આઠમા નોરતે માં મહાગૌરી માતાજીનું પ્રાગટ્યઃ તમામ સુખ-સમૃદ્ધિ આપે છે માં મહાગૌરી

ધર્મ ડેસ્ક- નવરાત્રિના આઠમા દિવસે દેવી મહાગૌરીની આરાધના કરવામાં આવે છે. દેવી શ્વેત વર્ણવાળી છે અને તેમનું વાહન વૃષભ છે. ચાર હાથોવાળી દેવી પોતાના જમણા હાથમાંથી એક હાથમાં ત્રિશૂળ ધારણ કરે છે અને બીજો હાથ અભય મુદ્રામાં છે. તેમના ડાબા હાથમાંથી એક હાથમાં ડમરું અને બીજો હાથ વરદ મુદ્રામાં છે. એવું માનવામાં આવે છે કે તેઓ રાહુ ગ્રહનું સંચાલન કરે છે.

ભય, નિરાશા અને ચિંતા દૂર કરે છે- માતા દુર્ગાનું આઠમું રૂપ મહાગૌરીનું છે. તેમની પૂજા કરવાથી ગ્રહદોષ દૂર થાય છે. વિધિપૂર્વક તેમનું સ્મરણ અને પૂજન કરવાથી વેપાર, દાંપત્ય જીવન, સુખ-સમૃદ્ધિ, ધન વગેરેમાં વધારો થાય છે. જે લોકોને અભિનય, ગાયન, નૃત્ય વગેરે ક્ષેત્રમાં આગળ વધવું છે તેમને દેવીની પૂજાથી વિશેષ સફળતા મળે છે. એવું માનવામાં આવે છે કે તેમની પૂજાથી ત્વચા સંબંધી રોગોનું નિવારણ થઈ જાય છે. શારદીય નવરાત્રિના આઠમા દિવસે દેવી મહાગૌરીના પૂજનમાં ચમેલી અને કેસરના ફૂલ માતાને ચઢાવો. પોતાના શ્વેત વર્ણને કારણે તેમની તુલના શંખ, ચંદ્રમા અને કંદ્રના શ્વેત પુષ્પ સાથે કરવામાં આવે છે. તેઓ શ્વેત વસ્ત્ર ધારણ કરે છે એટલા માટે તેમને શ્વેતાંબરધરા પણ કરે છે. તેમની સ્તુતિ નીચેનો મંત્ર બોલીને કરવામાં આવે છે-

‘या देवी सर्वभूतेषु मां महागौरी रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥’

પૂજન વિધિ- સૌથી પહેલાં ગંગાજળથી શુદ્ધિકણ કરીને દેવી માતા મહાગૌરીની મૂર્તિ કે ફોટાને ચોકી પર સ્થાપિત કરો. ત્યારબાદ ચોકી પર ચાંદી, તાંબા કે માટીના ઘડામાં જળ ભરીને તેની પર નારિયળ રાખીને કળશ સ્થાપના કરો. એ ચોકી પર શ્રીગણેશ, વરુણ, નવગ્રહ, ષોડશ માતૃકા(16 દેવી), સપ્ત ધૃત માતુકા(સાત સિંદૂરની બિંદી લગાવો) ત્યારબાદ વ્રત, પૂજનનો સંકલ્પ લો અને વૈદિક તથા સપ્તશતી મંત્રો દ્વારા માતા મહાગૌરી સહિત સમસ્ત સ્થાપિત દેવતાઓનો ષોડશોપચાર પૂજન કરો. તેમાં આવાહન, આસન, પાદ્ય, અર્ધ્ય, આચમન, સ્નાન, વસ્ત્ર,  સૌભાગ્ય સૂત્ર, ચંદન, રોલી, હળદર, સિંદૂર, દૂર્વા, બિલીપત્ર, આભૂષણ, પુષ્પાહાર, સુગંધિત દ્રવ્ય, ધૂપ-દીપ, નૈવેદ્ય, ફળ, પાન, દક્ષિણા, આરતી, પ્રદક્ષિણા, મંત્ર પુષ્પાંજલિ વગેરે કરો. આ દિવસે માતા દુર્ગાને નારિયળનો ભોગ લગાવો અને નારિયળનું દાન પણ કરો.

માતા મહાગૌરી ઉપાસનાનો મંત્ર-

श्वेते वृषे समारुढ़ा, श्वेताम्बरधरा शुचिः। महागौरीं शुभं दद्यान्महादेवप्रमोदया।

મહાગૌરીની કથા- કહેવાય છે કે ભગવાન શિવને દરેક રૂપમાં પ્રાપ્ત કરવા માટે તેમને કટોર તપસ્યા કરી હતી. જેનાથી તેમનું શરીર કાળું પડી ગયું હતું. તેમની કઠોર તપસ્યાથી મહાદેવ પ્રસન્ન થયા અને તેમની પ્રાર્થના સ્વીકારી. તેમના શરીરનો રંગ તપસ્યાથી કાળો પડી ગયો હતો તેના કારણે મહાદેવે તેમને ગંગાજળથી ધોયા તો તેઓ ફરીથી ગૌર અર્થાત્ ગોરા રંગવાળા બની ગયા. તેને લીધે તેમનું નામ ગૌરી પડ્યું, એટલા માટે જ કહેવાય છે કે ભક્તોએ મહાગૌરીનું વ્રત અષ્ટમીએ કરવાથી મનપસંદ જીવનસાથી પ્રાપ્ત થાય છે. બીજી એક કથા પ્રમાણે માતા ઉમા જંગલમાં તપસ્યા કરી રહી હતી ત્યારે વનમાં એક ભૂખ્યો સિંહ ફરી રહ્યો હતો. જ્યારે સિંહે દેવીને તપસ્યા કરતા જોયા તો તેની ભૂખ વધી ગઈ અને તેમને ખાવાની ઈચ્છાથી સિંહ માતાની તપસ્યા પૂર્ણ થવાની રાહ જોતો રહ્યો. જેમ સમય વિતતો ગયો તેમ સિંહ ખૂબ જ દુબળો પડી ગયો હતો. દેવી જ્યારે તપમાંથી ઊભા થયા ત્યારે સિંહની હાલત જોઈને તેમને દયા આવી અને માતાએ સિંહ ઉપર સવારી લીધી અને એક પ્રકારે તેને પણ દેવી સાથે તપસ્યા હતી હતી. એટલા માટે મહાગૌરીનું વાહન બળદ અને સિંહ એમ બંને છે.

મહાગૌરીની પૂજાના લાભ-

  • 1- કહેવાય છે કે ભગવાન શિવને પતિ રૂપમાં પ્રાપ્ત કરવા માટે તેમને કઠોર તપસ્યા કરી હતી. આ દિવસે માતાની પૂજા કરવાથી મનપસંદ જીવનસાથી મેળવવાની ઈચ્છા પૂરી થાય છે.
  • 2-મહાગૌરીની આરાધનાથી મનોવાંછીત ફળ પ્રાપ્ત થાય છે અને સમસ્યાઓથી મુક્તિ મળે છે.
  • 3- આ દિવસે આપણા શરીરનું સોમચક્ર જાગૃત કરવાનો દિવસ છે. સોમચક્ર ઉદ્ધ્વ લલાટમાં સ્થિત હોય છે.
  • માતાની ઉપાસનાથી સોમચક્ર જાગૃત થઈ જાય છે અને આ ચક્રથી બધી શક્તિઓ શ્રદ્ધાળુને પ્રાપ્ત થાય છે.
  • 4- મહાગૌરીને પ્રસન્ન કરવા માટે ભક્તોને બધા સુખ આપમેળે જ પ્રાપ્ત થઈ જાય છે.
  • 5- માતાની ઉપાસનાથી તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર, સંયમમાં વધારો થાય છે. જીવનના કઠિન સંઘર્ષોમાં પણ તેનું મન કર્તવ્ય-પથથી વિચલિત થતું નથી.
Share This Article
Translate »