માતા-પુત્રએ મળીને મહેસાણાના ડોક્ટરને બનાવ્યા હનીટ્રેપનો શિકારઃ પડાવ્યા 15 લાખ…

એક માતા-પુત્રએ સાથે મળીને મહેસાણાના એક તબીબને હનીટ્રેપનો શિકાર બનાવ્યા છે. આ લોકોએ ડોક્ટરનો નગ્ન હાલતમાં વિડીયો ઉતારી લીધો હતો અને ત્યારબાદ તેમને બ્લેક મેઈલ કરવાનું શરૂ કર્યું હતું. આ લોકોએ તબીબ પાસેથી કુલ 18 લાખ રૂપીયા પડાવ્યા છે. આખરે તબીબ કંટાળીને પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા જ્યાં તેમણે આ માતા-પુત્ર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે.

મહેસાણાના ડોકટર હનીટ્રેપનો શિકાર બન્યા છે. તેમણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી કે, રીટાબેન રાવત નામની મહિલા અને તેમના દીકરા મયુર રાવત દ્વારા તેમને હનીટ્રેપમાં ફસાવવામાં આવી રહ્યાં છે. ડોક્ટરના સંપર્કમાં આવેલી આ મહિલાએ મકાન માટે 18 લાખની મદદ લીધી હતી. 18 લાખ પરત લેવા જતા મહિલાએ ડોક્ટરને એક રૂમમાં લઈ જઈ નગ્ન થઈ અને ડોકટરના કપડાં ઉતારી દીધા હતા.

આ બાદ મહિલાના દીકરાએ આવી માતા અને ડોક્ટરનો નગ્ન હાલતમાં વીડિયો ઉતારી લઈ બ્લેકમેઇલિંગ કરવાનું શરૂ કર્યું હતું. વીડિયો બનાવી 5 લાખ પડાવ્યા ટુકડે ટુકડે 12 લાખ પડાવી લીધા હતા. મોટી રકમ પડાવ્યા બાદ મહિલાના દીકરાએ વધુ 30 લાખની માંગણી કરી હતી. સાથે જ રૂપિયા નહિ આપે તો દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ડોક્ટરનો નગ્ન હાલતનો વીડિયો વાયરલ કરી દેવાની ધમકીઓ આપી હતી. આ બાદ ડોક્ટરે રીટા રાવત અને તેના દીકરા મયુર રાવત સામે બી ડિવિઝન પોલીસ મથકે  ફરિયાદ નોંધાવી છે.

Share This Article
Translate »