પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીએ રાહુલ ગાંધીની પ્રશંસા કરી. જેને લઈને ભાજપ આક્રમક છે. ભાજપના નેતા કિરણ રિજીજુએ કહ્યુ કે કોંગ્રેસના નેતા પાકિસ્તાનના પ્રિય છે. પાકિસ્તાનના લોકો તેને પોતાનો નેતા ચૂંટી શકે છે. શાહિદ આફ્રિદીએ રાહુલ ગાંધીની સકારાત્મ વિચારસરણી અને સહુને સાથ લઈને ચાલવાની આદતની પ્રશંસા કરી હતી. તેમણે ભારતમાં સત્તારૂઢ ભાજપ સરકારની ટીકા પણ કરી.
આફ્રિદીની ટિપ્પણી બાદ કેન્દ્રીય મંત્રી કિરણ રિજીજુએ કહ્યુ કે રાહુલ ગાંધી પાકિસ્તાનના પ્રિય રહ્યા છે. શાહિદ આફ્રિદી અને પાકિસ્તાનના લોકો રાહુલ ગાંધીને પોતાનો નેતા બનાવી શકે છે. આ તરફ ભાજપ પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ કહ્યુ કે હાફિસ સઈદ બાદ હવે શાહિદ આફ્રિદી આતંકવાદ સમર્થક અને ભારત વિરોધી રાહુલ ગાંધીની પ્રશંસા કરી છે. જેમા કોઈ આશ્ચર્ય નથી. ભારતને નફરત કરનારા દરેક વ્યક્તિને રાહુલ ગાંધી અને કોંગ્રેસમાં એક સહયોગી મળી જ જાય છે. સોરોસથી લઈને શાહિદ આફ્રિદી સુધી…. કોંગ્રેસ= ઈસ્લામાબાદ નેશનલ કોંગ્રેસ.
ભાજપના આઈટી વિભાગના પ્રમુખ અમિત માલવિયે કહ્યુ કે કટ્ટર હિંદુ- દ્વેષી શાહિદ આફ્રિદી એ ભારત વિરુદ્ધ ઝેર ઓકવાનું અને કાશ્મીરને પાકિસ્તાનમાં સામેલ કરવાના સપના જોવાનો એક મોકો નથી છોડતા. અચાનક રાહુલ ગાંધીની પ્રશંસા કરવા લાગ્યા છે. આફ્રિદી કહે છે કે રાહુલ પાકિસ્તાન સાથે વાતચીત કરવા માગે છે, જ્યારે તેઓ પાકિસ્તાન પ્રત્યે ભારતની નીતિની તુલના ગાઝામાં ઈઝરાયેલની કાર્યવાહીથી સાથે કરી પીએમ મોદી પર પ્રહાર કરે છે. ટ
તેમણે કહ્યુ કે એવુ શા માટે છે કે દરેક ભારત વિરોધીઓ રાહુલ ગાંધીમાં તેમનો મિત્ર શોધી લે છે? જ્યારે ભારતના દુશ્મનો તેમની જય-જયકાર કરે છે તો ભારતના લોકો સારી રીતે સમજે છે કે તેમની વફાદારી કોની તરફ છે.
આ તરફ કોંગ્રેસ તરફથી પણ સુપ્રીયા શ્રીનેતે પલટવાર કર્યો. કોંગ્રેસ પ્રવક્તા સુપ્રિયાએ ભાજપ નેતા અનુરાગ ઠાકુર સાથે આફ્રિદીની એક તસ્વીર શેર કરી. તેમણે કહ્યુ કે સત્તારૂઢ પાર્ટીને કોંગ્રેસને સવાલ પૂછવામાં શરમ આવી જોઈએ જ્યારે તેઓ ખુદ તેમની સાથે સંબંધો રાખીને બેઠા હોય.