અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કૂટનીતિક મોરચે કન્ફ્યુઝ્ડ છે. ટ્રમ્પ ક્યારે શું કહેશે, કોઈ ભરોસો નથી. તેમની ડિપ્લોમેસીમાં કોઈ લાંબા ગાળાનું વિઝન નથી. એક દિવસ કંઈક કહે છે બીજા દિવસે કંઈક બીજું બોલી દે છે, પરંતુ શુક્રવારે ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી. જેના કારણે આખી દુનિયામાં કન્ફ્યુઝન વધુ વધી ગયું.
ડોનાલ્ડ ટ્રમ્પે લખ્યું, અમે ભારત અને રશિયાને ચીનના હાથોમાં ગુમાવી દીધા છે. હવે સવાલ એ છે કે ટ્રમ્પે એવું કેમ લખ્યું? આ ટ્રમ્પનો ડર છે, કે પછી કોઈ નવું ડ્રામા? ભારત સાથેના સંબંધ બગાડવાનો પસ્તાવો છે કે રશિયા-ચીન-ભારતના બદલાતા સમીકરણોથી તેમની ઈર્ષ્યા છે?
ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર એક તસવીર પોસ્ટ કરી જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથેમાં દેખાઈ રહ્યા છે. આ તસવીર સાથે તેમણે લખ્યું છે, લાગે છે કે અમે ભારત અને રશિયાને દુષ્ટ ચીનના હાથોમાં ગુમાવી દીધા છે. મારી કામના છે કે તેમનો આ ગઠબંધન લાંબો અને ખુશહાલ રહે. સવાલ એ છે કે આખરે ટ્રમ્પ કહેવા શું માંગે છે?
ટ્રમ્પને ખટકી રહી મોદી-પુતિન-જિનપિંગની ત્રિપુટી
શું ટ્રમ્પને ટેરિફ વાળી ભૂલનો અહેસાસ થયો છે, કે પછી દબાવ બનાવવા માટે કોઈ નવી ચાલ ચાલી રહ્યા છે? પરંતુ વધારે શક્યતા એ છે કે ટ્રમ્પ ભારત-રશિયા-ચીનની નજીકથી પરેશાન છે? તેમની આ પરેશાનીનું સૌથી તાજું કારણ એક તસવીર છે. જ્યારે SCO સમિટમાં વડા પ્રધાન મોદી, પુતિન અને શી જિનપિંગ મળ્યા. રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે વડાપ્રધાનનો દ્વિપક્ષીય વાર્તાલાપ પણ થયો. જેમાં બંનેના સંબંધોને વધુ મજબૂત કરવા પર સહમતી બની. એટલું જ નહીં, ત્રણેય દેશોએ મળી અમેરિકાની ધમકીઓનો સચોટ જવાબ પણ આપ્યો.
વડા પ્રધાન મોદી પહેલાથી કહી ચૂક્યા છે કે કોઈ કેટલો પણ દબાવ કરે ભારત પોતાના હિતોની રક્ષા કરશે અને કોઈ પણ કિંમતે ઝુકશે નહીં. શી જિનપિંગે પણ ટ્રમ્પને કડક સંદેશ આપ્યો અને કહ્યું કે અમે કોઈ પણ ધમકીથી ડરતા નથી. પુતિને ટ્રમ્પને કૂટનીતિક આઈનો દેખાડ્યો. અમેરિકાને સમજાવ્યું કે ચીન અને ભારત સાથે ધમકી ભરેલી ભાષામાં વાત કરી શકાતી નથી.
કામ નહીં આવે પ્રેશર ડિપ્લોમેસી
આ કડક તેવર પછી કદાચ ટ્રમ્પને આ અહેસાસ થયો હશે કે હવે તેમની પ્રેશર ડિપ્લોમેસી કામ નહીં આવે, પરંતુ તેમને આ વાત બહુ મોડેથી સમજાઈ. અમેરિકામાં જ ઘણા વિશ્લેષકો અને નેતાઓ તેમને પહેલાથી જ આ ચેતવણી આપી રહ્યા હતા, પરંતુ ટ્રમ્પ કોઈ વાત સરળતાથી માની જાય એવું ભલા કેવી રીતે થાય? અમેરિકી વિશ્લેષક એડ પ્રાઈસે કહ્યું હતું કે જો ચીન, રશિયા અને ભારત કોઈ પણ પ્રકારના આર્થિક અને સૈન્ય ગઠબંધનમાં સાથે આવી જાય તો 21મી સદીમાં અમેરિકા તેમનો મુકાબલો કરી નહીં શકે.
અમેરિકાના પૂર્વ એનએસએ પણ આપી ચૂક્યા છે નસીહત
આ જ સમયે, અમેરિકાના પૂર્વ એનએસએ જેક સુલિવને કહ્યું છે કે જો આપણા મિત્રો અને દુનિયા આ નક્કી કરી લે કે અમેરિકામાં કોઈ પ્રકારનો ભરોસો નથી કરવો તો આ અમેરિકાના હિતમાં નહીં હોય. ભારત જે કરી રહ્યું છે તેના સીધા ગંભીર પ્રભાવ તો છે જ પરંતુ તેનો પ્રભાવ બાકી બધી વૈશ્વિક ભાગીદારી પર પડશે.
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ માઈક પેન્સે કહ્યું છે કે ટ્રમ્પ પ્રશાસન આ વાતનો જશ્ન મનાવી રહ્યું છે કે અમેરિકન પરિવારોને સામાનની કિંમતોમાં અંદાજે 3 હજાર ડોલરની વૃદ્ધિ જોવા મળી છે. કારણ કે અમે એ ચૂકવણી કરી રહ્યા છીએ એટલે જ મેં તેને ‘લિબરેશન ડે’ કહ્યું છે.
અમેરિકન મીડિયા એ પણ એક રીતે ટ્રમ્પના ટેરિફ વાળા નિર્ણયને ખોટો જ ગણાવ્યો છે. ઘણા અમેરિકન મીડિયા કહે છે કે જો અમેરિકા ભારત પર મોટા ટેરિફ લગાવીને પોતાના બજારો બંધ કરી દે તો ભારતને પોતાના નિકાસ વેચવા માટે બીજા સ્થળ શોધવા પડશે. જેમ રશિયાએ પોતાની એનર્જી વેચવા માટે નવા બજાર શોધી લીધા છે, ભારત પોતાનો નિકાસ અમેરિકા નહીં પરંતુ BRICS દેશોને વેચશે.
ટ્રમ્પના નિવેદન પર ટિપ્પણીથી ભારતનો ઈનકાર
ભારતીય વિદેશ મંત્રાલયે ટ્રમ્પના નિવેદન પર ટિપ્પણી કરવા થી હાલ ઈનકાર કર્યો છે. શક્ય છે જલદી જ ભારત તેનો જવાબ આપે. જોકે, ટ્રમ્પના સલાહકાર પીટર નવારોના નિવેદનો પર જરૂર વિદેશ મંત્રાલયે ટિપ્પણી કરી. નવારોના નિવેદનોને ગેરમાર્ગે દોરનારું ગણાવ્યું.
ભારત પછી હવે ટ્રમ્પે યુરોપના દેશો પર પણ હુમલો શરૂ કર્યો છે. કાલે પેરિસ મીટ પછી EU નેતાઓ સાથે ટ્રમ્પે વાત કરી. યુરોપ પર રશિયન તેલની ખરીદી બંધ કરવાની દબાવ બનાવ્યો. ટ્રમ્પે કહ્યું રશિયન તેલ ખરીદવાથી રશિયાની ફોજ મજબૂત થઈ રહી છે. હંગેરી અને સ્લોવાકિયા જેવા દેશો હજુ પણ તેલ ખરીદી રહ્યા છે. આ ચર્ચા દરમિયાન માહોલ ઘણો ગરમ રહ્યો. યુરોપિયન નેતાઓએ સ્પષ્ટતા આપી કે રશિયન તેલ પહેલાથી ઓછું ખરીદી રહ્યા છે.