નવરાત્રીના નવ દિવસ દરમિયાન માતા દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. આદિ શક્તિના નવ અવતારોને નવદુર્ગા તરીકે ઓળખવામાં આવે છે – તે મા શૈલપુત્રી, મા ચંદ્રઘંટા, મા કુષ્માંડા, મા સ્કંદમાતા, મા કાત્યાયની, મા કાલરાત્રી, મા મહાગૌરી અને મા સિદ્ધિદાત્રી છે. નવરાત્રીનો ત્રીજો દિવસ માતા ચંદ્રઘંટાને સમર્પિત છે. માતા દુર્ગાનું આ સ્વરૂપ ખૂબ જ શાંતિપૂર્ણ અને કલ્યાણકારી છે. એવું માનવામાં આવે છે કે, માતા ચંદ્રઘંટાની પૂજા કરવાથી વ્યક્તિને આદ્યાત્મિક શક્તિ મળે છે.
માતા ચંદ્રઘંટાની પૂજાનું મહત્વ
શારદીય નવરાત્રીના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે. જે શુક્ર ગ્રહના અધિષ્ઠાત્રી છે. દેવી વાઘણ પર સવારી કરે છે અને તેમને દસ હાથો છે. તે પોતાના ચાર જમણા હાથમાં કમળનું ફૂલ, બાણ, ધનુષ અને જપમાળા (પ્રાર્થનાની માળા) ધારણ કરે છે અને પાંચમો જમણો હાથ અભય મુદ્રામાં રાખે છે. જ્યારે પોતાના ચાર ડાબા હાથમાં ત્રિશૂલ, ગદા, તલવાર અને કમંડળ ધરાવે છે અને પાંચમો ડાબો હાથ વરદ મુદ્રામાં રાખે છે.
દ્રિક પંચાંગ અનુસાર, મા ચંદ્રઘંટા માતા પાર્વતીનો પરિણીત અવતાર છે. ભગવાન શિવ સાથે લગ્ન કર્યા પછી, તેમણે પોતાના કપાળ પર અર્ધ ચંદ્ર ધારણ કરવાનું શરૂ કર્યું. તેથી, તેણી મા ચંદ્રઘંટા તરીકે ઓળખાય છે. તે માતા પાર્વતીનું શાંતિપૂર્ણ સ્વરૂપ છે.
પૌરાણિક કથાઓ અનુસાર, ચંદ્ર અને તેના કપાળ પરના ઘંટનો અવાજ તમામ પ્રકારના આત્માઓને ભગાવી દે છે. રાક્ષસો સાથેના યુદ્ધ દરમિયાન તેના ઘંટ દ્વારા ઉત્પન્ન થયેલા અવાજે હજારો દુષ્ટ રાક્ષસોને મૃત્યુના હવાલે કરી દીધા હતા. જે લોકો આ સ્વરૂપમાં દેવીની પૂજા કરે છે તેમને શાશ્વત શક્તિ અને તાકાત મળે છે.
પૂજા વિધિ, સામગ્રી અને રંગ
નવરાત્રીના ત્રીજા દિવસે, સવારે વહેલા ઉઠો અને નવા અને સ્વચ્છ કપડાં પહેરો, ખાસ કરીને નારંગી કલરના કપડા પહેરો. દેવીની મૂર્તિને ચોકી પર અથવા તમારા પૂજા સ્થાન પર મૂકો. તેને કેસર, ગંગા જળ અને કેવડાથી સ્નાન કરાવો. ત્યાર બાદ દેવીને નવા કપડાં પહેરાવો અને તેમના પીળા ફૂલો, જાસ્મીન, પંચામૃત અને મિશ્રી અર્પણ કરો. ભક્તોએ માતા ચંદ્રઘંટાને ખાસ ખીરનો ભોગ પણ ચઢાવવો જોઈએ.
આ દિવસનો શુભ રંગ નારંગી છે. જો તમે પૂજા દરમિયાન આ રંગ પહેરશો, તો દેવી તમને પ્રેમ અને ઉત્સાહથી ભરી દેશે. આ રંગ પોઝિટીવ એનર્જીથી ભરેલો છે અને વ્યક્તિને ઉત્સાહિત રાખે છે.
પૂજા મંત્ર, પ્રાર્થના, સ્તુતિ અને સ્ત્રોત
પ્રાર્થના:
पिण्डज प्रवरारूढा चण्डकोपास्त्रकैर्युता।
प्रसादं तनुते मह्यम् चन्द्रघण्टेति विश्रुता॥
પૂજા મંત્ર:
ઓમ દેવી ચંદ્રઘંટાય નમઃ
સ્તુતિ:
या देवी सर्वभूतेषु मां चन्द्रघण्टा रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥
સ્ત્રોત:
आपदुद्धारिणी त्वंहि आद्या शक्तिः शुभा परा ।
आणिमादि सिद्धिदात्री चन्द्रघण्टे प्रणमाम्यहम् ॥
चन्द्रमुखी इष्टदात्री इष्टमन्त्रस्वरूपिणी ।
धनदात्री आनन्ददात्री चन्द्रघण्टे प्रणमाम्यहम् ॥
नानारूपधारिणी इच्छामयी ऐश्वर्यदायिनी ।