POKમાં પાકિસ્તાનના અત્યાચાર પર ભારતના વિદેશ મંત્રાલયે ટિપ્પણી કરી છે. મંત્રાલયનું કહેવું છે કે પાક અધિકૃત કાશ્મીરમાં થઈ રહેલું પ્રદર્શન પાકિસ્તાનની દમનકારી નીતિ અને સંગઠિત લૂંટને દર્શાવે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલનું કહેવું છે કે પાકિસ્તાનમાં હ્યુમન રાઈટ્સના હનન અંગે સરકારની જવાબદારી નક્કી થવી જોઈએ. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ ભારતનો અભિન્ન ભાગ છે.
વિદેશ મંત્રાલયે કહ્યું, “અમે પાકિસ્તાનના કબ્જામાં આવેલા જમ્મુ-કાશ્મીરના ઘણા વિસ્તારોમાં વિરોધ પ્રદર્શનના સમાચાર જોઈ રહ્યા છીએ. અહીં પાક સૈના નિર્દોષ નાગરિકો સાથે બરબરતા પૂર્વક વર્તન કરી રહી છે. પાકિસ્તાનને તેના ભયાવહ માનવાધિકાર ઉલ્લંઘનો માટે જવાબદાર ઠેરવવું જરૂરી છે. જ્યાં સંસાધનો છે તે વિસ્તારોમાં પાકિસ્તાનનો ગેરકાયદે કબજો છે. અહીં વ્યવસ્થિત રીતે લૂંટ ચલાવવામાં આવી રહી છે.”
પી.ઓ.કે. પ્રદર્શનમા હવે 12 લોકો મર્યા
POKમાં ચાલુ પ્રદર્શન અને અત્યાચારનો મુદ્દો સંયુક્ત રાષ્ટ્ર સુધી પહોંચી ગયો છે. પી.ઓ.કે.ના રાજકીય પક્ષોએ સંયુક્ત રાષ્ટ્ર માનવ અધિકાર પરિષદને આ કેસમાં તરત જ દખલ આપવા કહ્યું છે. 29 નવેમ્બરે અહીં સામાન્ય લોકો શહબાઝ સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા. તેમણે પ્રદર્શન કર્યું. ત્યાર બાદ પાકિસ્તાની સૈન્યએ તેમના પર ગોળીબાર શરૂ કરી દીધો. તેમાં અત્યાર સુધી 12 લોકોના મોત થઈ ચૂક્યા છે.
પાકિસ્તાનમાં ચક્કા જામનું આહ્વાન
પ્રદર્શન પછી અહીંના લોકોએ રાવલકોટ, મીરપુર, કોટલી, નીલમ ઘાટી અને પાકિસ્તાનના કબ્જાવાળા કાશ્મીરના અન્ય વિસ્તારોમાં બંધ અને ચક્કા જામનું આહ્વાન કર્યું છે. આ પી.ઓ.કે.માં અત્યાર સુધીનું સૌથી મોટું પ્રદર્શન છે. અવામી એક્શન કમિટી (AAC)ની આગેવાનીમાં શહબાઝ શરીફ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થયું. ત્યારથી સમગ્ર વિસ્તારમાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તે જ સમયે પોલીસના અત્યાચાર પણ શરૂ થઈ ગયા છે.