વાત છે ગુજરાતની એક નાનકડી દિકરી આન્યા પટેલની. ચહેરા પરથી એકદમ ક્યુટ લાગતી આ આન્યા પટેલ નામની દિકરી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર છે. આ ક્યુટ ગર્લના વિડીયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. આ ક્યુટ ગર્લે સોશિયલ મીડિયા પર તેના અનેક વિડીયો અપલોડ કર્યા છે, જેમાં તે તેની ક્યુટનેસના કામણ પાથરતી નજરે પડે છે.
ડાન્સ વિડીયોઝમાં આ ક્યુટ ગર્લ એટલા અદભૂત એક્સપ્રેશન આપે છે કે, વિડીયો જોનારા મંત્રમુગ્ધ બની જાય છે. આ ક્યુટ ગર્લ મૂળ અમદાવાદના રહેવાસી રાહુલભાઈ પટેલની દિકરી છે. અને આ દિકરીનું સોશિયલ મીડિયા તેના પિતા રાહુલ ભાઈ જ હેન્ડલ કરે છે. આ ક્યુટ ગર્લની ઉંમર માત્ર 5 વર્ષની છે પરંતુ તેની એક્ટિંગ અને તેના એક્સપ્રેશન્સ ખરેખર જોરદાર છે. માત્ર એટલું જ નહીં પરંતુ આ ક્યુટ ગર્લનું અત્યારે ગજબનું ફેન ફોલોઈંગ છે. અને સૌથી મોટી વાત એ કે, આ ક્યુટ ગર્લ અનેક બોલીવુડ સેલીબ્રીટીઝને પણ મળી છે અને તેને મળીને બોલીવુડના સેલીબ્રીટીઝ પણ તેના દિવાના થઈ ગયા છે.
પ્રસ્તુત વિડીયોમાં આ ક્યુટ ગર્લ આન્યા પટેલ આદિત્ય ગઢવીના એક ગીત પર ડાન્સ કરતી દેખાઈ રહી છે. તેના એક્સપ્રેશન્સ, તેની એક્ટિંગ અને એમાંય સોનામાં સુગંધ ભેળવતી તેની ક્યુટનેસ રીતસરની છલકી રહી છે. ક્યુટ ગર્લના આ વિડીયોને લોકો બહુ જ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ નાનકડી 5 વર્ષની આન્યા પટેલના દિવાના છે, અને એનું કારણ છે આટલી નાની ઉંમરમાં મોટાઓ કરતાય વધારે છે તેવું તેનું ટેલેન્ટ.