આજે પીએમ નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી છે. રાષ્ટ્રપતિ ભવન તરફથી આ મુલાકાત અંગે માહિતી આપવામાં આવી. રાષ્ટ્રપતિ ભવને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પીએમ અને રાષ્ટ્રપતિની મુલાકાતની એક તસવીર પણ શેર કરી. તસવીર સાથે કેપ્શનમાં લખ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી.
Prime Minister Shri @narendramodi called on President Droupadi Murmu at Rashtrapati Bhavan. pic.twitter.com/dzTcOjpBp5
— President of India (@rashtrapatibhvn) September 6, 2025
ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં મુલાકાત
પીએમ મોદીની આ મુલાકાત ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં થઈ છે. ઉપરાષ્ટ્રપતિ પદ માટે 9 સપ્ટેમ્બરે મતદાન થવાનું છે. તે પહેલાં પીએમ મોદી જાપાન અને ચીનની મુલાકાતેથી પરત ફર્યા છે. પીએમ મોદીએ જાપાન પ્રવાસ પછી ચીનમાં શાંઘાઈ શિખર સમ્મેલનની બેઠકમાં ભાગ લીધો હતો. બેઠકમાં ભારતે SCOના સંયુક્ત નિવેદનમાં પેહલગામ આતંકી હુમલાનો ઉલ્લેખ સામેલ કરાવીને કૂટનૈતિક સફળતા હાંસલ કરી હતી.