અમદાવાદના અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારના ભાત ગામમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં એક પતિએ પોતાની પત્નીની હત્યા કરી નાખી છે. આરોપી પતિ વિક્રમ રાવળ પોતાની પત્નીના ચારિત્ર્ય પર શંકા રાખીને તેને અવારનવાર મારઝૂડ કરતો હતો. આખરે બોલાચાલી ઉગ્ર બનતા તેણે પોતાની પત્નીને ગાળો ફાંસો આપીને હત્યા કરી નાખી.
અત્યારે લોકોના માનસ એ હદે બગડી ગયા છે કે, ગમે ત્યારે, ગમે તે ઘટનાને અંજામ આપતા એ લોકો ખચકાતા નથી. આવો જ એક કિસ્સો અમદાવાદના અસલાલી વિસ્તારમાંથી સામે આવ્યો છે. અહીંયા ઘરમાં રોજ થતા ડખાથી કંટાળીને એક વ્યક્તિએ તેની પત્નીની ઘાતકી હત્યા કરી નાંખી છે. આરોપી પતિ વિક્રમ રાવળ પોતાની પત્ની સાથે અવારનવાર મારઝૂડ કરતો હતો. આખરે બોલાચાલી ઉગ્ર બનતા તેણે પોતાની પત્નીને ગાળો ફાંસો આપીને હત્યા કરી નાખી.
પત્નીની ઘાતકી હત્યા કરનારો પતિ એટલો શાતિર નિકળ્યો કે પોતાની કરતૂતને છુપાવવા માટે તેણે પાછું એક નવું જ તરકટ રચ્યું. આરોપી પતિએ પોલીસને ફોન કરીને જાણ કરી કે, મારી પત્નીએ ગળે ફાંસો ખાઈને આત્મ હત્યા કરી લીધી છે. પરંતુ પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી તો, ત્યાં પરિસ્થિતિ કંઈક અલગ જ હતી. પોલીસે ઘટના સ્થળે જઈને સમગ્ર ઘટના જોઈ તો, એક સમયે તો પોલીસ પણ ચોંકી ગઈ. કારણ કે, મૃતદેહ નિર્વસ્ત્ર હાલતમાં હતો અને મૃતકના શરિર પર ઈજાના નિશાન હતા. આ પ્રકારનું કંઈપણ સામાન્ય રીતે આત્મ હત્યાના કેસમાં જોવા મળતું નથી. ત્યારે સમગ્ર સ્થિતિ જોઈને પોલીસને શંકા ગઈ કે, આ આત્મ હત્યા નથી પરંતુ આ મહિલાની હત્યા કરવામાં આવી છે.
પોલીસને શંકા જતા પોલીસે મહિલાના પતિની સઘન પૂછપરછ શરૂ કરી હતી. આખરે પોલીસની કડક પૂછપરછમાં આરોપી પતિ ભાંગી પડ્યો અને તેણે ગુનો કબૂલ કરી લીધો. તેણે સ્વિકાર્યું કે મારી પત્નીએ આત્મ હત્યા નથી કરી પરંતુ મેં જ તેની હત્યા કરીને તેને પંખે લટકાવી દિધી હતી. ત્યારે પોલીસે આરોપી પતિ વિક્રમ રાવળની ધરપકડ કરી છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનાએ કૌટુંબિક હિંસા અને શંકાના ગંભીર પરિણામોને ફરી એકવાર ઉજાગર કર્યા છે. આ મહિલાને બે બાળકો હતા, ત્યારે સવાલ એ છે કે, હવે આ માસૂમ બાળકોએ તો માતા ગુમાવી દિધી, ગુનો કરીને પિતા તો હવે જેલભેગો થઈ જવાનો ત્યારે આ બે માસૂમ બાળકોની જિંદગીનું શું? મૃતક મહિલાના સાસરી પક્ષ દ્વારા પોલીસને એવું જણાવવામાં આવ્યું કે, મહિલાની માનસિક સ્થિતિ સારી નહોતી, પરંતુ સૌથી મોટો સવાલ એ થાય કે મહિલાની માનસિક સ્થિતિ સારી નથી એટલે તમે એને મારી નાંખો એવું ન હોય. આમ બર્બરતાથી કોઈની જિંદગીને પૂર્ણવિરામ આપી દેવાનો કોઈને અધિકાર નથી. મૃતક મહિલાના પિયર પક્ષના લોકો જણાવે છે કે અમારી દિકરીને તેના સાસરી પક્ષના લોકો ખૂબ જ ત્રાસ આપતા અને વારંવાર મારઝુડ કરતા હતા, મૃતક મહિલાના પરિવાર દ્વારા તેના સાસરી પક્ષના લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
સમાજમાં અવાર-નવાર બનતી આ પ્રકારની ઘટનાઓ આખા સમાજ માટે લાલબત્તિ સમાન કિસ્સો છે. કોઈના ગુસ્સાનો ભોગ કોઈ બની જાય છે, અને પાછળથી પરિવારના નિર્દોષ લોકોને આખી જિંદગી પારાવાર મુશ્કેલીઓ વેઠવાનો વારો આવે છે.