Video: ક્રીકેટના મેદાનમાં પહોંચ્યું શિયાળ અને પછી થઈ જોવા જેવી

લંડનમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ ટેસ્ટ મેચની સીરિઝ પૂર્ણ થયા બાદ ધ હંડ્રેડ ક્રિકેટ લીગની શરુઆત થઈ ગઈ છે. આ લીગમાં દુનિયાભરના ખેલાડીઓ ભાગ લે છે. આ લીગની ઉદ્ધાટન મેચ દરમિયાન લૉર્ડસના મેદાનમાં એક અનોખો નજારો જોવા મળ્યો હતો. જેના કારણે એક મિનિટ સુધી રમત રોકવી પડી હતી. વરસાદ કે કોઈ ખેલાડીની ઈજાને કારણે રમત રોકવી પડી ન હતી પરંતુ એક શિયાળના કારણે રમત રોકવી પડી હતી. શિયાળે મેદાનમાં ધમાલ મચાવી હતી.

Video Courtesy: sky Sports Cricket

લૉર્ડસમાં શું થયું?

લૉર્ડસના મેદાનમાં મેચ પહેલા લંડન સ્પિરિટ અને છેલ્લી વખતની ચેમ્પિયન ઓવલ ઈનવિંસિબલ્સ વચ્ચે રમાઈ હતી. મેચ દરમિયાન એક શિયાળ મેદાનમાં આવી ચડ્યું હતુ અને સ્પીડમાં ચક્કર લગાવતા જોવા મળ્યું હતુ. આને જોઈ ચાહકો પણ હસવા લાગ્યા હતા. શિયાળ અંદાજે 1 મિનિટ સુધી મેદાનમાં ચક્કર લગાવી હતી. જેના કારણે રમત રોકવી પડી હતી. આ દરમિયાન લંડન સ્પિરિટના ફાસ્ટ બોલર ડેનિયલ વોરોલ બેટિંગ કરી રહ્યો હતો.

શિયાળને જોઈ કોમેન્ટ્રી કરી રહેલા સ્ટુઅર્ટ બ્રોર્ડ અને ઈયોન મોર્ગન પોતાનું હસવાનું રોકી શક્યા ન હતા. સ્કાય સ્પોર્ટસ ક્રિકેટે લોમડીના મેદાન પર દોડતો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જે જલ્દી વાયરલ થઈ રહ્યો છે. મેદાનની ચારે બાજુ ચક્કર લગાવ્યા બાદ શિયાળ મેદાનમાંથી બહાર ચાલ્યું ગયું હતું. ત્યારબાદ આ રમત ફરી શરુ થઈ હતી.

Share This Article
Translate »