સોનાની કિંમતમાં અતિશય વધારોઃ ઈન્વેસ્ટોરોનો રસ ઘટ્યો, ઘડતરના કારીગરો મુશ્કેલીમાં!

ભારતમાં સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે, જેના કારણે સોનાએ એક નવો રેકોર્ડ બનાવ્યો છે. માત્ર 7 દિવસના ટૂંકા ગાળામાં જ સોનું ₹5,900 જેટલો મોંઘું થયું છે, અને પ્રતિ 10 ગ્રામનો ભાવ ₹1.06 લાખને વટાવી ગયો છે. આ ભાવ વધારા પાછળ મુખ્યત્વે યુએસ ટેરિફની અનિશ્ચિતતા, ભૂરાજકીય તણાવ અને યુએસ ડોલર સામે રૂપિયાનું ઘટતું મૂલ્ય જેવા પરિબળો જવાબદાર છે. નિષ્ણાતોના મતે, આ વલણ ચાલુ રહેવાની શક્યતા છે અને દિવાળી સુધીમાં ભાવમાં વધુ ઉછાળો આવી શકે છે. પ્રસ્તુત છે અમારી વિશેષ રજૂઆત ચમક સોનાની!

તહેવારોની સિઝન નજીક આવતા જ સોનાના ભાવો આસમાને પહોંચી ગયા છે. ભારતમાં સોનાની કિંમતમાં ધરખમ વધારો થઈ રહ્યો છે. 24 કેરેટ સોનાનો ભાવ 1.6 લાખ પ્રતિ દસ ગ્રામ અને 22 કેરેટ સોનાનો ભાવ 98,050 રૂપીયા પ્રતિ દસ ગ્રામ તો 18 કેરેટ સોનાનો ભાવ 80,230 રૂપીયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયો છે. સોનામાં ભાવ વધારાથી, સોનાનું ઘડતર કરતા કરતા કારીગરો પર સંકટના વાદળો ઘેરાયા છે. સ્થિતિ એ છે કે, સોનાનું ઘડતર કરતા કારીગરોને કામ નથી મળતું અને સેંકડો કારીગરોને કામમાંથી છૂટા કરી દેવાયા છે એટલે એ લોકો માટે રોજીરોટીનું સંકટ પણ પેદા થયું છે. સોનાના ભાવમાં તેજી પાછળનું સૌથી મોટું કારણ ફેડરલ રિઝર્વના વ્યાજદરમાં સંભવીત ઘટાડો, ભૂ-રાજનૈતિક જોખમ, અને ઈક્વિટી તેમજ બોન્ડ બજારોની અસ્થિરતા છે.

આ જ કારણ છે કે, રોકાણકારો સુરક્ષીત સંપત્તિમાં ઈન્વેસ્ટ કરવામાં વધારે રસ દાખવી રહ્યા છે. બજાર પર સૌથી વધારે પ્રભાવ અને દબાણ ત્યારે આવ્યું કે, જ્યારે ટ્રમ્પ પ્રશાસને અવૈધ ટેરિફ મામલાને સુપ્રીમ કોર્ટમાં લઈ જવાની વાત કરી, જ્યારે અમેરિકી ફેડની આગામી નીતિ બેઠકમાં 25 બેસિસ પોઈન્ટના ઘટડાની શક્યતાઓ 92 ટકા વ્યક્ત કરવામાં આવી. ઈન્વેસ્ટમેન્ટના દ્રષ્ટીકોણથી જો વાત કરવામાં આવે તો, વિશેષજ્ઞોનું માનવું છે કે, વૈશ્વિક અનિશ્ચીતતાઓ અને ઘરેલુ મુદ્રાસ્ફિતી દબાણ વચ્ચે સોનાની માંગ યથાવત રહેશે. જો કે, રાહતની વાત એ પણ છે કે, અત્યારે તો નહીં પરંતુ નજીકના ભવિષ્યમાં સોનું ઈન્વેસ્ટમેન્ટ માટેનો એક સુરક્ષીત વિકલ્પ બની રહેશે.

Share This Article
Translate »