી હોય કે ફિલ્મ હોય, દરેક જગ્યાએ ચાહકો તમન્ના ભાટીયાને જોવા ઈચ્છે છે. આ જ તમન્ના ભાટીયા ક્રીકેટર વિરાટ કોહલી અને અબ્દુલ રઝાકની સાથેના તેના સંબંધોની અફવાઓના કારણે ચર્ચામાં રહી હતી. ત્યારે એક પોર્ટલને આપેલા ઈન્ટર્વ્યુમાં તમન્નાએ તેના લગ્ન અને ડેટિંગની અફવાઓ પર મૌન તોડ્યું છે અને ચોંકાવનારી માહિતી આપી છે.
શું ખરેખર તમન્ના અને કોહલી રિલેશનમાં હતા?
તમન્ના ભાટીયાએ વિરાટ કોહલી સાથે તેના સંબંધો હતા તે વાતને ફગાવી દિધી છે. તમન્નાએ કહ્યું કે, હું જીવનમાં એક જ વાર કોહલીને મળી છું. તમન્નાએ કહ્યું કે, મને ખરેખર ખરાબ લાગી રહ્યું છે કારણ કે હું કોહલીને માત્ર એક દિવસ માટે મળી હતી. એક શૂટિંગ બાદ અમે ક્યારેય મળ્યા નથી. આપને જણાવી દઈએ કે, વર્ષ 2010ના દશકમાં તમન્ના અને વિરાટનો એક ફોટો વાયરલ થયો હતો. સોશિયલ મીડિયા પર લોકોએ દાવો કર્યો હતો કે બંન્ને ડેટિંગ કરી રહ્યા છે. જો કે, આ એડ શૂટ દરમિયાન થયેલી એક ઓફિશિયલ વાતચીત હતી.
અબ્દુલ રઝાક સાથે તમન્નાએ નથી કર્યા લગ્ન!
થોડા સમય પહેલા તમન્ના ભાટીયાનો એક ફોટો પાકિસ્તાની ક્રીકેટર અબ્દુલ રઝાક સાથે વાયરલ થયો હતો. તે એ જ જ્વેલરી શોપમાં હતા કે જ્યાં તમન્ના ભાટીયા પણ હતી. અફવાઓ ફેલાઈ કે બંન્નેએ લગ્ન કરી લીધા છે. પરંતુ આ મુદ્દે તમન્ના ભાટીયાએ કહ્યું કે, આ વાત પણ અફવા છે અને અમારા મજાક મજાકમાં ઈન્ટરનેટ પર થોડા સમય માટે લગ્ન થયા હતા.