નવરાત્રી એટલે માતાજીની ભક્તિ કરવાનો અવસર. આ નવ દિવસો દરમિયાન દેવી ભગવતીના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના ચોથા દિવસે, દેવી કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે. તેમના આઠ હાથોને કારણે તેમને આદિશક્તિ, આદિ સ્વરૂપા અને અષ્ટભુજા તરીકે પણ ઓળખવામાં આવે છે. બ્રહ્માંડની ઉત્પત્તિ પણ તેમના દ્વારા જ કરવામાં આવી છે. દેવી કુષ્માંડાએ સૌમ્ય સ્મિતથી અંડ એટલે કે બ્રહ્માંડનું સર્જન કર્યુ છે. તેમને કુષ્માંડની બલી ખૂબ પસંદ છે, તેથી જ તેમને કુષ્માંડા કહેવામાં આવે છે.
આ રીત થઈ દેવી કુષ્માંડાની ઉત્પત્તિ
પૌરાણિક કથાઓ અનુસાર સૃષ્ટિની રચના પહેલા તમામ દિશાઓમાં ગાઢ અંધકાર હતો, ત્યારે દેવીએ હળવું સ્મિત આપ્યું અને તેમના આ સ્મિતથી જ એક અંડ ઉત્પન્ન થયું, જેનાથી બ્રહ્માંડનું નિર્માણ થયું. બ્રહ્માંડની ઉત્પત્તિના કારણે જ તેઓ આદિશક્તિ બન્યા, જેમની આઠ ભૂજાઓ છે. આ હાથોમાં કમંડલ, ધનુષ, બાણ, કળનું ફૂલ, અમૃતથી ભરેલો કળશ, ચક્ર અને ગદાની સાથે આઠમાં હાથમાં તમામ સિદ્ધિઓ અને નિધિઓ પ્રદાન કરતી જપમાળા પણ છે. સિંહની સવારી કરનારી માતાને કુષ્માંડની બલિ ખૂબ જ પ્રિય છે. આ એક પ્રકારનું ફળ હોય છે અને તેમાંથી પેઠા બનાવવામાં આવે છે. સૂર્ય લોકમાં રહેવાના કારણ તેમના શરીરના કાંતિ અને પ્રભા સૂર્યના આલોકથી ચમકતી રહે છે. તેમની આરાધના કરનારા ભક્તો રોગ અને શોકના ભયથી દૂર રહે છે. સાથે જ તેમને આયુષ્ય, યથ અને બળ પણ પ્રાપ્ત થાય છે. સાચા મનથી માતા કુષ્માંડાની પૂજા કરનારા ભક્તોને સરળતાથી ઉચ્ચ પદ પ્રાપ્ત થાય છે, તેથી જે નોકરિયાત લોકો પ્રમોશન મેળવવા ઇચ્છે છે, તેમણે અચૂક માતા કુષ્માંડાની પૂજા કરવી જોઈએ. દેવી ભક્તને રોગોથી મુક્તિ અને સુખ અને સમૃદ્ધિ પ્રદાન કરે છે.
જાણો દેવી કુષ્માંડાના નામનો અર્થ
માતા કુષ્માંડાને સમજવા માટે આ શબ્દને સમજવો જરૂરી છે. ‘કુ’ નો અર્થ નાનો થાય છે, ‘ષ્’ નો અર્થ ઉર્જા થાય છે, અને ‘અંડા’ શબ્દ બ્રહ્માંડના ગોળાનું પ્રતીક છે. બધા જાણે છે કે સંપૂર્ણ બ્રહ્માંડમાં ઉર્જા નાનાથી મોટા તરફ વહે છે. જેમ એક નાનું બીજ વાવવામાં આવે છે, અને અંકુરિત થયા પછી, તે પહેલા છોડ, પછી વૃક્ષ, અને પછી ફૂલો અને ફળો આપે છે, અને પછી તે જ બીજમાંથી નવા બીજ જન્મે છે. તેવી જ રીતે ચેતના અથવા ઉર્જામાં પણ સૌથી નાનાથી મોટા સુધીનો ગુણ હોય છે, જેને માતા કુષ્માંડા મૂર્તિમંત કરે છે. આમ, માતા આપણા શરીરમાં પ્રાણ જીવન શક્તિ તરીકે હાજર છે. કુષ્માંડની જેમ, ભક્તોએ તેમના જીવનમાં વિપુલતા અને સંપૂર્ણતાનો અનુભવ કરવો જોઈએ અને બ્રહ્માંડના દરેક કણમાં ઊર્જા અને પ્રાણ શક્તિનો અનુભવ કરવો જોઈએ. દરેક કણમાં ઊર્જા, પ્રાણ શક્તિ અને બુદ્ધિનો અનુભવ કરવો એ જ કુષ્માંડા છે.
મા કુષ્માંડાની પૂજા માટેના મંત્રો
- ઓમ દેવી કુષ્માન્ડાય નમઃ
- ઐં હ્રીં દેવાય નમઃ
માં કુષ્માંડાનો ભોગ
પૂજા દરમિયાન માં કુષ્માંડાને માલપુઆ અર્પણ કરવા જોઈએ. તેમને માલપુઆ ખૂબ જ પસંદ છે.
માં કુષ્માંડાની પૂજા વિધિ
આજે ચોથા દિવસે સવારે સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્રો પહેરો. ત્યાર બાદ માતા કુષ્માંડાની પૂજા કરો. સૌથી પહેલા માં કુષ્માંડાનો પાણીથી અભિષેક કરો. તેમને અક્ષત, સિંદૂર, ફળ, જાસુદ અથવા ગુલાબનું ફૂલ, લાલ રંગની ચુનરી અથવા સાડી, શ્રુંગારની સામગ્રી, ધૂપ, દીવો વગેરે અર્પણ કરો. આ દરમિયાન પૂજા મંત્રનો જાપ કરો. તેમને માલપુઆનો ભોગ લગાવો. અંતમાં મા કુષ્માંડાની આરતી કરો.
માતા કુષ્માંડાને શું ભોગ લગાવવો જોઈએ?
શારદીય નવરાત્રીના ચોથા નોરતે માતા કુષ્માંડાને લોટ અને ઘીથી બનેલા માલપુઆનો ભોગ અર્પણ કરવો જોઈએ. માનવામાં આવે છે કે આવું કરવાથી ભક્તને બળ અને બુદ્ધિના આશીર્વાદ મળે છે. તેમજ માતાને દહીં અને હલવાનો ભોગ પણ લગાવવામાં આવે છે.
માતા કુષ્માંડાની પૂજાથી મળશે આ લાભ
નવરાત્રીના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા કરવાથી વ્યક્તિને બધા જ પ્રકારના રોગોમાંથી મુક્તિ મળે છે. માનવામાં આવે છે કે, માતા કુષ્માંડાની પૂજા કરવાથી ઉત્તમ સ્વાસ્થ્ય અને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે. જે વ્યક્તિ માતા કુષ્માંડાની આરાધના કરે છે, તેને સુખ, સમૃદ્ધિ અને ઉન્નતિની પ્રાપ્તિ થાય છે.